નાણા મંત્રાલય
જૂન 2021 માટે જીએસટી રેવન્યુ કલેક્શન
જૂન, 2021 માં રૂ. 92,849 કરોડની આવક જીએસટી આવક તરીકે થઈ
Posted On:
06 JUL 2021 2:46PM by PIB Ahmedabad
જૂન 2021માં રૂ. 92,849 કરોડ એકંદર જીએસટી આવક તરીકે એકત્રિત કરવામાં આવી છે, જેમાંથી સીજીએસટી રૂ. 16,424 કરોડ, એસજીએસટી રૂ 20,397 કરોડ અને આઈજીએસટી રૂપિયા 49,079 કરોડ છે (માલની આયાત પર 25,762 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે) રૂ. 6,949 કરોડ સેસ (માલની આયાત પર 809 કરોડ રૂપિયાની રકમ સહિત) નો સમાવેશ થાય છે. ઉપરોક્ત આંકડામાં 5 જૂનથી 5 જુલાઇ, 2021 સુધીના સ્થાનિક વ્યવહારો દ્વારા મળેલ જીએસટીની રકમ શામેલ છે કારણ કે કરદાતાઓએ કોવિડ રોગચાળાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને મે -2021 માટે રિટર્ન ફાઇલ કરવામાં 15 દિવસ વિલંબથી ભરવા પર વ્યાજમાં છુટ/વ્યાજના સ્વરૂપમાં વિવિધ રાહતના ઉપાયો આપવામાં આવ્યા હતા.
આ મહિના દરમિયાન સરકારે નિયમિત પતાવટ તરીકે આઈજીએસટીમાંથી રૂ. 19,286 કરોડ સીજીએસટી અને રૂ. 16,939 કરોડ એસજીએસટીની પતાવટ કરી છે.
ગત વર્ષના સમાન મહિનામાં જીએસટી આવક સંગ્રહ કરતા જૂન 2021નો આવક સંગ્રહ 2 ટકા વધુ છે.
સતત આઠ મહિના સુધી 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું જીએસટી કલેક્શન કર્યા પછી, જૂન 2021માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડની નીચે આવી ગયું છે. જૂન, 2021 માં જીએસટી કલેક્શન મે 2021 દરમિયાન કરવામાં આવેલા વ્યવસાયિક વ્યવહારો સાથે સંબંધિત છે. મે 2021 દરમિયાન, કોવિડને કારણે મોટાભાગનાં રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો સંપૂર્ણ અથવા આંશિક બંધ હેઠળ હતા. મે 2021 મહિનાના ઇ-વે બિલ ડેટા બતાવે છે કે એપ્રિલ 2021ના મહિનામાં 5.88 કરોડની તુલનામાં મહિના દરમિયાન 3.99 કરોડ ઇ-વે બિલ બનાવવામાં આવ્યા હતા, જે ૩૦% કરતા પણ વધુ ઓછા છે.
જો કે, કોવિડના કેસની સંખ્યામાં ઘટાડો અને લોકડાઉન હળવું થતાં, જૂન 2021 દરમિયાન જનરેટ થયેલ ઇ-વે બીલો 5.5 કરોડ છે, જે વેપાર અને વ્યવસાયના પુનરુત્થાનનો સંકેત આપે છે. એપ્રિલ 2021ના પહેલા બે અઠવાડિયામાં ઇ-વે બિલ જનરેશનની દૈનિક સરેરાશ 20 લાખ હતી, જે એપ્રિલ 2021ના છેલ્લા અઠવાડિયામાં ઘટીને 16 લાખ અને 9થી 22 મે વચ્ચેના બે અઠવાડિયા દરમિયાન 12 લાખ થઈ ગઈ છે. ત્યારબાદ, સરેરાશ ઇ-વે બિલ જનરેશન વધી રહ્યું છે અને 20 જૂનથી શરૂ થતા સપ્તાહમાં ફરી 20 લાખની સપાટીએ પહોંચી ગયું છે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યારે જૂન મહિના દરમિયાન જીએસટીની આવકમાં ઘટાડો થયો છે, ત્યારે જીએસટીની આવકમાં જુલાઈ 2021થી ફરીથી વધારો જોવા મળશે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1733113)
Visitor Counter : 330