મંત્રીમંડળ

ટેલિકોમ ક્ષેત્રમાં મોટા સુધારાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી


ટેલિકોમ સુધારા રોજગાર, વૃદ્ધિ, સ્પર્ધા અને ગ્રાહક હિતોને વેગ આપશે

ટેલિકોમ સેવા પ્રદાતાઓની રોકડ પ્રવાહિતાની જરૂરિયાતોનું સમાધાન

Posted On: 15 SEP 2021 4:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે ટેલિકોમ ક્ષેત્રમાં સંખ્યાબંધ માળખાગત અને પ્રક્રિયાગત સુધારાઓને મંજૂરી આપવામાં આવી હતી. આનાથી રોજગારનું રક્ષણ અને રોજગારની તકો સર્જાવાની, તંદુરસ્ત સ્પર્ધાને ઉત્તેજન મળવાની, ગ્રાહકોનાં હિતોનું રક્ષણ થવાની, રોકડ પ્રવાહિતા ઉમેરાવાની, રોકાણને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (ટીએસપી) પર એનાથી નિયમનનો બોજ ઘટશે.

ડેટા વપરાશમાં ઉછાળો, ઓનલાઇન શિક્ષણ, વર્ક ફ્રોમ હોમ, સોશિયલ મીડિયા મારફત આંતર વ્યક્તિગત જોડાણ, વર્ચ્યુઅલ મીટિંગ્સ ઈત્યાદિ કોવિડ-19ના પડકારોને પહોંચી વળવામાં, ટેલિકોમ ક્ષેત્રના ઉત્કૃષ્ટ દેખાવની પશ્ચાદભૂમાં, આ સુધારાનાં પગલાં બ્રોડબેન્ડ અને ટેલિકોમ કનેક્ટિવિટીના પ્રસાર અને વિસ્તારને વધારે વેગ આપશે. કેન્દ્રીય મંત્રીમંડળનો આ નિર્ણય સ્પર્ધા અને ગ્રાહક પસંદગી સાથે, સમાવેશી વિકાસ માટે અંત્યોદય અને વંચિત વિસ્તારોને મુખ્ય પ્રવાહમાં લાવવા અને નહીં જોડાયેલાઓને જોડવા માટે સર્વગ્રાહી બ્રોડબેન્ડ સુવિધા સાથે પ્રધાનમંત્રીના તંદુરસ્ત ટેલિકોમ સેક્ટરનાં વિઝનને બળવત્તર બનાવે છે. આ પેકૅજથી 4જીનો પ્રસાર ઝડપથી વધવાની અપેક્ષા છે, લિક્વિડિટી વધશે અને 5જી નેટવર્ક્સમાં રોકાણ માટે સમર્થ બનાવતું વાતાવરણ સર્જાશે.

ટેલિકોમ ક્ષેત્ર માટે નવ માળખાગત સુધારા અને પાંચ પ્રક્રિયાગત સુધારા વત્તા રાહતનાં પગલાં નીચે મુજબ છે:

માળખાગત સુધારા:

  1. એડજ્સ્ટેડ ગ્રોસ રેવન્યુને તર્કસંગત બનાવાઈ: ટેલિકોમ સિવાયની આવકને એજીઆરની વ્યાખ્યામાંથી અપેક્ષિત (ભવિષ્યમાં થનારી) આધારે બાકાત રાખવામાં આવશે.
  2. બૅન્ક ગૅરન્ટી (બીજી)ને સુસંગત બનાવાઈ: લાઈસન્સ ફી (એલએફ) અને એના જેવી અન્ય લૅવીઝની સામે બીજીની જરૂરિયાતોમાં જંગી ઘટાડો. દેશના જુદાં લાયસન્સ્ડ સર્વિસ એરિયાઝ (એલએસએ) પ્રદેશોમાં બહુવિધ બૅન્ક ગૅરન્ટીઓની કોઇ જરૂરિયાત નહીં. એના બદલે એક બીજી પૂરતી રહેશે.
  3. વ્યાજના દરો સુસંગત કરાયા/ દંડ દૂર કરાયો: પહેલી ઑક્ટોબર, 2021થી, લાઈસન્સ ફી (એલએફ)/સ્પેક્ટ્રમ યુઝીસ ચાર્જ (એસયુસી)ની વિલંબિત ચૂકવણી પર હવે એમસીએલઆર વતા 4%ના બદલે એસબીઆઇના એમસીએલઆર વત્તા 2% વ્યાજદર લાગશે. વ્યાજ માસિકના બદલે વાર્ષિક ચક્રવૃદ્દિ થશે; પેનલ્ટી પરની પેનલ્ટી અને વ્યાજને દૂર કરાયા છે.
  4. હવેથી જે હરાજીઓ થાય, એમાં હપ્તામાં ચૂકવણી મેળવવા માટે કોઇ બીજીની જરૂર રહેશે નહીં. ઉદ્યોગ પરિપક્વ થયો છે અને હવે બીજીની ભૂતકાળની પ્રથાની જરૂર રહેતી નથી.
  5. સ્પેક્ટ્રમની મુદત: ભાવિ હરાજીઓમાં, સ્પેક્ટ્રમનો કાર્યકાળ 20 વર્ષથી વધારી 30 વર્ષ કરાયો છે.
  6. ભાવિ હરાજીઓમાં મેળવાયેલા સ્પેક્ટ્રમ માટે 10 વર્ષો બાદ સ્પેક્ટ્રમ પરત સોંપી દેવાની છૂટ આપવામાં આવશે.
  7. ભાવિ સ્પેક્ટ્રમ હરાજીઓમાં મેળવાયેલ સ્પેક્ટ્રમ માટે કોઇ સ્પેક્ટર્મ યુઝેસ ચાર્જ (એસયુસી) નહીં.
  8. સ્પેક્ટ્રમ શૅરિંગને પ્રોત્સાહિત-સ્પેક્ટ્રમ શૅરિંગ માટે વધારાના 0.5% એસયુસીને દૂર કરવામાં આવ્યો.
  9. રોકાણને ઉત્તેજન આપવા માટે, ટેલિકોમ ક્ષેત્રમાં ઑટોમેટિક રૂટ હેઠળ 100% વિદેશી સીધા રોકાણ (એફડીઆઇ)ની છૂટ. તમામ સંરક્ષણ લાગુ થશે.

