આદિવાસી બાબતોનું મંત્રાલય

આ વર્ષે વન ધન યોજનાનું કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં વિસ્તરણ કરવામાં આવશે

Posted On: 01 JUN 2021 6:09PM by PIB Ahmedabad

વન ધન યોજનાના અમલીકરણમાં નોંધાયેલી પ્રગતિની સમીક્ષા કરવા માટે રાજ્ય સ્તરે શ્રેણીબદ્ધ વેબિનારોના આયોજન સાથે આગળ વધીને TRIFED દ્વારા રાજ્યોની ટીમો અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં VDVK સાથે સંપર્ક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્રમાં મુખ્યત્વે યોજનાના અમલીકરણમાં પ્રગતિના સંદર્ભમાં ભવિષ્યની રૂપરેખાનું પૂર્વાયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વિવિધ એજન્સીઓ (SIAs, SNAs, VDVKCs)માંથી ભાગ લેનારા લોકોએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં મંજૂરી આપવામાં આવેલા 1 VDVKમાં કાર્યરત છે તેમાંથી આ વર્ષના અંત સુધીમાં 10 VDVK સુધી તેનું વિસ્તરણ કરવા માટે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે.

TRIFEDના MD શ્રી પ્રવીર ક્રિશ્ના દ્વારા સંબોધન સાથે આ વેબિનારનો પ્રારંભ થયો હતો જેમણે MFP માટે MSPના અમલીકરણ, વન ધન યોજના અને મહામારીના આ સમય દરમિયાન સલામતીના સંપૂર્ણ પગલાંઓને ધ્યાનમાં રાખીને તેમજ તેનો અમલ કરીને આદિવાસી લોકો માટે રોજગારી અને આવકનું સાધન બનવામાં મદદરૂપ થતી અન્ય એકકેન્દ્રીત પરિયોજનાઓની જરૂરિયાત અને મહત્વનો પુનરુચ્ચાર કર્યો હતો.

ત્યારબાદ, MFP માટે MSPના અમલીકરણની સ્થિતિ અને વન ધન યોજના સંદર્ભે પ્રદેશના પ્રાદેશિક વ્યવસ્થાપક દ્વારા ઝડપથી અપડેટ આપવામાં આવ્યા હતા. સહભાગી થનારી અમલીકરણ એજન્સીઓ સાથે થયેલી ચર્ચાના આધારે, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, આ વર્ષમાં ઓછામાં ઓછા 10 VDVKCની રચના કરવામાં આવશે જેના માટે વધારાનો પ્રસ્તાવ દાખલ કરવામાં આવશે. 2 SFURTI ક્લસ્ટર માટેની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડેરી સહકારી માળખાના હાલના SHGને વન ધન યોજના સાથે સાંકળી લેવા બાબતે પણ સંમતિ સાધવામાં આવી હતી. TRIFOOD પાર્ક વિકસાવવાની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને નવા આદિવાસી ઇન્ડિયા આઉટલેટના પ્રારંભ અંગે પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Graphical user interface, applicationDescription automatically generated

આ બેઠક દરમિયાન, VDVKC માટે પાંચ પગલાંનું આયોજન ઘડવા અંગે પણ સંમતિ સાધવામાં આવી હતી. આ પાંચ પગલાંના આયોજનમાંથી પ્રથમ પગલાંમાં પ્રત્યેક VDVKCમાં MFPSની ખરીદી માટે વસ્તુઓની ઓળખ કરવી અને ખરીદી માટેના શેડ તેમજ ગોડાઉન સહિત આયોજનબદ્ધ માળખાકીય સુવિધાના વિકાસની મદદથી તેને મજબૂત કરવાની બાબતો સામેલ છે. તેના બીજા પગલાંમાં, સ્થાનિક NGO અથવા NRLM અધિકારીઓને બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર પ્રત્યેક ક્લસ્ટરમાં માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવાની અને દરેક ક્લસ્ટરના એકાઉન્ટમાં રૂપિયા 10 લાખ ટ્રાન્સફર કરીને દરેક ક્લસ્ટર માટે નાણાં રીલિઝ કરવાની બાબતો સમાવિષ્ટ છે. પગલાં-3માં દરેક ક્લસ્ટર માટે મૂલ્યવર્ધન માટે અને બેંક ખાતા ખોલવા તેમજ દરેક VDVK ક્લસ્ટર અને VDVKની ઓળખ માટે સાઇનેજ અને બોર્ડ્સ ઉભા કરવા જેવી અન્ય ઔપચારિકતાઓ માટે પ્રત્યેક ક્લસ્ટરમાં વ્યવસાય પ્લાન તૈયાર કરવાની જરૂરિયાતને સમાવી લીધી છે. પગલાં-4માં વ્યવસાયના આયોજન અનુસાર દરેક ક્લસ્ટરમાં પસંદગીના ઉત્પાદના ઉત્પાદન, બ્રાન્ડિંગ, પેકેજિંગ અને વેચાણ માટેનું આયોજન અને તેને સંબંધિત સુવિધા પૂરી પાડવાની બાબતને આવરી લીધી છે. તેમજ પગલાં -5માં ESDP, SFURTI અને TRIFOOD યોજનાઓને તબક્કાવાર સંબંધિત ક્લસ્ટર સાથે એકકેન્દ્રીત કરવામાં આવશે જેથી કાર્યક્રમના અવકાશનું વિસ્તરણ થઇ શકે.

વેબિનારનો બાકીનો સમય સ્થાનિક સરકારી ટીમો અથવા વન ધન વિકાસ કેન્દ્રો અથવા ક્લસ્ટરના પ્રતિનિધિઓમાંથી કોઇને પણ કોઇપણ પ્રકારના પ્રશ્નો હોય તે અંગે સ્પષ્ટીકરણ પર કેન્દ્રિત રહ્યો હતો. VDVKના સભ્યોને કોવિડ દરમિયાન સલામતીના આચરણો અંગે માર્ગદર્શન આપવા માટે આ વેબિનારમાં યુનિસેફના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. સ્થાનિક અસ્કયામત આધાર અને ત્યાં વસતા લોકોના કૌશલ્યોના વિકાસમાં પ્રોત્સાહન આપવા માટે રાજ્યના મહત્વાકાંક્ષી અને સૂદૂર વિસ્તારો માટે વાયેબિલિટી ગેપ ફંડિંગ તરીકે ઉપરોક્ત ઉલ્લેખિત દરેક પ્રવૃત્તિઓ માટે અનુદાનના આધારે આદિજાતિ પરિવારોને દીર્ઘલાકિન આજીવિકા પ્રાપ્ત થશે.

TRIFED દ્વારા 10 થી 28 મે 2021 દરમિયાન સમગ્ર દેશમાં સહભાગી રાજ્યોના ટોચના અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

SD/GP



(Release ID: 1723507) Visitor Counter : 258