નાગરિક ઉડ્ડયન મંત્રાલય
azadi ka amrit mahotsav

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગર-દિલ્હી રૂટ પર પહેલી સીધી ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 20 AUG 2021 6:07PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ ડૉ. વી. કે. સિંહે (નિવૃત્ત) નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ શ્રી પ્રદીપ ખરોલાની સાથે આજે ભાવનગર(ગુજરાત)-દિલ્હી સેક્ટર માટે સ્પાઇસજેટની પહેલી સીધી ફ્લાઇટને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી હતી. ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001LDBV.jpg

ગુજરાતના નાગરિક ઉડ્ડયન કૅબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાવનગરનાં સાંસદ અને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડૉ. ભારતીબેન ધીરુભાઇ શિયાળ, ભાવનગર (પૂર્વ)નાં ધારાસભ્ય અને મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ અને યાત્રાધામ મંત્રી  શ્રીમતી વિભાવરીબેન વિજયભાઇ દવે, ભાવનગર (ગ્રામીણ)ના ધારાસભ્ય અને મત્સ્યઉદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી અને ભાવનગર (પશ્ચિમ)ના ધારાસભ્ય શ્રી જિતેન્દ્રભાઇ સવજીભાઇ વાઘાણી ભાવનગરથી વર્ચ્યુઅલી આ ઉદ્ઘાટનમાં જોડાયાં હતાં. નવી દિલ્હીમાં રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલા સમારોહ દરમ્યાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં સંયુક્ત સચિવ શ્રીમતી ઉષા પઢી, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને  એએઆઇના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, ‘ધરોહર શહેર ભાવનગરથી દિલ્હી રૂટ પર પહેલી ડાયરેક્ટ ફ્લાઇટ ઓપરેશનને ઝંડી બતાવતા મને ગૌરવ અને માનની લાગણી થાય છે. પ્રાચીન સમયથી સમગ્ર ગુજરાતની આર્થિક પ્રવૃત્તિઓમાં આ શહેરે મહત્વની ભૂમિકા અદા કરી છે. ડાયમંડ કટિંગ, પૉલિશિંગ અને શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રી માટે આ શહેર માત્ર ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે એક મહત્વનું કેન્દ્ર છે. ભાવનગર એ ભારતનું અગ્રણી શહેર છે જ્યાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ની પ્રતીકાત્મક પહેલનું સંયોજન જોવા મળે છે. વધુમાં, વીઈકલ સ્ક્રૅપેજ નીતિથી પણ ભાવનગરના લોકોને લાભ થશે. આર્થિક પ્રવૃત્તિઓ ઉપરાંત, આ શહેર સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ નવી ફ્લાઇટ્સ ભાવનગરના વેપાર અને વાણિજ્ય ક્ષેત્રને સહાય કરવાની સાથે પ્રદેશના પર્યટન ક્ષેત્ર માટે ઉદ્દીપક તરીકે કાર્ય કરશે.’

ભાવનગરને છ નવા ફ્લાઇટ રૂટ્સ મળશે. ભાવનગરથી દિલ્હી અને ભાવનગરથી સુરતની સીધી ફ્લાઈટ્સની નોન-કનેક્ટિવિટીને કારણે લોકોએ ફ્લાઇટ પકડવા અમદાવાદ જવું પડતું હતું., હવે તેઓ આ સેક્ટર્સ પર શરૂ થયેલી સીધી વિમાની સેવાઓ પસંદ કરીને સરળતાથી મુસાફરી કરી શકે છે. ભાવનગરથી દિલ્હી અને મુંબઈની ફ્લાઇટ્સ મંગળવાર અને શનિવાર સિવાય તમામ દિવસે કાર્યરત રહેશે, 21 ઑગસ્ટ 2021થી શરૂ કરીને ભાવનગરથી સુરતની ફ્લાઇટ ગુરુવાર, શનિવાર અને રવિવારે કાર્યરત રહેશે.

ફ્લાઈટનું સમયપત્રક નીચે મુજબ છે:

 

 

ફ્લાઇટ નંબર

સેક્ટર

 

રવાના

 

આગમન

 

આવૃત્તિ

 

વિમાન

એસજી 3004

ભાવનગર-દિલ્હી

 

15:45

 

17:50

સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવાર

 

ક્યુ400

એસજી 3001

દિલ્હી-ભાવનગર

 

6:40

 

8:45

સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવાર

 

ક્યુ400

એસજી 3001

 

ભાવનગર-મુંબઈ

 

9:05

 

10:10

સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવાર

 

ક્યુ400

એસજી 3004

 

મુંબઈ-ભાવનગર

 

14:20

 

15:25

સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવાર

 

ક્યુ400

એસજી 3423

ભાવનગર-સુરત

 

14:40

 

15:25

ગુરુવાર, શનિવાર અને રવિવાર

 

ક્યુ400

એસજી 3422

સુરત-ભાવનગર

 

13:35

 

14:20

ગુરુવાર, શનિવાર અને રવિવાર

 

ક્યુ400

SD/GP/JD


(Release ID: 1747685) Visitor Counter : 345