પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
પૂર્વ મધ્ય અરબ સમુદ્રમાં ખૂબ તીવ્ર ચક્રાવાતી વાવાઝોડુ “તૌક્તે” અત્યંત તીવ્ર ચક્રાવાતી વાવાઝોડામાં ફેરવાયું: ગુજરાત અને દીવના દરિયાકાંઠામાં વાવાઝોડાની ચેતવણી અને જમીન વિસ્તારમાં ટકરાયા પછીનું પરિદૃશ્ય (રેડ સંદેશ)
प्रविष्टि तिथि:
17 MAY 2021 9:19AM by PIB Ahmedabad
ભારતીય હવામાન વિભાગ (IMD)ની રાષ્ટ્રીય હવામાન આગાહી અનુસારઃ (આગાહી બહાર પાડવાનો સમયઃ 8.14 કલાક, તારીખઃ 17.05.2021, ભારતીય હવામાન વિભાગ)
અરબી સમુદ્રના પૂર્વ-મધ્યમાંથી અત્યંત ગંભીર ચક્રવાત વાવાઝોડું "તૌક્તે" છેલ્લા 6 કલાકથી આશરે 20 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાએ અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તે મુંબઇના પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમથી આશરે 160 કિ.મી., વેરાવળ (ગુજરાત)ની દક્ષિણ- દક્ષિણપૂર્વથી 290 કિ.મી., દીવથી દક્ષિણ-દક્ષિણપૂર્વ આશરે 250 કિ.મી. અને કરાચી (પાકિસ્તાન)ના દક્ષિણ-દક્ષિણપૂર્વથી 840 કિ.મી. દૂર 18.5 ઉતર અક્ષાંશ અને 71.5 પૂર્વ રેખાંશ નજીક કેન્દ્રિત છે.
આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સંભાવના છે અને 17મીની સાંજે ગુજરાતના દરિયા કિનારા પર ત્રાટકશે અને 155-165 કિ.મી પ્રતિ કલાકથી 185 કિ.મી. પ્રતિકલાક સુધીની ઝડપે મહત્તમ પવન સાથે અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે 17મી મેના રોજ રાત્રે (20.00 - 23.00 કલાક) દરમિયાન પોરબંદર અને મહુવા (ભાવનગર જિલ્લા) વચ્ચે ગુજરાતનો દરિયા કિનારા પરથી પસાર થશે.
વાવાઝોડાની આગાહી અને તેની તીવ્રતા નીચેના કોષ્ટકમાં અપાઇ છેઃ
|
તારીખ/સમય(IST)
|
સ્થિતિ
(અક્ષાંશ 0N/ રેખાંશ 0E)
|
સપાટી પર મહત્તમ ટકી શકે તેવી પવનની ગતિ (kmph)
|
ચક્રાવાતી ડિસ્ટર્બન્સની શ્રેણી
|
|
17.05.21/0530
|
18.5/71.5
|
180-190 થી વધીને 210 સુધી
|
અત્યંત તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું
|
|
17.05.21/1130
|
18.9/71.4
|
180-190 થી વધીને 210 સુધી
|
અત્યંત તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું
|
|
17.05.21/1730
|
20.2/71.1
|
170-180 થી વધીને 200 સુધી
|
અત્યંત તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું
|
|
17.05.21/2330
|
21.0/71.1
|
150-160 થી વધીને 175 સુધી
|
ખૂબ તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું
|
|
18.05.21/0530
|
21.9/71.3
|
110-120 થી વધીને 130 સુધી
|
તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું
|
|
18.05.21/1730
|
23.5/71.9
|
70-80 થી વધીને 90 સુધી
|
ચક્રાવાતી વાવાઝોડું
|
|
19.05.21/0530
|
25.2/72.8
|
40-50 થી વધીને 60 સુધી
|
ડિપ્રેશન
|
ચેતવણીઓ:
- વરસાદ:
- કોંકણ અને તેની સાથે જોડાયેલો મધ્ય મહારાષ્ટ્રઃ 17 મેના રોજ મોટાભાગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટા છવાયા સ્થાનો ઉપર ખૂબ ભારે પવનથી અત્યંત ભારે પવન અને 18 મેના રોજ ઉત્તર કોંકણ ઉપર છૂટાછવાયા સ્થાનો પર ભારે વરસાદ.
- ગુજરાતઃ અનેક સ્થાનો ઉપર ભારેથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થાનો ઉપર ભારેથી અતિભારે અને 17 અને 18 મેના રોજ સૌરાષ્ટ્ર, દીવ અને ગુજરાતના દક્ષિણ જિલ્લાઓ ઉપર પવન ફૂંકાશે. આજ સમયગાળા દરમિયાન કચ્છ ઉપર છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
- રાજસ્થાનઃ ભારેથી ખૂબ ભારે પવન સાથે અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ અને 18ના રોજ દક્ષિણ રાજસ્થાન ઉપર છૂટા છવાયા સ્થાનો ઉપર અત્યંત ભારે પવન ફૂંકાશે અને 19 મેના રોજ રાજસ્થાન ઉપર છૂટા છવાયા સ્થાનો ઉપર ભારેથી ખૂબ ભારે પવન ફૂંકાવવાની સંભાવના.
