ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે શેરડીના ખેડૂતો માટે વાજબી અને લાભદાયક કિંમત (એફઆરપી) વધારવાના મંત્રીમંડળના નિર્ણય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો


મોદી સરકારે ખેડૂતોની સમૃદ્ધિ અને તેમના કલ્યાણ માટે સમયાંતરે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે

ખેડૂતોના કલ્યાણ માટેના સંકલ્પ પર ભાર મૂકીને આજે મંત્રીમંડળ દ્વારા શેરડીના ખેડૂતો માટે શેરડીનું એફઆરપી મૂલ્ય અત્યાર સુધીનું સૌથી વધુ ક્વિન્ટલદીઠ રૂ. 290 કરવાના નિર્ણય પર હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માનું છું

ખેડૂતોને સરળતાપૂર્વક આત્મનિર્ભર બનાવવાની દિશામાં લેવાયેલા આ નિર્ણયથી ખાંડની નિકાસ અને ઇથેનોલના ઉત્પાદનમાં વધારો થશે, જેનાથી શેરડીના ખેડૂતોની આવક વધશે

મોદી સરકારનો આ કલ્યાણકારક નિર્ણય દેશમાં શેરડીના 5 કરોડ ખેડૂત પરિવારો અને એ સાથે સકળાયેલા 5 લાખ કામદારોને અભૂતપૂર્વ લાભ પ્રદાન કરશે

Posted On: 25 AUG 2021 6:15PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે શેરડીના ખેડૂતો માટે વાજબી અને લાભદાયક કિંમત (એફઆરપી) વધારવા માટે મંત્રીમંડળે લીધેલા નિર્ણય બદલ પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. શ્રી અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મોદી સરકારે ખેડૂતોની સમૃદ્ધિ અને તેમના કલ્યાણ માટે સમયેસમયે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. એ જ સંકલ્પ સાથે આજે મંત્રીમંડળે શેરડીના ખેડૂતો માટે શેરડીની એફઆરપીનું મૂલ્ય અત્યાર સુધીનો સૌથી વધુ ક્વિન્ટલ દીઠ રૂ. 290 કરવાનો નિર્ણય લીધો છે. હું આ નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માનું છું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને સરળતાપૂર્વક આત્મનિર્ભર બનાવવા માટે લેવાયેલા આ નિર્ણયથી ખાંડની નિકાસ અને ઇથેનોલના ઉત્પાદનમાં વધારો થશે, જેનાથી શેરડીના ઉત્પાદકોની આવક વધશે. મોદી સરકારના આ કલ્યાણકારક નિર્ણયથી દેશના શેરડીના 5 કરોડ ખેડૂત પરિવારો અને એમની સાથે જોડાયેલા 5 લાખ શ્રમિકોને અભૂતપૂર્વ લાભ મળશે.

એફઆરપીનો નિર્ણય કૃષિ ખર્ચ અને મૂલ્ય પંચ (સીએસીપી)ની ભલામણો તથા રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કરીને લેવાયો છે. સરકારે મંજૂર કરેલી નવી એફઆરપી ખાંડની મિલો દ્વારા ખાંડની સિઝન 2021-22 (1 ઓક્ટોબર, 2021થી શરૂઆત)માં ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી માટે લાગુ થશે. ખાંડનું ક્ષેત્ર એક મહત્વપૂર્ણ કૃષિ આધારિત ક્ષેત્ર છે, જે કૃષિ શ્રમ અને પરિવહન સહિત વિવિધ સંલગ્ન પ્રવૃત્તિઓમાં કાર્યરત લોકો ઉપરાંત શેરડીના લગભગ 5 કરોડ ખેડૂત પરિવારો અને તેમના આશ્રિતો તથા ખાંડની મિલોમાં કામ કરતાં લગભગ 5 લાખ કામદારોની આજીવિકા સાથે જોડાયેલું છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1749004) Visitor Counter : 224