માહિતી અને પ્રસારણ મંત્રાલય

આઈઆઈએફઆઈની 52મી આવૃતિ માટે પ્રવેશપત્રો આવકારે છે ઈન્ડીયન પેનોરમા

Posted On: 18 JUL 2021 12:49PM by PIB Ahmedabad

52મા ઈન્ટરનેશનલ ફેસ્ટીવલ ઓફ ઈન્ડીયા (IIFI)એ ઈન્ડીયન પેનોરમા, 2021 માટે પ્રવેશપત્રો મંગાવવાની જાહેરાત કરી છે. ઈન્ડીયન પેનોરમા એ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડીયાનુ ફલેગશિપ ઘટક છે,જેના નેજા હેઠળ ઉત્તમ ભારતીય સમકાલીન ફિલ્મોની ફિલ્મ કલાના પ્રોત્સાહન માટે પસંદગી કરવામાં આવે છે. આઈઆઈએફઆઈની 52મી આવૃતિ તા. 20 થી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાશે.

ઓનલાઈન અરજીઓ સુપરત કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ, 2021 છે, અને ઓનલાઈન સુપરત કરાયેલી અરજીની હાર્ડ કૉપી અન્ય જરૂરી દસ્તાવેજો સાથે સ્વીકારવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ, 2021 છે. 2021 ફિલ્મ પેનોરમા માટે ફિલ્મ રજૂ કરવા માટે કેટલીક માર્ગરેખાઓ નક્કી કરવામાં આવી છે. રજૂ કરવામાં આવેલી ફિલ્મની સીબીએફસી અથવા તો નિર્માણ પૂર્ણ કર્યાની તારીખ ફેસ્ટીવલ અગાઉના 12 માસ દરમિયાનની એટલે કે તા. 1 ઓગસ્ટ 2020 થી 31 જુલાઈ 2021 સુધીની હોવી હોવી જોઈએ. સીબીએફસી  તરફથી સર્ટિફાય કરવામાં આવી ના હોય પણ અને આ ગાળા દરમિયાન નિર્માણ થયુ હોય તેવી ફિલ્મો પણ રજૂ કરી શકાશે. દરેક ફિલ્મમાં અંગ્રેજી સબટાઈટલ્સ હોવાં ફરજીયાત રહેશે.

ઈન્ડીયન પેનોરમાની શરૂઆત ભારતીય ફિલ્મોના માધ્યમથી ભારતીય ફિલ્મો અને તેના સમૃધ્ધ વારસાની  સંસ્કૃતિના પ્રોત્સાહન માટે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડીયાના હિસ્સા તરીકે વર્ષ 1978માં કરવામાં આવી હતી. ત્યારથી જ ઈન્ડીયન પેનોરમા હંમેશાં વર્ષની શ્રેષ્ઠ ફિલ્મો રજૂ કરવા માટે સમર્પિત રહે છે.

ડિરેકટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટીવલ્સ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર  દ્વારા આયોજીત ઈન્ડીયન પેનોરમાનો ઉદ્દેશ ફિલ્મ કલાને પ્રોત્સાહન માટે સિનેમેટિક, થિમેટીક અને એસ્થેટીક (સોંદર્યલક્ષી) ઉત્કૃષ્ટ ફિલ્મોનું નોન-પ્રોફીટ સ્ક્રીનીંગ ભારત અને વિદેશમાં કરવાનો છે. દ્વિપક્ષીય સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ હેઠળ ઈન્ડીયન ફિલ્મ સપ્તાહ અને સાંસ્કૃતિક વિનિમય સિવાય પણ સ્પેશ્યાલાઈઝડ ફિલ્મ ફેસ્ટીવલ્સ પ્રોટોકોલ મુજબ તથા ભારતમાં ઈન્ડીયન પેનોરમા ફેસ્ટીવલ્સ યોજવામાં આવે છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1736578) Visitor Counter : 341