(ii) પવન અંગે ચેતવણી
- આગામી છ કલાક દરમિયાન પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર ઉપર વાવાઝોડાના તોફાની પવનની ઝડપ 180-190 કિ.મી. પ્રતિ કલાકથી 210 કિ.મી. પ્રતિ કલાક પર પહોંચવાની સંભાવના છે.
- વાવાઝોડાના તોફાની પવનની ઝડપ 17મીના રોજ મહારાષ્ટ્રના દરિયાકાંઠા અને નજીકના વિસ્તારોમાં વાવાઝોડાના તોફાની પવનની ઝડપ 80-90 કિ.મી. પ્રતિ કલાકથી 100 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે અને ત્યારબાદ ધીરે-ધીરે ઘટાડો થશે.
- ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રના નજીકના વિસ્તારો ઉપર વાવાઝોડાના તોફાની પવનની ઝડપ 90-100 કિ.મી. પ્રતિ કલાકથી વધીને 110 કિ.મી. પ્રતિ કલાક પહોંચશે. બપોર પછીના સમયગાળાથી ત્યારપછીના 12 કલાક સુધી તેના પવનની ઝડપ 170-180 કિ.મી. પ્રતિ કલાકથી 200 કિ.મી. પ્રતિ કલાક સુધી વધશે અને ત્યારબાદ તેમાં ઘટાડો થશે.
- દક્ષિણ ગુજરાત અને દમણ અને દીવના દરિયાકાંઠા ઉપર અને તેની નજીકના વિસ્તારો ઉપર 70-80 કિ.મી.થી 90 કિ.મી. પ્રતિકલાકની ઝડપે વાવાઝોડાનો તોફાની પવન ફૂંકાશે. આજે રાત્રીથી 18મીએ વહેલી સવાર સુધી ગુજરાત દરિયાકાંઠા ઉપર અને તેની નજીકના વિસ્તારોમાં (જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર) તોફાની પવન વાવાઝોડુ બનીને 155-165 કિ.મી પ્રતિકલાકથી 185 કિ.મી. પ્રતિકલાક સુધી પવન ફૂંકાશે અને ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, પોરબંદર ઉપર 120-140 કિ.મી. પ્રતિકલાકથી 165 કિ.મી. પ્રતિકલાકની ઝડપે, 17મી સાંજથી 18મી સવાર સુધી દેવભૂમી દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, ખેડા જિલ્લાઓમાં 90-100 કિ.મી. પ્રતિકલાકથી 120 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.
(iii) સમુદ્ર પરિસ્થિતિ
- અરબી સમુદ્રની પૂર્વ મધ્ય અને નજીકના ઉત્તર પૂર્વ વિસ્તારો ઉપર 18 મેના રોજ સવાર સુધી સમુદ્રી પરિસ્થિતિ અસાધારણ રહેશે અને ત્યારબાદ ધીરેધીરે તેમાં સુધારો થશે.
- આગામી 12 કલાક દરમિયાન મહારાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર અને તેની નજીકના વિસ્તારો ઉપર ભારેથી અતિ ભારે સમુદ્રી પરિસ્થિતિ સર્જાશે અને ત્યારબાદ તેમાં સુધારો થશે.
- દક્ષિણ ગુજરાત, દમણ, દીવ, દાદરા અને નગર હવેલીના દરિયાકાંઠા ઉપર અને તેની નજીકના વિસ્તારોમાં આગામી છ કલાક દરમિયાન ખૂબ જોખમી પરિસ્થિતિની સંભાવના અને ત્યારબાદ 18 મેના રોજ સવાર સુધીમાં અસાધારણ પરિસ્થિતિ પ્રવર્તશે. તેમાં ત્યારબાદ ધીરે-ધીરે સુધારો જોવા મળશે.
(iv) વાવાઝોડાના મોજાંની ચેતવણી
- ગુરુત્વાકર્ષીય ભરતી ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરતીનું મોજું નીચે મુજબ જોવા મળે તેવી સંભાવના છેઃ
અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર ઉપર આશરે 3 મીટર, ભરૂચ, આણંદ, અમદાવાદના દક્ષિણ ભાગ ઉપર 2-3 મીટર, સુરત, નવસારી, વલસાડ ઉપર 1-2 મીટર અને વાવાઝોડાના જમીન ઉપર આગમન દરમિયાન ગુજરાતના બાકીના દરિયાકાંઠા જિલ્લાઓમાં 0.5 - 1 મીટર ઊંચા મોજાઓ ઉછળવાની સંભાવના છે.
