વહાણવટા મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ મેરિટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એમએસડીસી)ની 18મી મીટિંગની અધ્યક્ષતા કરી


રાષ્ટ્રનો વિકાસ રાજ્યોના વિકાસ પર આધારિત છે; એમએસડીસી સહકારી સમવાયીતંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, કહે છે શ્રી માંડવિયા

ભારતીય બંદર ખરડાને રાજકીય મુદ્દા તરીકે નહીં પણ વિકાસના મુદ્દા તરીકે વિચારો, રાજ્યોને શ્રી માંડવિયાની વિનંતી

Posted On: 24 JUN 2021 3:00PM by PIB Ahmedabad

બંદર, વહાણવટા અને જળ માર્ગ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ આજે બંદર, વહાણવટા અને જળ માર્ગો માટેના મંત્રાલય દ્વારા આયોજિત મેરિટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એમએસડીસી)ની 18મી મીટિંગની વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી અધ્યક્ષતા કરી હતી.

 

C10A6045.JPG

 

કાઉન્સિલને સંબોધન કરતા શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે મેરિટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલનો હેતુ રાજ્યો અને કેન્દ્ર બેઉને લાભકારી થાય એ રીતે અને ક્ષેત્ર માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવાય એ માટે મેરિટાઇમ ક્ષેત્રના વિકાસની એક રાષ્ટ્રીય યોજના વિક્સાવવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રનો વિકાસ રાજ્યોના વિકાસ પર આધારિત છે અને એમએસડીસી સહકારી સમવાયીતંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ‘વેરાયેલા-વેરવિખેર થઈને આપણે વિકાસ ન કરી શકીએ, એક થઈને આપણે હાંસલ કરી શકીએ’, એમ મંત્રીએ ઉમેર્યું હતું.

‘ભારતીય બંદર ખરડો 2021’ માટેની જરૂરિયાત પર ભાર મૂકતા મંત્રીએ રાજ્ય સરકારોને વિનંતી કરી હતી કે ઈન્ડિયન પોર્ટ બિલને વિકાસના મુદ્દા તરીકે જુએ, નહીં કે રાજકીય મુદ્દા તરીકે. તેમણે પ્રકાશ પાડ્યો હતો કે ‘ભારતીય બંદર ખરડો 2021’ કેન્દ્ર સરકાર અને મેરિટાઇમ રાજ્ય/સંઘ પ્રદેશો બેઉની ભાગીદારીના માર્ગે દરિયાકાંઠાના મહત્તમ વ્યવસ્થાપન અને ઉપયોગને સુગમ બનાવશે. તેમણે રાજ્યોને ખાતરી આપી હતી કે બંદરો, વહાણવટા અને જળમાર્ગોનું મંત્રાલય સર્વગ્રાહી બંદર ખરડો વિક્સાવવા માટે રાજ્યોના તમામ સૂચનોને આવકારશે.

બંદરો, વહાણવટા અને જળ માર્ગો માટેના મંત્રીએ કહ્યું હતું, ‘ આજે 18મી મેરિટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની મીટિંગમાં મેરિટાઇમ ક્ષેત્રની એકંદર પ્રગતિને લગતા બહુ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. કેટલાંક બિન-કાર્યરત બંદરો સહિત મેરિટાઈમ ક્ષેત્રના વિકાસ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો બેઉ સંયુક્તપણે કાર્ય કરશે. આપણા પ્રધાનમંત્રીએ કલ્પેલી આપણી વિકાસની આકાંક્ષાઓને સમયબદ્ધ રીતે સામૂહિક પગલાંની જરૂર છે અને એમએસડીસી આ બધી બાબતોની ચર્ચા કરવા માટે એક સક્રિય મંચ છે.

C10A6025.JPG

 

 

 

 

મીટિંગ દરમ્યાન કે મહત્ત્વની બાબતોની ચર્ચા થઇ એ છે ભારતીય બંદર ખરડો, 2021, નેશનલ મેરિટાઇમ હૅરિટેજ મ્યુઝિયમ (એનએમએચસી), બંદરો સાથેની રેલ અને રસ્તાની કનેક્ટિવિટી, મેરિટાઇમ કામગીરી અને સી પ્લેનની કામગીરી માટે તરતી જેટ્ટીઓ, સાગરમાલા યોજનાઓ અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) પ્રોજેક્ટ્સ.

