રસાયણ અને ખાતર મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયાએ હિમાચલ પ્રદેશના પ્રાગપુર ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કર્યું


સરકારે માર્ચ 2024 સુધીમાં દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રની સંખ્યા 10000 ઉપર પહોંચાડવાનો નિર્ધાર કર્યો

Posted On: 14 JUN 2021 5:57PM by PIB Ahmedabad

કેન્દ્રના કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે કાંગરા, હિમાચલ પ્રદેશના પ્રાગપુર ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું.


પ્રસંગે સંબોધન કરતાં શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે જન ઔષધિ કેન્દ્રો વાજબી ભાવે ગુણવત્તાયુક્ત સ્વદેશી દવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરે છે. તેમણે મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો કે કાંગારામાં જન ઓષધિ કેન્દ્રની શરૂઆત થતાં હવે સ્થાનિક નાગરિકોને ગુણવત્તાયુક્ત દેશી દવાઓ વાજબી ભાવે મળી રહેશે.

તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 જેવી વિશેષ પરિસ્થિતિમાં જન ઔષધિ કેન્દ્રો મહત્વના બની ગયા છે. હાલમાં દેશભરમાં 7836 જન ઔષધિ કેન્દ્રો ગરીબ અને જરૂરતમંદ લોકોની સેવા માટે અવિરતપણે રાત દિવસ કામગીરી કરી રહ્યા છે. શ્રી માંડવિયાએ માહિતી આપી હતી કે ગણવત્તાયુક્ત અને વાજબી દામે દવાઓનું વેચાણ કરવા ઉપરાંત ઘણા જન ઔષધિ કેન્દ્રો લોકડાઉનના તબક્કા દરમિયાન જરૂરતમંદ લોકોમાં રાશન કિટ, રાંધેલુો ખોરાક, વિનામૂલ્યે દવાઓ વગેરેનું પણ વિતરણ કરી રહ્યા છે.

શ્રી મનસુખ માંડવિયાએ એવી પણ માહિતી આપી હતી કે સરકારે માર્ચ 2024 સુધીમાં દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર (પીએમબીજેકે)ની સંખ્યા 10000 ઉપર પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. 11મી જૂન, 2021 મુજબ હાલમાં દેશમાં જન ઔષધિ કેન્દ્રની સંખ્યા 7836 સુધી વધારવામાં આવી છે. રીતે હિમાચલ પ્રદેશ રાજ્યમાં 66 જન ઔષધિ કેન્દ્રો શરૂ કરાયા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર યોજનામાં દેશના તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. પીએમબીજેપી બાબતની ખાતરી કરાવે છે કે દેશના તમામ ખૂણાના નાગરિકોને વાજબી ભાવે અને સરળતાથી દવા મળતી રહે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1727041) Visitor Counter : 232