ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

કેન્દ્ર અને રાજ્ય સરકારો કઠોળની કિંમતો નિયંત્રણમાં રાખવા સંકલિત પ્રયાસો કરે છે


તુવેર, મગની દાળ અને અડદની કિંમતો સ્થિર છે તથા ઘટાડાનું વલણ દર્શાવે છે

1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2021ના ગાળાની સરખામણીમાં 1 એપ્રિલ, 2021થી 16 જૂન, 2021ના ગાળા દરમિયાન ત્રણ કઠોળની કિંમતમાં સરેરાશ 0.95 ટકાનો વધારો થયો હતો, જે વર્ષ 2020ના સમાન ગાળામાં 8.93 ટકા અને વર્ષ 2019ના સમાન ગાળામાં 4.13 ટકા જોવા મળ્યો હતો

સ્ટોકની જાહેરાતમાં વધારો થયો અને કઠોળના સ્ટોક પર નજર રાખવામાં આવી

Posted On: 18 JUN 2021 6:56PM by PIB Ahmedabad

કેન્દ્ર અને રાજ્ય સરકારો કઠોળના ભાવ વાજબી અને નિયંત્રણમાં રહે એ સુનિશ્ચિત કરવા સંકલનમાં કામ કરી રહી છે.

ઉપભોક્તા સંબંધિત બાબતોનો વિભાગ નિયમિત ધોરણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર નજર રાખે છે, જેણે કઠોળના સ્ટોકની જાહેરાત અને એના પર નજર રાખવાની પહેલ હાથ ધરી છે, જેથી ઉપભોક્તાઓને વાજબી કિંમતે એની ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય તથા પુરવઠા અને માગ વચ્ચે સંતુલન જળવાઈ રહે.

સ્ટોકના જાહેરનામાના માટેના આદેશોઃ –

  1. કેન્દ્ર સરકારે તારીખ 9.6.1978ના રોજ આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંબંધિત માહિતી કે આંકડા એકત્ર કરવા માટેના આદેશ બહાર પાડવાનો અધિકાર રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. 14.5.2021ના રોજ આવશ્યક ચીજવસ્તુઓના ધારાની કલમ 3(2)(એચ) અને 3(2)(આઇ) અંતર્ગત સુપરત કરવામાં આવેલા અધિકારો મુજબ, તમામ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોને મિલર્સ, વેપારીઓ, આયાતકારો વગેરે જેવા તમામ હિતધારકોને તેમની પાસેના કઠોળના જથ્થાને જાહેર કરવાની સૂચના આપવાની વિનંતી કરવામાં આવી હતી. રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો જાહેર કરેલા જથ્થાની ખરાઈ કરશે. વળી રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોને સાપ્તાહિક ધોરણે કઠોળના ભાવ પર નજર રાખવાની વિનંતી પણ કરવામાં આવી હતી. સંગ્રહખોરોની નુકસાનકારક પ્રવૃત્તિને અંકુશમાં રાખવા સમગ્ર દેશમાં કઠોળના જથ્થા પર સતત નજર રાખવા પહેલીવાર આ પ્રકારની વ્યવસ્થા અપનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સંગ્રહખોરી કૃત્રિમ ખેંચ અને કિંમતમાં વધારા તરફ દોરી જાય છે.
  2. આ પ્રક્રિયા સરળ કરવા અને રિપોર્ટિંગની રૂપરેખાનું પ્રમાણીકરણ કરવા ઓનલાઇન પોર્ટલ ઊભી કરવામાં આવી હતી અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 17.05.2021ના રોજ એક બેઠક (વીડિયો કોન્ફરન્સ દ્વારા) હાજર રહેવા વિનંતી કરવામાં આવી હતી. આ બેઠકનો ઉદ્દેશ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ હિતધારકોને ઓનલાઇન પોર્ટલ પર તેમની રીતે નોંધણી કરાવા અને તેમની પાસે ઉપલબ્ધ કઠોળના સ્ટોકની જાહેરાત કરવા સૂચના આપવાનો હતો.
  3. ત્યારબાદ 25.05.2021 અને 02.06.2021ના રોજ વધુ બે બેઠકોનું આયોજન થયું હતું, જેનો આશય ઓનલાઇન પોર્ટલ પર કઠોળના સ્ટોકની જાહેરાતના સંબંધમાં ટેકનિકલ સમસ્યાઓનું સમાધાન કરવાનો હતો. એમાં ફરી ભાર મૂકવામાં આવ્યો હતો કે, તેમણે હિતધારકોને ઓનલાઇન પોર્ટલ પર તેમના કઠોળના જથ્થાની જાહેરાત કરવા સૂચના આપવાની જરૂર હતી.
  • 2.4. અને હિતધારકો સાથે સતત સંવાદથી સકારાત્મક પરિણામ આવ્યું હતું અને પોર્ટલ શરૂ થયાના એક મહિનાથી ઓછા સમયગાળામાં 28.66 લાખ એમટીનો સ્ટોક જાહેર થયો છે અને સહભાગીઓની વિવિધ કેટેગરીઓ દ્વારા 6823 નોંધણીઓ થઈ હતી, જે નાફેડ પાસે રહેલા સ્ટોકને ધ્યાનમાં લીધા પછી દેશમાં હાલ ઉપલબ્ધ કુલ સ્ટોકનો અંદાજે 20 ટકા છે.
  1. પોર્ટલ પર જાહેર થયેલી સ્ટોક સાથે સંબંધિત વિગતોનું દરેક રાજ્યમાં પ્રવર્તમાન કિંમતના સંદર્ભમાં વિશ્લેષણ કરવામાં આવ્યું હતું તથા રાષ્ટ્રીય સરેરાશ કરતાં કિંમતો વધારે હોય એવા રાજ્યોમાં આ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ રાજ્યોને ફરી વિનંતી કરવામાં આવી હતી કે, તેઓ સ્ટોકની ખરાઈ કરવા માટે વધારે પગલાં લે, જેથી કઠોળની નિયમિત અવરજવર થાય અને સંગ્રહખોરીમાં ફેરફાર થાય.
  2. બફર અને બફર લક્ષ્યાંકોની વૃદ્ધિ દ્વારા ખરીદીમાં વધારો:

