પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ધોરણ 12ના વિદ્યાર્થીઓને સીબીએસઈની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 30 JUL 2021 4:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીબીએસઈની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરવા બદલ 12મા ધોરણના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમને યુવા મિત્રો તરીકે સંબોધતા તેમણે તેમને ઉજ્જવળ, સુખી અને સ્વસ્થ ભવિષ્યની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

શ્રેણીબદ્ધ ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; "મારા યુવાન મિત્રોને અભિનંદન જેણે તેમની 12મા ધોરણની સીબીએસઈ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. તેજસ્વી, સુખી અને સ્વસ્થ ભાવિની શુભકામનાઓ.

જેમને લાગે છે કે તેઓ વધુ મહેનત કરી શકે છે અથવા વધુ સારું પ્રદર્શન કરી શકે છે, હું કહેવા માંગુ છું - તમારા અનુભવમાંથી શીખો અને તમારું માથું ઉંચું રાખો. એક તેજસ્વી અને તકથી ભરેલું ભાવિ તમારી રાહ જુએ છે, તમારી દરેક પ્રતિભા એક પાવરહાઉસ છે. મારી શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે છે.

આ વર્ષે 12માં ધોરણની બોર્ડ માટે ઉપસ્થિત થયેલ બેચે અભૂતપૂર્વ સંજોગો દેખાવ કરી બતાવ્યો.

ગત એક વર્ષમાં શિક્ષણ જગતમાં ઘણાં પરિવર્તનો જોવા મળ્યા. તો પણ, તેમણે પરિસ્થિતને અનુકૂળ અને પોતાનું શ્રેષ્ઠ આપ્યું. તેમના પર ગર્વ છે! "

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1740718) Visitor Counter : 224