ખાણ મંત્રાલય

JNARDDC, ખાણ મંત્રાલય 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવણીના ભાગરૂપે હોકી લિજેન્ડ મેજર ધ્યાનચંદ પર વ્યાખ્યાનનું આયોજન કર્યું

Posted On: 30 AUG 2021 4:21PM by PIB Ahmedabad

ચાલી રહેલ “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણીના ભાગરૂપે જવાહરલાલ નેહરુ એલ્યુમિનિયમ સંશોધન વિકાસ અને ડિઝાઇન કેન્દ્ર (JNARDDC), નાગપુર, ખાણ મંત્રાલય હેઠળ એનએબીએલ માન્યતા પ્રાપ્ત લેબ અને કેન્દ્રીય સ્વાયત્ત સંશોધન સંસ્થાએ હોકીના મહાપુરુષ મેજર ધ્યાનચંદ પર રમતગમતમાં તેમના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા સંક્ષિપ્ત વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું. તેમાં નાગપુરના રમત પ્રેમીઓ અને JNARDDC ના સ્ટાફ સભ્યોએ સારી રીતે હાજરી આપી હતી. આ પછી ગત વર્ષે વિજેતા અને રનર્સ અપ વચ્ચે બેડમિન્ટન અને ટેબલ ટેનિસ એક્ઝિબિશન મેચ યોજવામાં આવી હતી, જેથી આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે રમતના મહત્વને વધુ પ્રકાશિત કરી શકાય. JNARDDC દ્વારા આપણા રોજિંદા જીવનમાં રમતના મહત્વને સ્વીકારવા માટે રાષ્ટ્રીય રમત દિવસની ખૂબ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

 

 

SD/GP/BT



(Release ID: 1750460) Visitor Counter : 271