માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરમાં પીયુસી (પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણ પત્ર) જારી કરવા માટે સામાન્ય ફોર્મેટ અધિસૂચિત કર્યુ

Posted On: 17 JUN 2021 1:05PM by PIB Ahmedabad

માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989 અંતર્ગત દેશભરમાં જારી કરવામાં આવતા પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટના સામાન્ય ફોર્મેટ માટે 14 જૂન, 2021ના રોજ નોટિફિકેશન જારી કર્યુ છે. પીયુસીસીની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ

(એ)     દેશભરમાં એક સમાન પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણ પત્ર (પીયુસી) ફોર્મેટની શરૂઆત અને પીયુસી ડેટાબેઝને રાષ્ટ્રીય રજિસ્ટર સાથે જોડવો.

(બી)    રિજેક્શન સ્લીપની અવધારણા પ્રથમવાર શરૂ કરવામાં આવી રહી છે. સંબંધિત ઉત્સર્જન માપદંડોમાં આદેશિત તપાસ પરિણામ મૂલ્ય મહત્તમ સ્વીકૃતિ યોગ્ય મૂલ્યથી અધિક હોવાની સ્થિતિમાં વાહન માલિકને રિજેક્શન સ્લીપનું એક સામાન્ય ફોર્મેટ આપવાનું છએ. આ દસ્તાવેજને વાહનની સર્વિસ કરાવવા માટે સર્વિસ સેન્ટર પર બતાવી શકાય છે કે ઉપયોગ કરી શકાય છે, જો કોઈ બીજા સેન્ટર પર તપાસ કરાવવા પર પીયુસીસી સેન્ટરનું ઉપકરણ યોગ્ય રીતે કામ કરી રહ્યું ન હોય.

(સી)    માહિતી ગોપનીય રહેશે અર્થાત્ (i) વાહન માલિકનો મોબાઈલ નંબર, નામ અને સરનામું (ii) એન્જિન નંબર અને ચેસિસ નંબર (માત્ર અંતિમ ચાર આંકડા દર્શાવવા માટે, અન્ય આંકડા ગોપનીય રહેશે).

(ડી)     વાહન માલિકનો મોબાઈલ નંબર ફરજિયાત કરી દેવાયો છે, જેના પર વેલિડેશન અને ચાર્જ માટે એક એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે.

(ઈ)     જો નિયમ લાગુ કરાવનારા અધિકારી પાસે એ માનવાનું કારણ છે કે કોઈ મોટર વાહન ઉત્સર્જન માપદંડોની જોગવાઈઓનું પાલન કરી રહ્યું નથી, તો તે વાહન ચાલક કે વાહનના પ્રભારી કોઈપણ વ્યક્તિને પ્રાધિકૃત પ્રદૂષણ નિયંત્રણ (પીયુસી) તપાસ સ્ટેશનોમાંથી કોઈ એકમાં તપાસ માટે વાહન રજૂ કરવા માટે લેખિત રીતે અથવા ઈલેક્ટ્રોનિક મોડના માધ્યમથી સૂચિત કરી શકે છે. જો વાહન ચાલક કે પ્રભારી વ્યક્તિ પાલન માટે વાહન રજૂ કરવામાં નિષ્ફળ રહે છે કે વાહન પાલન કરવામાં નિષ્ફળ રહે છે તો વાહનના માલિક દંડ ભરપાઈ કરવા માટે ઉત્તરદાયી રહેશે.

            જો વાહન માલિક તેનું પાલન કરવામાં નિષ્ફળ રહે એ તો નોંધણી કરાયેલ પ્રાધિકરણ લેખિત સ્વરૂપે નોંધવામાં આવનારા કારણો માટે વાહનનું નોંધણી પ્રમાણ પત્ર અને કોઈ પણ પરમિટને સસ્પેન્ડ કરી દેશે, એ ત્યાં સુધી કે જ્યાં સુધી માન્ય ‘પ્રદૂષણ નિયંત્રણ અંતર્ગત’ પ્રમાણ પત્ર જારી ન થાય.

(એફ)   આ પ્રકારે નિયમ લાગુ કરાવવા આઈટી-સક્ષમ હશે અને પ્રદૂષણકારી વાહનો પર વધુ સારા નિયંત્રણમાં મદદ કરશે.

(જી)     ક્યૂઆર કોડ ફોર્મ પર છપાયેલા હશે. તેમાં પીયુસી કેન્દ્ર વિશે સમગ્ર જાણકારી હશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1727895) Visitor Counter : 346