સંરક્ષણ મંત્રાલય

બીઆરઓએ આઝાદીના 75 વર્ષ નિમિત્તે ઉજવણીની શરૂઆત કરી

Posted On: 09 AUG 2021 11:37AM by PIB Ahmedabad

મુખ્ય અંશો:

  • ઉત્તરાખંડ અને સિક્કિમમાં વીરતા પુરસ્કાર વિજેતાઓ અને યુદ્ધ નાયકોનું સન્માન કરવામાં આવ્યું
  • ઉજવણીના ભાગરૂપે દેશભરમાં મેડિકલ કેમ્પ, પ્લાન્ટેશન ડ્રાઇવ્સ અને શાળા સંવાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે
  • સ્વતંત્રતા દિવસે ભારતના 75 સર્વોચ્ચ જગ્યાઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે

સીમા સડક સંગઠન (BRO) એ ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીની શરૂઆત  કરી. આ મહત્ત્વપૂર્ણ પ્રસંગ નિમિત્તે બીઆરઓ દેશભરમાં કલ્યાણ અને દેશભક્તિની પ્રવૃત્તિઓ/કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે જેમાં 75 મેડિકલ કેમ્પ, 75 સ્થળોએ વૃક્ષારોપણ અને 75 શાળા સંવાદોનો સમાવેશ થાય છે જેથી બાળકોને ક્રિયાપ્રતિક્રિયાઓ અને પ્રવચનો દ્વારા પ્રેરિત કરી શકાય. મુખ્ય કાર્યક્રમ ભારતના 75 સર્વોચ્ચ જગ્યાઓ પર સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો રહેશે.

07 ઓગસ્ટ, 2021ના રોજ બીઆરઓએ ઉત્તરાખંડના પીપલકોટી અને પિથોરાગઢ અને સિક્કિમમાં ચાંદમારી ખાતે વીરતા પુરસ્કાર વિજેતાઓ અને યુદ્ધ નાયકોને સન્માનિત કર્યા. પિથોરાગઢ ખાતે બીઆરઓના પ્રોજેક્ટ હિરક દ્વારા આયોજિત સમારોહમાં શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાઓના પરિવારજનો -ઇઇએમ પ્રેમ સિંહ, નાયક ચંદ્ર સિંહ, ડ્રાઇવર રામ સિંહ અને ડીએમઇ દમાર બહાદુરને સન્માનના ટોકન એનાયત કરવામાં આવ્યા હતા. પીપલકોટી ખાતે એક અલગ સમારોહમાં બીઆરઓના પ્રોજેક્ટ શિવાલિકે મેજર પ્રીતમ સિંહ કુંવરના પરિવારજનોને કીર્તિ ચક્ર, લાન્સ નાયક રઘુબીર સિંહના પરિવારજનોને શૌર્ય ચક્ર (મરણોત્તર) અને નાયબ સુબેદાર સુરેન્દ્ર સિંહના સગાને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001GTF6.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VBBR.png

સિક્કિમના ચાંદમારી ખાતે બીઆરઓના પ્રોજેક્ટ સ્વસ્તિક દ્વારા આયોજિત સન્માન સમારોહમાં સિક્કિમ સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી કર્મ લોદય ભૂટિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સિક્કિમના ત્રણ શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાઓ - સુબેદાર માનદ કેપ્ટન કિશોર રાય, નાયક ધન બહાદુર છેત્રી અને પેરા જવાનો સોનમ શેરીંગ તમાંગને સન્માનિત કાર્ય. ઓનલાઈન વીરતા પુરસ્કાર પોર્ટલ પર પોતાની નોંધણી કરનારા રાજ્યના સ્થાનિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0032YAU.png

તમામ કાર્યક્રમોમાં રાજ્યની મુખ્ય હસ્તીઓ હાજર રહી હતી અને તેમાં પ્રેરક વાતો અને યુદ્ધના વીરોની બહાદુરીની વાર્તાઓનો સમાવેશ થતો હતો.

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1743958) Visitor Counter : 406