 

ભારતીય બંદર ખરડો 2021: ભારતના બંદર વિકાસને વેગીલો કરવા તરફનું એક પગલું

નાણાંકીય વર્ષ 2020માં, ભારતીય બંદરો પર હાથ ધરાયેલ ટ્રાફિક 1.2 અબજ એમટી છે, જે 2030 સુધીમાં વધીને 2.5 અબજ એમટી થવાની ધારણા છે. બીજી બાજુ, ભારતમાં માત્ર જૂજ બંદરો પાસે ઊંડા ડ્રાફ્ટ છે જે કેપસાઇઝ જહાજોને હાથ ધરી શકે. આ ઉપરાંત, ભારતના સમગ્ર કાંઠામાં આશરે 100 જેટલાં બિનકાર્યરત બંદરો છે. જહાજોનું કદ વધતું જ જાય છે અને એટલે વધારે ઊંડા ડ્રાફ્ટવાળા બંદરો હોવા અને ખરેખર મેગા પોર્ટ્સ વિક્સાવવાની જરૂર છે. એવી જ રીતે, બિન-કાર્યરત બંદરોને પણ અગ્રતા આપવાની અને વિક્સાવની જરૂર છે.

હયાત બંદરોને મોટા કરવા, વધારવા કે અસરકારક રીતે અને ટકાઉ રીતે એવી રીતે નવા બંદરો વિક્સાવવા જેથી મહદ અંશે નૂર ખર્ચ ઘટે અને વેપાર વૃદ્ધિ સુધરે એ માટે રાષ્ટ્રીય સ્તરે સંકલિત અભિગમ જરૂરી છે. ‘ધ વર્લ્ડ બૅન્ક’સ પોર્ટ રિફોર્મ બૂક યુએનસીટીએડીના ‘હેન્ડબૂક ફોર પ્લાનર્સ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ’ ઇત્યાદિ સહિતના વિવિધ હેવાલોમાં પણ રાષ્ટ્રીય સ્તરના સંકલિત બંદર આયોજન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

એમએસડીસી મોટા બંદરો સહિતના તમામ બંદરોના આયોજન પર સલાહ આપશે. એ ઉપરાંત, સલામતી, સુરક્ષા અને પ્રદૂષણ અટકાયતને લગતા કેટલાંક પરંપરાગત આચાર પણ ભારતીય બંદર ખરડા 2021 (આઇપી બિલ 2021)માં તમામ બંદરો દ્વારા આવા આચારોમાં ઠરાવેયાલ તમામ જરૂરિયાતોના અમલીકરણ માટે સામેલ કરાયા છે.

એનએમએચસી- ભારતનું પ્રથમ મેરિટાઇમ હૅરિટેજ સંકુલ

 

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (એનએમએચસી) ગુજરાતના લોથલ ખાતે આશરે 350 એકર વિસ્તારમાં ભારતના મેરિટાઇમ વારસાને સમર્પિત વિશ્વ સ્તરીય મ્યુઝિયમ તરીકે વિક્સાવાશે. આ મેરિટાઇમ હૅરિટેજ કૉમ્પ્લેક્સ મેરિટાઇમ મ્યુઝિયમ, લાઇટહાઉસ મ્યુઝિયમ, મેરિટાઇમ થીમ પાર્ક્સ, એમ્યુઝમેન્ટ પાર્ક્સ ઇત્યાદિ સાથે એક આંતરરાષ્ટ્રીય પર્યટન કેન્દ્ર તરીકે વિક્સાવાશે.

એનએચએમસી ખાતે મુખ્ય આકર્ષણોમાંનું એક દરેક દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એક એક પેવેલિયન હશે જે જે તે રાજ્ય/સંઘ પ્રદેશના મેરિટાઇમ વારસાને નિર્દિષ્ટ કરશે. મીટિંગ દરમ્યાન સમુદ્રતટના રાજ્યો અને સંઘ પ્રદેશોને પોતપોતાના પેવેલિયનોનો વિકાસ હાથ ધરવા વિનંતી કરવામાં આવી હતી.

 

 

