આયુષ
આયુર્વેદની અધ્યાપન અને સંશોધન સંસ્થા (આઈટીઆરએ) અને ગુજરાત સરકાર વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા
Posted On:
16 JUL 2021 11:03AM by PIB Ahmedabad
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને આયુષ વૈદ્ય મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાની ઉપસ્થિતિમાં જામનગર સ્થિત આયુષ મંત્રાલય હેઠળની આયુર્વેદની અધ્યાપન અને સંશોધન સંસ્થા (આઈટીઆરએ) વચ્ચે 15 જૂલાઇ, 2021ના રોજ એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ સમજૂતી કરાર દ્વારા જામનગરના આયુર્વેદ કેમ્પસમાં કાર્યરત તમામ સંસ્થાઓને આઇટીઆરએની છત્ર હેઠળ લાવવામાં આવી છે, જે આયુષ મંત્રાલય હેઠળની એકમાત્ર સંસ્થા છે જેને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા (આઈએનઆઈ) નો દરજ્જો આપવામાં આવ્યો છે. શ્રી નીતિનભાઇએ સમજૂતી કરારના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે આનાથી આયુર્વેદની તમામ શાખાઓમાં શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવાનો માર્ગ મોકળો થશે.
આઇટીઆરએના ડાયરેક્ટર પ્રો. ડૉ. અનુપ ઠાકર અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર (સ્વતંત્ર પ્રભાર) શ્રી એચ.પી. ઝાલા વચ્ચે સમજૂતી કરારનો વિનિમય થયો હતો.
નાયબ મુખ્યમંત્રીએ હસ્તાક્ષર સમારોહના પ્રસંગે જણાવ્યું હતું કે "આ વ્યવસ્થાના પરિણામ રૂપે શિક્ષણ, સંશોધન અને ચિકિત્સા ક્ષેત્રે નવા દરવાજા ખુલશે." આશા છે કે આયુર્વેદના ક્ષેત્રમાં નવી શિક્ષણ, તબીબી અને સંશોધન પદ્ધતિઓ તૈયાર કરવી વધુ સરળ બનશે અને આયુર્વેદ શિક્ષણ અને સંશોધનના એકંદર અવકાશમાં વિસ્તરણ કરીને અધ્યયન-સંશોધન પ્રક્રિયા વધુ તીવ્ર કરવામાં આવશે.
આ સભાને સંબોધિત કરતાં વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે આયુર્વેદના ક્ષેત્રમાં નવી શિક્ષણ, તબીબી અને સંશોધન પદ્ધતિઓ તૈયાર કરવાનું વધુ સરળ બનશે. તેમણે કહ્યું કે અભ્યાસ અને સંશોધન પ્રક્રિયાને વધુ ઉંડાણપૂર્વક બનાવી શકાય છે અને આઇટીઆરએ એ આયુર્વેદ શિક્ષણ અને દેશભરની સંશોધન સંસ્થાઓને ફરીથી આકાર આપવા માટે અનુકરણીય સંસ્થા હશે.
SD/GP/BT
(Release ID: 1736085)
Visitor Counter : 368