- માછીમારોને ચેતવણી
- પૂર્વ મધ્ય અરબ સમુદ્ર, ઉત્તર પશ્ચિમ અરબ સમુદ્ર અને આસપાસના વિસ્તારો, ગુજરાતનો સમુદ્રી વિસ્તાર, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીના દરિયાકાંઠાના વિસ્તારમાં 18 મેના રોજ બપોર સુધી માછીમારીની કામગીરી સંપૂર્ણ સ્થગિત રાખવી.
- માછીમારોને પૂર્વ મધ્ય અરબ સમુદ્રની આસપાસ, મહારાષ્ટ્ર – ગોવામાં સમુદ્રી વિસ્તાર અને ઉત્તર પૂર્વ અરબ સમુદ્ર તેમજ ગુજરાતમાં સમુદ્રી વિસ્તાર, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી દરિયાકાંઠા વિસ્તારમાં 18 મે સુધી કોઇપણ પ્રકારે સાહસ ના ખેડવાની સલાહ આપવામાં આવે છે.
- જેઓ ઉત્તર અરબ સમુદ્રમાં જવા નીકળી ગયા છે તેમને દરિયાકાંઠા વિસ્તારમાં પરત આવવાની સલાહ આપવામાં આવે છે.
(vi) (A) પોરબંદર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને ભાવનગર તેમજ અમદાવાદ સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં નુકસાનની સંભાવના:
- કાચા મકાનો/ ઝૂંપડાને સંપૂર્ણ નુકસાન થવાની શક્યતા છે. પાકા મકાનોને અમુક હદે નુકસાન થઇ શકે છે. કેટલીક વસ્તુઓ હવામાં ઉડતી આવવાથી નુકસાન થઇ શકે છે.
- વીજળી અને સંદેશાવ્યવહારના થાંભળા વળવાની અથવા મૂળમાંથી ઉખડી જવાની શક્યતા છે.
- કાચા અને પાકા માર્ગોને મોટું નુકસાન થઇ શકે છે. માર્ગો પૂરમાં ધોવાઇ શકે છે. રેલવે અને ઓવરહેર પાવર લાઇન તેમજ સિગ્નલ સિસ્ટમને નજીવું નુકસાન થઇ શકે છે.
- મીઠાના અગર અને ઉભા પાકને વ્યાપક નુકસાન થઇ શકે છે, મોટા વૃક્ષો ધરમૂળમાંથી ઉખડી શકે છે.
- નાની હોડીઓ, કન્ટ્રી ક્રાફ્ટ્સ લંગરથી છૂટ પડી શકે છે.
- દૃશ્યતા પર ખૂબ તીવ્ર અસર પડી શકે છે.
(B) ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, રાજકોટ અને મોરબી, વલસાડ, સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, આણંદ, ખેડા અને અમદાવાદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નુકસાન થવાની સંભાવના:
- કાચા મકાનો/ ઝૂંપડાને મોટું નુકસાન થવાની શક્યતા છે. મકાનોની કાચી છત ઉડી શકે છે. મકાનો અને શેડ્સ પરથી ધાતુના છાપરા હવામાં ઉડી શકે છે.
- વીજળી અને સંદેશાવ્યવહારની લાઇનોને નજીવું નુકસાન થઇ શકે છે.
- કાચા અને કેટલાક પાકા માર્ગોને મોટું નુકસાન થવાની સંભાવના છે. પૂરમાં માર્ગો ધોવાઇ શકે છે.
- ઝાડની ડાળીઓ તુટી પડવાની, ધરમૂળમાંથી ઝાડ પડી જવાની શક્યતા છે. કેળા અને પપૈયાના ઝાડને સામાન્ય નુકસાન થઇ શકે છે. વૃક્ષોની લાંબી ડાળીઓ તુટી શકે છે.
- દરિયાકાંઠાના વિસ્તારોમાં પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે.
- પાળા/ મીઠાના અગરને નુકસાન થઇ શકે છે.
(vii) સૂચિત પગલાં:
- સંવેદનશીલ વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવું.
- માછીમારી કામગીરી સંપૂર્ણ બંધ રાખવી
- રેલ અને જમીન માર્ગના ટ્રાફિકનું યોગ્ય નિયમન કરવું.
- અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ ઘરમાં જ રહેવું.
- મોટરબોટ્સ અને નાના વહાણમાં મુસાફરી કરવી અસલામત છે.
(ગ્રાફિક્સમાં વધુ વિગતો માટે કૃપા કરીને અહીં ક્લિક કરો)
(रिलीज़ आईडी: 1719275)
आगंतुक पटल : 479