ભારતીય સ્પર્ધા પંચ
azadi ka amrit mahotsav

ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI) એ ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડમાં નિશ્ચિત હિસ્સેદારી માટે ટીએસ રાજમ રબર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ધીનરામા મોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના સંપાદન સોદાને મંજૂરી આપી

Posted On: 01 SEP 2021 12:09PM by PIB Ahmedabad

ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI) પ્રતિસ્પર્ધા અધિનિયમ, 2002 ની કલમ 31 (1) હેઠળ ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડમાં નિશ્ચિત હિસ્સેદારી માટે ટીએસ રાજમ રબર્સ પ્રાઇવેટ લિમિટેડ (હસ્તગત કરનાર 1) અને ધીનરામા મોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (હસ્તગત કરનાર 2) ના સંપાદન સોદાને મંજૂરી આપી છે.

આ પ્રસ્તાવિત વ્યવહારમાં બંને હસ્તાંતરણકર્તાઓ દ્વારા સામૂહિક રીતે કંપનીના વધારાના શેરહોલ્ડિંગના સંપાદનનો સમાવેશ થાય છે. સૂચિત વ્યવહાર CDPQ પ્રાઇવેટ ઇક્વિટી એશિયા પીટીઈ લિમિટેડ (CDPQ) પાસેથી ગૌણ ખરીદી દ્વારા કરવામાં આવશે.

હસ્તાંતરણકર્તા ટીવીએસ મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ છે, જે શ્રી ટી.એસ. રાજમ પરિવારની માલિકી અને નિયંત્રિત છે. ટીએસ રાજમ પરિવારના સભ્યો તેના પ્રમોટર્સ છે.

ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ એક અનલિસ્ટેડ જાહેર કંપની છે અને તેની પેટાકંપનીઓ સાથે ભારત અને વિદેશમાં લોજિસ્ટિક્સ/સપ્લાય ચેઇન સેવાઓ પૂરી પાડે છે.

પ્રતિસ્પર્ધા આયોગનો વિગતવાર આદેશ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1751049) Visitor Counter : 281