બંદર જોડાણ વધારવું

બંદરો માટે બંદર કનેક્ટિવિટીને સુધારવી એ બહુ મહત્ત્વનું છે અને બંદર, વહાણવટા અને જળ માર્ગો માટેનું મંત્રાલય એની મહત્વની પહેલ સાગરમાલા કાર્યક્રમ દ્વારા બંદર જોડાણ પર ભાર મૂકે છે. બંદર, વહાણવટા અને જળમાર્ગ મંત્રાલતે રૂ. 45,051 કરોડના 98 જેટલા બંદર જોડાણો માટેના પ્રોજેક્ટ્સ માર્ગ પરિવહન મંત્રાલય, મેજર પોર્ટ્સ, મેરિટાઇમ બૉર્ડ્સ અને રાજ્ય રોડ ડેવલપમેન્ટ કંપનીઓ જેવી વિવિધ અમલીકરણ એજન્સીઓ સાથે હાથ ધર્યા છે, એમાંથી 13 પરિયોજનાઓ પરિપૂર્ણ થઈ છે અને 85 પરિયોજનાઓ વિકાસ અને અમલીકરણના વિવિધ તબક્કે છે. એવી જ રીતે, રૂ. 75,213 કરોડના પોર્ટ-રેલ કનેક્ટિવિટીના 91 પ્રોજેક્ટ્સ બંદર, વહાણવટા અને જળ માર્ગોના મંત્રાલય દ્વારા ભારતીય રેલવે, મેજર પોર્ટ્સ અને મેરિટાઇમ બૉર્ડ્સ સાથે હાથ ધરાયા છે, એમાંથી 28 પરિયોજનાઓ પૂર્ણ થઈ છે ને 63 પરિયોજનાઓ વિકાસ અને અમલીકરણના વિવિધ તબક્કે છે.

ફંડિંગ માટેના મુદ્દાઓ ઉકેલવા અને પીપીપી મોડ હેઠળ વિક્સાવવામાં અનુકૂળ નથી એવા પ્રોજેક્ટ્સ માટે એવું સૂચવવામાં આવ્યું હતું કે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (એસપીવી) રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખાનગી ખેલાડીઓ વચ્ચે રચવામાં આવે જેના માટે મીટિંગ દરમ્યાન રાજ્ય સરકારો/ સંઘ પ્રદેશોને રસ લેવા વિનંતી કરાઇ હતી.

 

મેરિટાઇમ કામગીરી અને સી પ્લેન સેવાઓ માટે તરતી જેટ્ટીઓ

અન્ય દેશોમાં તરતી જેટ્ટીઓનો વ્યાપક ઉપયોગ થાય છે. પરંપરાગત જેટ્ટીઓની સરખામણીએ તરતી જેટ્ટીના ઘણા અજોડ લાભો છે જેવા કે ખર્ચ અસરકારકતા, ઝડપી બાંધકામ, પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર, વિસ્તારવા અને અન્યત્ર ખસેડવામાં સ્થિતિસ્થાપકતા, ભારે ભરતીની વિવિધતા સાથેના સ્થળો માટે અનુકૂળ ઇત્યાદિ.

નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વૉટર વેઝ એન્ડ કૉસ્ટ્સ (એનટીસીપીડબલ્યુસી), આઇઆઇટી મદ્રાસને સમગ્ર ભારતના દરિયાકાંઠા પર 150થી વધુ તરતી જેટ્ટીઓ વિક્સાવવા માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે નિર્દેશ અપાયો છે અને કાર્ય પ્રગતિમાં છે. તરતી જેટ્ટીઓને મુખ્યત્વે ફિશિંગ હાર્બર્સ/ ફિશ લેન્ડિંગ સેન્ટર્સ અને સી પ્લેન કામગીરી માટે ઉપયોગમાં લેવાની દરખાસ્ત છે.

બંદરો, વહાણવટા અને જળ માર્ગોના મંત્રાલયે માહિતી આપી હતી કે રાજ્યો/સંઘ પ્રદેશોને એમના પ્રોજેક્ટ્સ માટે તરતી જેટ્ટીઓ/પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ચકાસવા પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે અને રાજ્યો/સંઘ પ્રદેશોને તરતી જેટ્ટીઓના વિકાસ માટે વધુ સ્થળો ઓળખી કાઢવા વિનંતી કરવામાં આવી છે. દરખાસ્તની જરૂરી મંજૂરી બાદ પરિયોજનાઓને સાગરમાલામાંથી ફંડિંગ માટે વિચારી શકાય.

 

સાગરમાલા કાર્યક્રમ અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) દ્વારા ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા

બંદર, વહાણવટા, અને જળ માર્ગોના મંત્રાલય પાસે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ છે જે સાગરમાલા અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) હેઠળ હાથ ધરાયા છે.

