મંત્રીમંડળ

આરોગ્ય સંશોધનના ક્ષેત્રમાં ભારત અને નેપાળ વચ્ચેના એમઓયુ ને કેબેનિટની મંજૂરી

Posted On: 30 JUN 2021 4:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અઘ્યક્ષ સ્થાન હેઠળ કેન્દ્રીય કેબિનેટને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને નેપાળ હેલ્થ રિસર્ચ કાઉન્સિલ (એનએચઆરસી), નેપાળ વચ્ચે 17મી નવેમ્બર 2020 અને 4 જાન્યુઆરી 2021ના રોજ થયેલા સમજૂતિ કરાર (MoU) અંગે માહિતગાર કરવામાં આવી હતી અને કેબિનેટે સમજૂતીને મંજૂરી આપી હતી.

સમજૂતી કરારનો મૂળ હેતુ સહિયારા હિતની સંયુક્ત રિસર્ચ પ્રવૃત્તિ પર પરસ્પર સહકાર સાધવાનો છે. મુદ્દાઓમાં ભારત-નેપાળના આરોગ્ય મુદ્દાઓ, આયુર્વેદ/પરંપરાગત મેડિસીન, ઔષધિઓના પ્લાન્ટ. આબોહવા પરિવર્તન અને આરોગ્ય, અસાધ્ય રોગો, માનસિક સ્વાસ્થ્ય, વસતિ આધારિત કેન્સર રજિસ્ટ્રીઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) રોગો (જેવા કે ડેંગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, જેઇ વગેરે), ઇન્ફ્લ્યુએન્ઝા, ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી, હેલ્થ રિસર્ચ એથિક્સ, જ્ઞાનની આપલે દ્વારા ક્ષમતા વિકાસ, સ્કીલ ટુલ્સ જેવી બાબતોનો સમાવેશ થતો હતો. ઉપરાંત વિવિધ ટુલ્સના અમલીકરણ, માર્ગદર્શિકાઓ, પ્રોટોકોલ અને આરોગ્ય સંશોધન સંબંધિત વિવિધ પ્રક્રિયામાં પરસ્પર સહકારનો પણ સમાવેશ થાય છે.

સમજૂતી અંદર મંજૂર થયેલા પોતાના દેશમાં થનારા સંશોધન માટે પ્રત્યેક પક્ષ ફંડ આપશે અથવા ત્રીજા પક્ષ પાસેથી ફંડ માટે સંયુક્તપણે અરજી કરશે. મંજૂર થયેલા સહયોગી પ્રોજેક્ટ હેઠળ વૈજ્ઞાનિકોના આપ-લે માટે મોકલનાર દેશ જે તે વૈજ્ઞાનિકના પ્રવાસનો ખર્ચ ભોગવશે જ્યારે જે દેશમાં તે પહોંચશે ત્યાં તે વૈજ્ઞાનિકના રહેવાનો તથા અન્ય ખર્ચ જે તે દેશ ભોગવશે. જે તે સમયે જે ફંડ ઉપલબ્ધ હશે તેના આધારે વર્કશોપ, બેઠકો તથા રિસર્ચ પ્રોજેક્ટના ફંડ અંગે નિર્ણય લેવાશે. તમામ પ્રવૃત્તિના અમલીકરણની વ્યવસ્થા પ્રવૃત્તિનો પ્રારંભ થાય તે અગાઉ બંને પક્ષોને મંજૂર રહેશે.

SD/GP/JD


 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1731498) Visitor Counter : 255