કિંમતની સ્થિરતા માટે વધારે અસરકારક હસ્તક્ષેપ સુનિશ્ચિત કરવા કિંમત સ્થિર રાખવા માટેના ભંડોળ (પીએસએફ) હેઠળ વર્તમાન વર્ષ (નાણાકીય વર્ષ 2021-22)માં કઠોળનો લક્ષિત બફર સ્ટોકને વધારીને 23 એલએમટી કરવામાં આવ્યો છે. ચણા, મસૂર અને મગની ખરીદી ચાલુ છે. કઠોળની ખરીદી માટે ઉપભોક્તા સંબંધિત બાબતોના વિભાગ તરફથી નાફેડ રાજ્ય સરકારોની સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલી છે.

  1. વિવિધ કલ્યાણકારક યોજના અને પીએમજીકેએવાય અંતર્ગત કઠોળની વહેંચણી
  2. રાજ્યોને કલ્યાણકારક કઠોળનો પુરવઠો

વર્ષ 2017માં સરકારે લીધેલા નિર્ણય મુજબ, મંત્રાલયો/વિભાગને તેમની યોજનાઓ માટે કેન્દ્રના બફર સ્ટોકમાંથી પોષક ઘટક સાથે કઠોળનો ઉપયોગ કરવાનો હતો અથવા સરકારી વિતરણ વ્યવસ્થા (પીડીએસ) વિતરણ, મધ્યાહ્ન ભોજન યોજનામાં અને આઇસીડીએસ યોજના જેવી ભોજન/અનાજ/હોસ્પિટાલિટી સેવાઓ માટે કઠોળનો ઉપયોગ કરવાનો હતો.

કેન્દ્ર સરકાર રાજ્યોને તેમની મધ્યાહ્ન ભોજન યોજના, આઇસીડીએસ જેવી વિવિધ કલ્યાણકારક યોજના માટે તથા સરકારી વિતરણ વ્યવસ્થા (પીડીએસ) અંતર્ગત વિતરણ માટે કઠોળનો પુરવઠો પૂરો પાડે છે. વર્ષ 2020-21 દરમિયાન કુલ 1.18 એલએમટી કઠોળનો પુરવઠો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કલ્યાણકારક/પોષણ યોજનાઓ માટે પૂરો પાડવામાં આવ્યો હતો.