પ્રક્રિયાગત સુધારા

  1. હરાજી કૅલેન્ડર નિર્ધારિત-સ્પેક્ટ્રમ હરાજીઓ સામાન્ય રીતે દરેક નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં યોજાશે.
  2. ધંધાની સુગમતા-ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસને ઉત્તેજન- વાયરલેસ ઉપકરણો માટે 1953ના કસ્ટમ જાહેરનામાં હેઠળ લાયસન્સની અગવડરૂપ જરૂરિયાતને દૂર કરવામાં આવી. એના બદલે સેલ્ફ ડિક્લેરેશન.
  3. નો યોર કસ્ટમર (કેવાયસી) સુધારા: સેલ્ફ કેવાયસી (એપ આધારિત)ની છૂટ. ઈ-કેવાયસી રેટ સુધારીને માત્ર એક રૂપિયો. પ્રિપેઈડથી પોસ્ટ પેઈડ કે એનાથી ઊલટું કરવા માટે નવેસરથી કેવાયસીની જરૂર રહેશે નહીં.
  4. પેપર કસ્ટમર એક્વિઝિશન ફોર્મ્સ (સીએએફ)નું સ્થાન હવે ડેટાનું ડિજિટલ સ્ટૉરેજ લેશે. ટીએસપીના વિભિન્ન વેર હાઉસીસમાં આશરે 300-400 કરોડ પેપર સીએએફ પડેલાં છે એની જરૂર રહેશે નહીં. સીએએફના વૅરહાઉસ ઑડિટની જરૂર રહેશે નહીં.
  5. ટેલિકોમ ટાવર માટે એસએસીએફએ પરવાનગીને હળવી કરાઇ છે. ટેલિકોમ વિભાગ (ડીઓટી) સેલ્ફ-ડેક્લેરેશન-સ્વ ઘોષણાના આધારે પોર્ટલ પર ડેટા સ્વીકારશે. અન્ય એજન્સીઓ (જેવી કે નાગરિક ઉડ્ડયન)ના પોર્ટલ્સ ડીઓટીના પોર્ટલ સાથે લિંક કરી દેવામાં આવશે.

ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સની રોકડ પ્રવાહિતાની જરૂરિયાતોનું સમાધાન

કેન્દ્રીય મંત્રીમંડળે તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (ટીએસપી) માટે નિમ્નાનુસાર મંજૂરી આપી છે:

  1. એજીઆર ચુકાદાથી ઉદભવતા લેણાંની વાર્ષિક ચૂકવણીઓમાં ચાર વર્ષ સુધી મૉરેટોરિયમ/મોકૂફી. જો કે રક્ષિત કરાતા બાકી લેણાંની નેટ પ્રેઝન્ટ વેલ્યુ (એનપીવી)નું રક્ષણ કરીને,
  2. ભૂતકાળની હરાજીઓમાં (2021ની હરાજીને બાકાત રાખીને) ખરીદાયેલ સ્પેક્ટ્રમના બાકી ચૂકવણા પર જે તે હરાજીઓમાં નક્કી કરાયેલા વ્યાજ દરોએ એનપીવીની રક્ષા સાથે ચાર વર્ષ સુધી માટે મૉરેટોરિયમ/મોકૂફી.
  3. ટીએસપીને ચૂકવણીની ઉક્ત મોકૂફીથી ઉદભવતી વ્યાજની રકમ ઈક્વિટી દ્વારા ચૂકવવાનો વિકલ્પ રહેશે.
  4. મોરેટોરિયમ/મોકૂફીના સમયગાળાના અંતે આ ઉક્ત વિલંબિત ચૂકવણી ઈક્વિટી મારફત ચૂકવાઇ હશે તો એ ઈક્વિટીને  બાકી રકમ સંબંધિત રૂપાંતરિત કરવાનો વિકલ્પ સરકાર પાસે રહેશે, આ માટેની માર્ગદર્શિકા નાણાં મંત્રાલય દ્વારા નક્કી કરાશે.

આ તમામ ટીએસપીને લાગુ પડશે અને લિક્વિડિટિ તેમજ રોકડ પ્રવાહ સરળ બનતા રાહત પૂરી પાડશે. આનાથી ટેલિકોમ ક્ષેત્રમાં નોંધપાત્ર ધિરાણ આપનાર વિવિધ બૅન્કોને પણ મદદ મળશે.

SD/GP/JD



(Release ID: 1755138) Visitor Counter : 455