ગ્રામીણ વિકાસ મંત્રાલય
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે રાષ્ટ્રીય સ્તરે MGNREGA અધિકાર જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું
અધિકાર જાગૃતિ અભિયાન લાભાર્થીઓને MGNREGA યોજનાનો મહત્તમ લાભ મેળવવા માટે સક્ષમ બનાવશે
Posted On:
03 SEP 2021 1:22PM by PIB Ahmedabad
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ મહાત્મા ગાંધી એનઆરઇજી એક્ટ હેઠળ શ્રમિકોને તેમના અધિકારો અને હક વિશે જાગૃત કરવા માટે અધિકાર જાગૃતિ સપ્તાહનું આયોજન કર્યું હતું. 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2021 વચ્ચે આ સપ્તાહ મનાવવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધી નરેગા એક્ટમાં શ્રેણીબદ્ધ જોગવાઈઓ નોકરી શોધનારાઓને સંખ્યાબંધ કાનૂની અધિકારો પ્રદાન કરે છે.
સિક્કિમના પશ્ચિમ જિલ્લામાં અધિકારીઓ મહાત્મા ગાંધી નરેગા શ્રમિકોને તેમના કાયદા અને અધિકારો વિશે જાગૃત કરવા માટે પહોંચી રહ્યા છે
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અધિકારોને લોકો માટે સુલભ બનાવવા માટે અનેક પહેલ કરવામાં આવી હતી. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના સંબંધિત જિલ્લાઓ, બ્લોક અને ગ્રામ પંચાયતોમાં વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન કર્યું. શ્રમિકોની સુવિધા માટે, વિવિધ જિલ્લાઓમાં ગ્રામ પંચાયત ભવનમાં ગ્રામસભાઓ યોજવામાં આવી હતી, જ્યારે કેટલાક જિલ્લાઓ કામના સ્થળોએ શ્રમિકો સુધી પહોંચ્યા હતા. મહાત્મા ગાંધી નરેગાના લાભાર્થીઓ, અધિકારીઓ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓએ ઉત્સાહ સાથે સક્રિયપણે ભાગ લીધો છે. આ અધિકાર જાગૃતિ અભિયાન લાભાર્થીઓને મહાત્મા ગાંધી એનઆરઇજી યોજનાનો મહત્તમ લાભ મેળવવા માટે સક્ષમ બનાવશે.
ડુંગરપુર જિલ્લાઓમાં ગ્રામ પંચાયત સમિતિએ મનરેગા શ્રમિકો માટે અધિકાર જાગૃતિ અભિયાન હાથ ધર્યું
ઇન્ડિયા@75 ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ 75 સપ્તાહ લાંબી ઉજવણી છે જે 12 માર્ચ, 2021ના રોજ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1751667)
Visitor Counter : 432