સૈન્ય અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની જરૂરિયાતો બફરમાંથી અને તેમને પ્રદાન કરવામાં આવેલા 75,000 એમટીના પુરવઠામાંથી પૂરી કરવામાં આવી હતી.

 

  1. પીએમજીકેએવાય અંતર્ગત કઠોળનો પુરવઠો

વર્ષ 2020-21 દરમિયાન ઉપભોક્તા સંબંધિત બાબતોના વિભાગે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારા (એનએફએસએ) 2021ના 19.4 કરોડ લાભાર્થી પરિવારોને દર મહિને નિઃશુલ્ક 1 કિલોગ્રામ કઠોળનું વિતરણ કરવા પીએસએફ બફરમાંથી કઠોળની ફાળવણી કરી હતી, જેથી કોવિડ-19 મહામારીને કારણે આજીવિકામાં વિક્ષેપ થવાથી ગરીબોને પડતી હાડમારીને ઘટાડી શકાય. આ કાર્યક્રમ શરૂઆતમાં ત્રણ મહિના એપ્રિલથી જૂન, 2020 માટે શરૂ કરવામાં આવ્યો હતો તથા નવેમ્બર, 2020 સુધી વધુ પાંચ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. પીડીએસ વ્યવસ્થા દ્વારા પીએમજીકેએવાય અંતર્ગત કુલ 14.23 એલએમટી દળેલું કઠોળ વહેંચવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારોએ સંગ્રહના સ્થાનો અને ડિલિવરીના પોઇન્ટ નક્કી કરવા નાફેડ સાથે કામ કર્યું હતું, જેથી સુનિશ્ચિત થાય કે કઠોળ ગરીબ પરિવારો સુધી પહોંચે અને તેમની પોષણ સુરક્ષામાં પ્રદાન થાય. વંચિત પરિવારોને મૂળભૂત પોષક પદાર્થો પ્રદાન કરવા ઉપરાંત આ કાર્યક્રમે કઠોળની કિંમત વાજબી જાળવવામાં નોંધપાત્ર રીતે પ્રદાન કર્યું છે.

  • 5. હસ્તક્ષેપ

રિટેલ હસ્તક્ષેપ માટેની વ્યવસ્થા વર્ષ 2020-21માં રિટેલ કિંમતો નીચી જાળવવા કઠોળનો બફર જથ્થો પૂરો પાડવાની સીધી અને તાત્કાલિક અસર  વધારવા શરૂ કરવામાં આવી હતી.

આ વ્યવસ્થા અંતર્ગત મગ, અડદ અને તુવેર એફપીએસ, ડેરી અને બાગાયતી આઉટલેટ, ઉપભોક્તા સહકારી મંડળીઓની દુકાનો વગેરે જેવા રિટેલ આઉટલેટ દ્વારા પુરવઠા માટે ડિસ્કાઉન્ટ દરે પૂરી પાડવામાં આવી હતી.

દળવાની/પ્રોસેસિંગ, પરિવહન, પેકેજિંગ, એફપીએસ ડિલર્સના માર્જિન વગેરે જેવા પુરવઠાના ખર્ચનું વહન વિભાગે કર્યું હતું.

અત્યાર સુધી આશરે ત્રણ કઠોળના 2.3 એલએમટીનો પુરવઠો રિટેલ હસ્તક્ષેપ માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તથા ખુલ્લા બજારમાં વેચાણ કરવા માટે 2 એલએમટી તુવેરનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો.

  • 6. તુવેર, મગ દાળ અને અડદની છૂટ કિંમતો પર વધારાનું દબાણ 2021માં સ્થિર રહ્યું છે તથા એની કિંમતો સ્થિર કે ઘટાડાનું વલણ ધરાવે છે. 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2021ના સમયગાળાની સરખામણીમાં 1 એપ્રિલ, 2021થી 16 જૂન, 2021ના સમયગાળા દરમિયાન આ ત્રણ કઠોળની કિંમતમાં સરેરાશ વધારો 0.95 ટકા છે, જે વર્ષ 2020ના સમાન ગાળાની સરખામણીમાં 8.93 ટકા જોવા મળ્યો હતો અને વર્ષ 2019ના સમયગાળામાં 4.13 ટકા જોવા મળ્યો હતો.

SD/GPJD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1728403) Visitor Counter : 213