સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

“મન કી બાત ” માં પ્રધાનમંત્રીની હાકલ બાદ ખાદીના વેચાણમાં અનેકગણો વધારો

Posted On: 25 JUL 2021 4:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખાદીને પ્રમોટ કરવા માટે વારંવાર કરેલી અપીલને કારણે 2014 બાદ ભારતભરમાં ખાદીના વેચાણમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર 2016 બાદ નવી દિલ્હીના કોનોટ પ્લેસ ખાતે ભારતમાં ખાદીના પ્રમુખ આઉટલેટમાં અલગ અલગ 11 વખત એક દિવસમાં ખાદીના વેચાણનો આંક એક કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. રવિવારે 25મી જુલાઈએ પ્રસારિત થયેલા પ્રધાનમંત્રીના રેડિયો કાર્યક્રમમન કી બાતમાં ખાદીના વેચાણના વિક્રમી દેખાવ અંગે ખાસ નોંધ લેવામાં આવી હતી.

આથી પણ વધુ નોંધપાત્ર બાબત છે કે ઓક્ટોબરથી નવેમ્બર 2020ના ગાળામાં આર્થિક મંદી અને કોરોનાની મહામારીની દહેશત વચ્ચે ખાદીના વેચાણનો આંક એક દિવસમાં  એક કરોડ રૂપિયાને પાર કરી ગયો હોય તેમ ચાર વખત બન્યું છે. અગાઉ 2018માં પણ કોનોટ પ્લેસના આઉટલેટ ખાતે ચાર વખત એક દિવસમાં એક કરોડ રૂપિયાથી વધુ ખાદીનું વેચાણ થયું હતું. 2019ની બીજી ઓક્ટોબરે ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશને (KVIC) કોનોટ પ્લેસ આઉટલેટ ખાતે 1.27 કરોડ રૂપિયાના વેચાણનો આંક નોંધ્યો હતો જે એક દિવસમાં સૌથી વધુ ખાદીના વેચાણનો વિક્રમ છે અને આજે પણ રેકોર્ડ અકબંધ છે.

સૌપ્રથમ વખત 22મી ઓક્ટોબર 2016ના રોજ કોનોટ પ્લેસ ખાતે ખાદીના વેચાણનો આંક એક કરોડ રૂપિયાને પાર કરીને 1.16 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો.. અગાઉ એક દિવસમાં સૌથી વધુ ખાદીના વેચાણનો આંક 66.81 લાખ રૂપિયા હતો જે 2014ની ચોથી ઓક્ટોબરે નોંધાયો હતો. પ્રધાનમંત્રીએમન કી બાતદ્વારા તેમનું પ્રથમ સંબોધન કર્યું તેના બીજા દિવસે ચોથી ઓક્ટોબરે આંક નોંધાયો હતો. રેડિયો કાર્યક્રમના તેમના પહેલા એપિસોડમાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને કમસે કમ ખાદીની એક ચીજ ખરીદવાની અપીલ કરી હતી કેમ કે તેનાથી ગરીબ કલાકારો અને મજૂરોને તેમના ઘરે દિવાાળીના દિપ પ્રગટાવવામાં મદદ મળશે.

KVICના ચેરમેન શ્રી વિનય કુમાર સક્સેનાએ ખાદીના વેચાણમાં થઈ રહેલા વધારાને પ્રધાનમંત્રી દ્વારા ખાદીને પ્રમોટ કરવા માટે સતત થઈ રહેલી અપીલને આભારી ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રીની અપીલને કારણે સંખ્યાબંધ લોકો અને ખાસ કરીને યુવાનો ખાદીની ખરીદી તરફ આકર્ષાયા છે. “સ્વદેશીઅંગેની જાગૃતિને કારણે લાખો ગ્રામોદ્યોગને કોરોનાની મહામારીના કપરા સમયમાં પણ સમૃદ્ધ થવામાં મદદ મળી છે.

 

ઉલ્લેખ કરવો જરૂરી છે કે કોવીડ19ની મહામારીની કારમી અસર છતાં 2020-21માં KVIC તેનું અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક ટર્ન ઓવર હાંસલ કર્યું છે જે આંક 95,741.74 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે જે આંક 2019-20માં 88,887 કરોડ રૂપિયા હતો. આમ એક વર્ષમાં તેમાં 7.71%નો વધારો નોંધાયો છે.


ખાદીમાં એક દિવસના જંગી વેચાણના આંક

 

· ઓક્ટોબર 4, 2014 – રૂ. 66.81 લાખ

· ઓક્ટોબર 2, 2015 – રૂ. 91.42 લાખ 

· ઓક્ટોબર 22, 2016 – રૂ. 116.13 લાખ

· ઓક્ટોબર 17, 2017 – રૂ. 117.08 લાખ

· ઓક્ટોબર 2, 2018 – રૂ. 105.94 લાખ

· ઓક્ટોબર 13, 2018 – રૂ. 125.25 લાખ
· ઓક્ટોબર 17, 2018 – રૂ. 102.72 લાખ

· ઓક્ટોબર 20, 2018 – રૂ. 102.14 લાખ

· ઓક્ટોબર 2, 2019 – રૂ. 127.57 લાખ

· ઓક્ટોબર 2, 2020 – રૂ. 102.24 લાખ

· ઓક્ટોબર 24, 2020 – રૂ. 105.62 લાખ

· ઓક્ટોબર 7, 2020 – રૂ. 106.18 લાખ
· ઓક્ટોબર 13, 2020 – રૂ. 111.40 લાખ

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1738843) Visitor Counter : 283