ભારતીય સ્પર્ધા પંચ

મંત્રીમંડળે ભારતીય સ્પર્ધાત્મકતા પંચ (સીસીઆઈ) અને જાપાન ફેર ટ્રેડ કમિશન (જેએફટીસી) વચ્ચે થયેલા સહકારના કરાર (એમઓસી)ને મંજૂરી આપી

Posted On: 08 JUL 2021 7:34PM by PIB Ahmedabad

આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારતીય સ્પર્ધાત્મક પંચ (સીસીઆઈ) અને જાપાન ફેર ટ્રેડ કમિશન (જેએફટીસી) વચ્ચે થયેલા સમજૂતીના કરાર (એમઓસી)ને મંજૂરી આપવામાં આવી હતી, જેનો આશય સ્પર્ધાત્મકતા સાથે સંબંધિત કાયદા અને નીતિગત બાબતોમાં સહકારના પ્રોત્સાહન આપવાનો અને એને વધુ ગાઢ બનાવવાનો છે.

અસર:

આ મંજૂર થયેલા એમઓસી માહિતીના આદાનપ્રદાન દ્વારા સીસીઆઈને જાપાનમાં એની સહભાગી સ્પર્ધાત્મક સંસ્થાના અનુભવો અને બોધપાઠોમાંથી નવી બાબતો શીખવા સક્ષમ બનાવશે. વળી આ એમઓસી સીસીઆઈ દ્વારા સ્પર્ધાત્મકતા કાયદા, 2002ને અસરકારક રીતે લાગુ કરવા મદદરૂપ થશે. સરવાળે ઉપભોક્તાઓને લાભ થશે તથા સર્વસમાવેશકતા વધશે અને સમાનતાને પ્રોત્સાહન મળશે.

વિગતઃ

આ એમઓસી માહિતીના આદાનપ્રદાન દ્વારા તેમજ ટેકનિકલ સહકાર, અનુભવોની વહેંચણી અને સહકારના અમલીકરણના ક્ષેત્રમાં વિવિધ ક્ષમતાનિર્માણની પહેલો દ્વારા સ્પર્ધાત્મકતા સાથે સંબંધિત કાયદા અને નીતિગત બાબતોના સંબંધમાં સહકારને પ્રોત્સાહન આપશે અને એને વધારે ગાઢ બનાવશે.

પૃષ્ઠભૂમિ:

સ્પર્ધાત્મકતા કાયદા, 2002ની કલમ 18 સીસીઆઈને એની ફરજો અદા કરવા કે કાયદા અંતર્ગત એની કામગીરી કરવા કોઈ પણ વિદેશી સંસ્થા સાથે કોઈ પણ કરાર કે વ્યવસ્થા કરવાની મંજૂરી આપે છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1733970) Visitor Counter : 240