નાણા મંત્રાલય
માહિતીના આદાનપ્રદાન તથા કર સંદર્ભે સંગ્રહમાં સહકાર માટે ભારત અને સેંટ વિન્સેન્ટ તથા ગ્રેનેડિયન વચ્ચેના કરારને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
Posted On:
23 JUN 2021 12:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાન હેઠળ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને સેંટ વિન્સેન્ટ તથા ગ્રેનેડિયન વચ્ચે માહિતીના આદાનપ્રદાન તથા કર સંદર્ભે સંગ્રહમાં સહકાર માટે થયેલા કરારને મંજૂરી આપવામાં આવી હતી.
કરારની વિગતો :
- ભારત તથા સેંટ વિન્સેન્ટ અને ગ્રેનેડિયન્સ વચ્ચે આ નવો કરાર છે. બંને દેશો વચ્ચે ભૂતકાળમાં આ પ્રકારની કોઈ સમજૂતિ થઈ ન હતી.
- આ કરાર મુખ્યત્વે બંને દેશ વચ્ચે માહિતીના આદાનપ્રદાનની જોગવાઈ તથા કર દાવાના સંદર્ભમાં કર એકત્રિત કરવામાં સહકારની દરખાસ્ત રજૂ કરે છે.
- આ કરારમાં વિદેશીઓ માટે કર પરિક્ષણના પ્રાવિધાનની પણ જોગવાઈ સામેલ છે જે મુજબ જે તે દેશ અન્ય દેશના પ્રતિનિધિને (સ્થાનિક કાનૂન મંજૂરી આપતો હોય તો)કોઇ વ્યક્તિની પૂછપરછ તથા કર હેતૂથી તેના રેકોર્ડ તપાસવા પોતાના દેશમાં પ્રવેશ આપશે.
પોતાના પ્રાંતમાં પ્રવેશ આપશે.
અસરો :
ભારત અને સેંટ વિન્સેન્ટ તથા ગ્રેનેડિયન્સ વચ્ચે થયેલા આ કરાર બંને દેશ વચ્ચે માહિતીના આદાનપ્રદાનની સવલત કરશે જેમાં બેંક અને અન્ય ફાઇનાન્સિયલ સંસ્થાઓ પાસેની માહિતીનો સમાવેશ થાય છે. આ માહિતીમાં બેનિફિશિયલની માલિકી કે કાનૂની યોગ્યતાનું પણ પરિક્ષણ થઈ શકશે. આ કરાર બંને દેશ વચ્ચેના કરના દાવાઓના કલેક્શનમાં સહકારનો પણ સમાવેશ થાય છે. આમ આ કરારથી વિદેશમાં કરચોરી અને કર અંગેની છેતરપિંડી સામે લડત આપીને બિનહિસાબી કાળું નાણું હાંસલ કરવાની ભારતની વચનબદ્ધતા વધુ મજબૂત બનશે.
પૃષ્ઠભૂમિ :
ભૂતકાળમાં સેંટ વિન્સેન્ટ અને ગ્રેનેડિયન્સ સાથે આ પ્રકારની કોઈ સમજૂતિ થઈ ન હતી અને ભારત પ્રકારના કરાર માટે છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યું હતું. અંતે સેંટ વિન્સેન્ટ અને ગ્રેનેડિયન્સે ભારત સાથે આ કરાર કરવાની સમહતી દર્શાવી હતી જેને કારણે બંને દેશ વચ્ચે કર સંદર્ભે સહકારને વેગ મળશે. બંને દેશ વચ્ચે આ મામલે માહિતીનું આદાન પ્રદાન થશે અને બાકી રહેલા કરના દાવામાં કર એકત્રિત કરવામાં સહાય પણ મળશે.
SD/GP/JD
(Release ID: 1729716)
Visitor Counter : 238