ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

યુવા ભારતીય લેખકો અને સર્જકોને કેળવવા MyGov યોજે છે ઓનલાઇન સ્પર્ધા


આ પહેલને ભારતીય યુવાઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે; 19 જુલાઇ 2021 સુધીમાં આશરે 5000 જેટલી પુસ્તક દરખાસ્તો મળી

અરજીઓ 31 જુલાઇ 2021 સુધી કરી શકાય છે

nbtindia.gov.in અને MyGov.in દ્વારા યોજાતી અખિલ ભારત હરીફાઇ મારફત 75 લેખકોની પસંદગી કરાશે

સંરક્ષક યોજના હેઠળ પ્રત્યેક લેખકને દર મહિને છ મહિના માટે રૂ. 50000 એકત્રિત શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે

Posted On: 20 JUL 2021 6:15PM by PIB Ahmedabad

યુવા બુદ્ધિ શક્તિને સમર્થ કરવા અને ભારતમાં ભાવિ નેતૃત્વની ભૂમિકાઓ માટે યુવા વિદ્યાર્થીઓને કેળવણી આપી શકે એવું શીખવાનું વાતાવરણ સર્જવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળ MyGov પ્લેટફોર્મ શિક્ષણ મંત્રાલયના નેશનલ બુક ટ્રસ્ટ(એનબીટી) સાથે સહયોગ કરીને યુવા લેખકો માટે પ્રધાનમંત્રીની માર્ગદર્શક યોજના હેઠળ એક ઓનલાઇન હરીફાઇ યોજી રહ્યું છે જેમાં વિશ્વભરના યુવા અને આકાંક્ષી ભારતીય લેખકોને ભાગ લેવાનો અનુરોધ છે. ચોથી જુલાઇ, 2021ના રોજ શરૂ થયેલી ઓનલાઇન સ્પર્ધા 31 જુલાઇ, 2021 સુધી ખુલ્લી છે.

યુવા લેખકો માટેની પ્રધાનમંત્રીની સંરક્ષક યોજનામાં દેશના યુવાઓને ખાસ્સો રસ જાગ્યો છે. યોજનાનો હિસ્સો બનવા માટે ઘણાં આકાંક્ષી અને નવોદિત લેખકો એમની કૃતિઓ રજૂ કરવા માટે અને સરકારની અજોડ પહેલમાંથી લાભ મેળવવા માટે  આગળ આવ્યા છે.

nbtindia.gov.in અને MyGov.in મારફત યોજાઇ રહેલી અખિલ ભારતીય હરીફાઇ દ્વારા કૂલ 75 લેખકોની પસંદગી કરવામાં આવશે. અરજીઓ 31મી જુલાઇ સુધી રજૂ કરી શકાય છે અને વિજેતાઓની જાહેરાત 15મી ઑગસ્ટ, 2021ના રોજ થશે. 19 જુલાઇ 2021 સુધીમાં આશરે 5000 જેટલી પુસ્તકોની દરખાસ્ત મળી ચૂકી છે.

શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગે 29મી મે 2021ના રોજ દેશમાં વાંચન, લેખન અને પુસ્તક સંસ્કૃતિને ઉત્તેજન આપવા અને વૈશ્વિક રીતે ભારત અને ભારતીય લખાણોને રજૂ કરવા, યુવા અને નવોદિત લેખકોને (30 વર્ષથી નીચેની વયના) તાલીમ આપવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રીની સંરક્ષક યુવા યોજના શરૂ કરી હતી.

અપ્રસિદ્ધ નાયકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, અજાણ્યા અને ભૂલાઇ ગયેલા સ્થળો અને રાષ્ટ્રીય ચળવળમાં એની ભૂમિકા જેવા વિષયો અને અન્ય સંબંધી વિષયો જેવા વિષયો પર નવીન અને સર્જનાત્મક રીતે લેખકોની યુવા પેઢીની કલ્પનાશક્તિને આગળ લાવવા  યંગ, અપકમિંગ અને વર્સટાઇલ ઑથર્સ (યુવા) India@75 Project (આઝાદીનો અમૃત મહોત્સવ)નો ભાગ છે. યોજના રીતે એવા લેખકોનો પ્રવાહ વિક્સાવવામાં મદદ કરશે જે ભારતીય વારસા, સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલિને ઉત્તેજન આપવા વિષયોના વર્ણપટ પર લખી શકે.

