પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

સરકાર ગોલ્ડન ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગો, પૂર્વ-પશ્ચિમ ધોરીમાર્ગ, ઉત્તર-દક્ષિણ ધોરીમાર્ગ અને મુખ્ય ખાણ ક્લસ્ટરોમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ સ્ટેશનો સ્થાપવાની પહેલ ચલાવી રહી છે

Posted On: 11 AUG 2021 2:34PM by PIB Ahmedabad

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી રામેશ્વર તેલીએ આજે રાજ્યસભાને એક લેખિત જવાબમાં માહિતી આપી હતી કે સરકાર ભારતમાં ગોલ્ડન ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, પૂર્વ-પશ્ચિમ ધોરીમાર્ગ, ઉત્તર-દક્ષિણ ધોરીમાર્ગ અને મુખ્ય ખાણ ક્લસ્ટરોમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) સ્ટેશન સ્થાપવાની પહેલ ચલાવી રહી છે. પહેલા તબક્કામાં 50 એલએનજી સ્ટેશનોની સ્થાપનાને લગતી આ પહેલ, દેશની કુલ ઉર્જા બાસ્કેટમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવા માટે પરિવહન બળતણ તરીકે એલએનજીની સ્થાપના કરવામાં મદદ કરશે અને સમાજને પર્યાવરણીય લાભો પણ આપશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1744789) Visitor Counter : 356