બંદર, વહાણવટા અને જળ માર્ગોનું મંત્રાલય રૂ. 5.53 લાખ કરોડના રોકાણ સાથે સાગરમાલા કાર્યક્રમ હેઠળ 802 પરિયોજનાઓ વિક્સાવવા ધારે છે, એમાંથી રૂ. 8700 કરોડની  168 પરિયોજનાઓ સંપૂર્ણ થઈ છે અને રૂ. 2.18 લાખ કરોડની 242 પરિયોજનાઓ અમલીકરણ હેઠળ છે. એવી જ રીતે બંદર, વહાણવટા અને જળ માર્ગો માટેનું મંત્રાલય રૂ. 1.28 લાખ કરોડની પરિયોજનાઓ 2020માં શરૂ કરાયેલ એનઆઇપી હેઠળ હાથ ધરી રહ્યું છે. આ ઉપરાંટ, સાગરતટ સમૃદ્ધિ યોજના હેઠળ કાંઠાની આગેવાનીમાં સમૃદ્ધિ માટે 1226 પરિયોજનાઓ છે જેમાંથી 192 પરિયોજનાઓ અમલીકરણ હેઠળ છે.

બંદર, વહાણવટા અને જળ્માર્ગના મંત્રાલયે કાંઠાના રાજ્યો/સંઘ પ્રદેશોને જ્યાં રાજ્ય સરકાત અમલીકરણ એજન્સી તરીકે છે ત્યાં આ પ્રોજેક્ટ્સના અમલીકરણને ઝડપી કરવા વિનંતી કરી છે અને બંદર, વહાણવટા અને જળ માર્ગો માટેના મંત્રાલયથી ગ્રાન્ટ્સ મારફત કે સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (એસડીસીએલ) મારફત ઈક્વિટી દ્વારા કેન્દ્રીય ફંડિંગ માટે ફંડની મદદ વિચારી શકાય.

આ પ્રસંગે બોલતા, બંદર, વહાણવટા અને જળ માર્ગના મંત્રીએ બંદરો વધારવા હોય, રેલ/રોડ ઇન્ફ્રાસ્ટૃક્ચર મારફત મલ્ટી મોડેલ જોડાણ હોય અને સાગરમાલા, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અને સાગરતટ સમૃદ્ધિ યોજના હેઠળ હાથ ધરાયેલા વિવિધ પરિયોજનાઓની પહેલ હોય, ઇન્ફ્રાસ્ટૃક્ચરના વિકાસ માટે સતત અને તાકીદની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ મીટિંગમાં કેરળના બંદરો માટેના મંત્રી શ્રી અહેમદ દેવરકોઇલ, તમિલનાડુના જાહેર બાંધકામ મંત્રી થિરુ ઈ.વી. વેલુ, મહારાષ્ટ્રના ટેક્સ્ટાઇલ, ખાતર અને બંદર વિકાસ મંત્રી શ્રી અસ્લમ શેખ, ગોવાના વિજ્ઞાન અને ટેકનોલોજી, વેસ્ટ મેનેજમેન્ટ, આરડીએ અને બંદરોના મંત્રી શ્રી માઇકલ લોબો, આંધ્ર પ્રદેશના ઉદ્યોગ, વાણિજ્ય,  માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી મેકાપ્તિ ગૌતમ રેડ્ડી, ઓડિશાના આયોજન અને કન્વરજન્સ, વાણિજ્ય અને પરિવહન મંત્રી શ્રી પદ્મનાભ બેહરા, આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહના લેફ. ગવર્નર એડ્મિરલ ડી કે જોષી (નિવૃત્ત) અને રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં સંલગ્ન મંત્રાલયોના પ્રતિનિધિઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

એમએસડીસીની પશ્ચાદભૂમિકા: એમએસડીસી મેરિટાઇમ સેક્ટરના વિકાસ માટેની સર્વોચ્ચ સલાહકાર સંસ્થા છે અને એનો હેતુ મોટા અને બિન-મોટા બંદરોના સંકલિત વિકાસને સુનિશ્ચિત કરવાનો છે. એમએસડીસીની રચના મે 1997માં રાજ્ય સરકારો સાથે મસલતમાં, મૂલ્યાંકન કરવા, હાલના અને નવા માઇનર પોર્ટ્સના જે તે મેરિટાઇમ રાજ્યો દ્વારા પ્રત્યક્ષ કે કેપ્ટિવ વપરાશકાર અને ખાનગી ભાગીદારીથી ભાવિ વિકાસ માટે કરાઇ હતી. વધુમાં, એમએસડીસી મેરિટાઇમ રાજ્યોમાં માઇનર પોર્ટ્સ, કેપ્ટિવ પોર્ટ્સ અને ખાનગી પોર્ટ્સ પર એમના મેજર પોર્ટ્સ આથેના સંકલિત વિકાસને સુનિશ્ચિત કરવા અને રોડ/રેલ/આઇડબલ્યુટી જેવી અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતોના મૂલ્યાંકન કરવા દેખરેખ રાખે છે   અને સંબંધિત પ્રધાનોને અનુકૂળ ભલામણો કરે છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1730079) Visitor Counter : 349