શિક્ષણ મંત્રાલય હેઠળ નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા અમલીકરણ સંસ્થા તરીકે સંરક્ષણના સુ-વ્યાખ્યાયિત તબક્કાઓ હેઠળ યોજનાના તબક્કાવાર અમલીકરણને સુનિશ્ચિત કરશે. યોજના હેઠળ તૈયાર કરાયેલાં પુસ્તકો નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા દ્વારા પ્રકાશિત થશે અને સાંસ્કૃતિક અને સાહિત્યિક આપલેને સુનિશ્ચિત કરવા માટે તેને અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદિત પણ કરાશે અને રીતેએક ભારત, શ્રેષ્ઠ ભારતને ઉત્તેજન અપાશે. પસંદ કરાયેલા યુવા લેખકોને કેટલાંક શ્રેષ્ઠ અને જાણીતા લેખકો સાથે સંવાદ કરવાની, સાહિત્ય ઉત્સવો ઇત્યાદિમાં ભાગ લેવાની તક સાંપડશે.

 

 

 

યુવા (યંગ, અપકમિંગ એન્ડ વર્સટાઇલ ઑથર્સ)ના મુખ્ય મુદ્દાઓ

 

ક્રમ

મુખ્ય મુદ્દા

1.

અખિલ ભારત સ્પર્ધા દ્વારા કુલ 75 લેખકોની પસંદગી કરવામાં આવશે

2.

એનઆઇટી દ્વારા રચાનારી એક સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવશે

3.

હરીફાઇ ચોથી જૂનથી 31મી જુલાઈ 2021 સુધી ચાલશે

4.

સ્પર્ધકોને સંરક્ષક યોજના હેઠળ યોગ્ય પુસ્તક તરીકે વિક્સાવી શકાય એની અનુકૂળતા નક્કી કરવા માટે 5000 શબ્દોની હસ્તલિખિત પ્રત રજૂ કરવા કહેવાશે.

 

5.

પસંદગી પામેલાં લેખકોનાં નામ 15મી ઑગસ્ટ, 2021ના રોજ જાહેર કરવામાં આવશે

6.

સંરક્ષણના આધારે, પસંદગી પામેલા લેખકો નિયુક્ત માર્ગદર્શકોના માર્ગદર્શન હેઠળ આખરી પસંદગી માટે હસ્તલિખિત પ્રતો તૈયાર કરશે

7.

વિજેતાઓની કૃતિઓ 15મી ડિસેમ્બર 2021 સુધીમાં પ્રકાશન માટે તૈયાર કરાશે

8.

પ્રકાશિત પુસ્તકો યુવા દિવસ અથવા રાષ્ટ્રીય યુવા દિવસે 12મી જાન્યુઆરી 2022ના રોજ બહાર પડાઈ શકે

9.

હરીફાઇ ભારતના નાગરિકો જેઓ પહેલી જૂન 2021ના મુજબ 30 વર્ષથી નીચેની વયના છે એમના માટે ખુલ્લી છે. ભારતની બહાર રહેતા ભારતીય નાગરિકો જેઓ પીઆઇઓ કાર્ડ ધરાવતા હોય (પર્સન ઑફ ઈન્ડિયન ઑરિજિન) કે ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઇ (બિનનિવાસી ભારતીય) પણ હરીફાઇમાં ભાગ લઈ શકે છે

 

10.

લેખક દીઠ દર મહિને રૂ. 50000ની એકત્રિત શિષ્યવૃત્તિ મહિનાના ગાળા માટે સંરક્ષક યોજના હેઠળ ચૂકવવામાં આવશે

 

હરીફાઇ સમાપ્ત થવાને જૂજ દિવસો બાકી છે ત્યારે આંકાક્ષીઓ ભાગ કેવી રીતે લેવો, કૃતિઓ કેમ રજૂ કરવી, વારંવાર પૂછાતા સવાલો  ઇત્યાદિ વધુ વિગતો માટે https://innovateindia.mygov.in/yuva/ અથવા તો https://t.co/eq86MucRVHની મુલાકાત લઈ શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1737362) Visitor Counter : 288