રસાયણ અને ખાતર મંત્રાલય

શ્રી મનસુખ માંડવીયાએ બસ્તી ખાતે એફએસીટી દ્વારા પૂરા પાડવામાં આવેલ પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 01 JUL 2021 3:14PM by PIB Ahmedabad

કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવીયાએ આજે ઉત્તરપ્રદેશના બસ્તી, ઓપેક કૈલી હોસ્પિટલમાં ધ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ટ્રાવણકોર લિમિટેડ (એફસીટી) દ્વારા સ્થાપિત પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું.

C10A7014.JPG

 

આ પ્રસંગે શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, કોવિડ રોગચાળાના પડકારજનક સમયથી આપણાં આરોગ્ય અને તબીબી માળખાં પર પુનર્વિચાર અને પુનર્વિકાસ કરવાની તથા ઉત્પાદન ક્ષમતા વધારવા અને સ્થાનિક સપ્લાય નેટવર્ક વિકસિત કરવાની તક મળી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારે રોગચાળા સામે લડવા માટે તમામ સંભવિત પગલા લીધા છે અને  તે દેશના લોકોના સ્વાસ્થ્ય અને સલામતીની ખાતરી માટે પ્રતિબદ્ધ છે.

મંત્રીએ માહિતી આપી કે 500 લિટર પ્રતિ મિનિટ (એલપીએમ) ક્ષમતાવાળા પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (પીએસએ) ઓક્સિજન પ્લાન્ટ એફએસીટીનો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી (સીએસઆર) પ્રોજેક્ટ ખાતર વિભાગ હેઠળ ખાતર પીએસયુ તરીકે સ્થાપવામાં આવ્યો છે, તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, તબીબી ઓક્સિજન માંગને પહોંચી વળવા માટે વિવિધ હોસ્પિટલોને એફએસીટી દ્વારા આદેશવામાં આવેલા 5 પીએસએ ઓક્સિજન પ્લાન્ટમાંનો આ એક છે અને અન્ય ચાર પ્લાન્ટ્સ કેરળની વિવિધ સરકારી હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવશે.

વર્ચુઅલ ફંક્શનમાં બસ્તીના સાંસદ શ્રી હરીશ દ્વિવેદી, બસ્તી સદરના ધારાસભ્ય, શ્રી દયારામ ચૌધરી, સીએમડી, એફએસીટી શ્રી કિશોર રુંગટા, બસ્તી જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1731941) Visitor Counter : 261