આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે રામાગુંડમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ માટે નવી રોકાણ નીતિ (એનઆઇપી)-2012ને એના સુધારા પ્રયોજ્યતા લાગુ કરવાની દરખાસ્તને મંજૂરી આપી

Posted On: 09 JUN 2021 3:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી આર્થિક બાબતો પરની કેન્દ્રીય મંત્રીમંડળ સમિતિની બેઠકમાં રામાગુંડમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (આરએફસીએલ) માટે ખાતર વિભાગની નવી રોકાણ નીતિ (એનઆઇપી)–2012ની પ્રયોજ્યતા - જેને 7 ઓક્ટોબર, 2014ના રોજ થયેલા સુધારા સાથે વાંચીને લાગુ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

આરએફસીએલ એ નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (એનએફએલ), એન્જિનીયર્સ ઇન્ડિયા લિમિટેડ (ઇઆઈએલ) અને ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એફસીઆઈએલ) વચ્ચે સંયુક્ત સાહસમાં રચાયેલી કંપની છે, જેની રચના 17.02.2015ના રોજ થઈ હતી. આરએફસીએલએ દર વર્ષે 12.7 લાખ મેટ્રિક ટન (એલએમટીપીએ)ની સ્થાપિત ક્ષમતા ધરાવતા નવા ગેસ આધારિત ગ્રીનફિલ્ડ નીમ કોટેડ યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરીને એફસીઆઈએલના રામાગુંડમ એકમને ફરી શરૂ કર્યું છે. આરએફસીએલ યુરિયા પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 6165.06 કરોડ છે. આરએફસીએલ પ્લાન્ટને ગેસ જીસીપીએલ ઇન્ડિયા ટ્રાન્સ્કો લિમિટેડ (જીઆઇટીએલ)ના એમબીબીવીપીએલ (મલ્લાવરમ-ભોપાલ-ભિલવાડા-વિજયપુર ગેસ પાઇપલાઇન) દ્વારા ગેલ દ્વારા પૂરું પાડવામાં આવે છે.

અદ્યતન ગેસ આધારિત આરએફસીએલ પ્લાન્ટ સરકારે યુરિયા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા એફસીઆઈએલ/એચએફસીએલના બંધ થયેલા યુરિયા એકમોને ફરી શરૂ કરવા સરકારે હાથ ધરેલી પહેલનો એક ભાગ છે. રામાગુંડમ પ્લાન્ટની શરૂઆતથી દેશમાં સ્વદેશી યુરિયાના ઉત્પાદનમાં 12.7 એલએમટીપીએનો વધારો થશે અને આદરણીય પ્રધાનમંત્રીના ભારતને યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભર’ બનાવવાના વિઝનને સાકાર કરવામાં મદદ મળશે. આ દક્ષિણ ભારતમાં ખાતરનું સૌથી વધુ ઉત્પાદન કરતાં સૌથી મોટાં ઉત્પાદન એકમો પૈકીનું એક હશે. પ્રોજેક્ટ ખેડૂતોને ખાતરની ઉપલબ્ધતા વધારવાની સાથે આ વિસ્તારના અર્થતંત્રને પણ વેગ આપશે, જેમાં દેશમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થવા ઉપરાંત માર્ગ, રેલવે, આનુષંગિક ઉદ્યોગ વગેરે માળખાગત સુવિધાનો વિકાસ સામેલ છે.

આરએફસીએલ વિવિધ વિશિષ્ટ ખાસિયતો ધરાવે છે, જેમ કે સિંગલ ટ્રેન સૌથી વધુ ક્ષમતા ધરાવતા યુરિયા પ્લાન્ટમાં યુરિયાના ઉત્પાદનમાં ઊર્જાની બચત કરવા લેટેસ્ટ ટેકનોલોજી એચટીઇઆર (હેલ્ડર ટોપ્સે એક્સચેન્જ રિફોર્મર), શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત યુરિયાની જાળી સુનિશ્ચિત કરવા 140 મીટરની ઊંચાઈ ધરાવતો પ્રિલિંગ ટાવર, દરરોજ 4000 એમટીથી વધારે યુરિયાને રવાના કરવાની ક્ષમતા ધરાવતી સંપૂર્ણપણે ઓટોમેટિક બેગિંગ અને રેલ / ટ્રક લોડિંગ સુવિધા, ડીસીએસ (ડિસ્ટ્રિબ્યુટેડ કન્ટ્રોલ સિસ્ટમ) સાથે સજ્જ એમસીઆર (મેઇન કન્ટ્રોલ રૂમ), ઇએસડી (સલામતી અને ઉપલબ્ધતા વધારવા માટે ઇમર્જન્સી શટડાઉન સિસ્ટમ), ઓનલાઇન એમએમએસ (મશીન મોનિટરિંગ સિસ્ટમ), ઓટીએસ (ઓપરેટર ટ્રેનિંગ સિમ્યુલેટર), પર્યાવરણ નજર રાખવાની વ્યવસ્થા. આ તમામ સિસ્ટમનું સંચાલન અતિ પ્રેરક, કટિબદ્ધ, સારી રીતે તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા થાય છે.

આ સુવિધામાં વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીઓનું સંકલન થયું છે, જેનો ઉદ્દેશ તેલંગાણા તથા આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, મહારાષ્ટ્ર વગેરે જેવા દક્ષિણ અને મધ્ય ભારતના અન્ય રાજ્યોમાં યુરિયાની માગને પૂર્ણ કરવાનો છે. આરએફસીએલમાં ઉત્પાદન થનાર યુરિયાનું વેચાણ નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ કરશે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર એફસીઆઈએલ / એચએફસીએલના પાંચ બંધ થયેલા એકમોને ફરી શરૂ કરી રહી છે. આ માટે સરકાર પાંચ નવા એમોનિયા યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે, જે દરેકની ક્ષમતા 12.7 એલએમટીપીએ છે. આ પાંચ પ્લાન્ટ રામાગુંડમ (તેલંગાણા), તાલ્ચેર (ઓડિશા), ગોરખપુર (ઉત્તરપ્રદેશ), સિંદરી (ઝારખંડ) અને બરૌની (બિહાર)માં છે. આ માટે અગ્રણી પીએસયુ (સરકારી કંપનીઓ)ના સંયુક્ત સાહસો રચવામાં આવ્યાં છે અને આશરે રૂ. 40,000 કરોડનું રોકાણ થશે. આ પ્લાન્ટ કાર્યરત થવાથી સ્વદેશી યુરિયાના ઉત્પાદનમાં 63.5 એલએમટીપીએનો વધારો થશે, જે યુરિયાની આયાતમાં ઘટાડો કરશે અને વિદેશી હૂંડિયામણની બચત થશે. વળી એનાથી આદરણીય પ્રધાનમંત્રીના “આત્મનિર્ભર ભારત માટેના વિઝનને યુરિયાના ક્ષેત્રમાં સાકાર કરવા તરફ આગેકૂચ પણ થશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1725643) Visitor Counter : 270