સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે રસીકરણ કવરેજના કુલ આંકડામાં સીમાચિહ્નરૂપ મુકામ પાર કર્યો; કોવિડ-19 વિરોધી રસીના 14 કરોડથી વધારે ડોઝ આપ્યા


ભારત ફક્ત 99 દિવસમાં કોવિડ-19 વિરોધી રસીના 14 કરોડ ડોઝ આપીને આ મુકામ સુધી સૌથી ઝડપથી પહોંચનારો દેશ બન્યો

છેલ્લા 24 કલાકમાં 2.17 લાખથી વધારે દર્દી સાજા થયા

પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી

Posted On: 25 APR 2021 11:33AM by PIB Ahmedabad

ભારતમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત હેઠળ દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝની સંખ્યા આજે 14 કરોડના સીમાચિહ્નરૂપ આંકડાથી વધારે થઇ ગઇ છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 20,19,263 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 14,09,16,417 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં, 92,90,528 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 59,95,634 HCWsએ બીજો ડોઝ લીધો છે. આ સિવાય, 1,19,50,251 FLWs (પ્રથમ ડોઝ), 62,90,491 FLWs (બીજો ડોઝ), તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,96,55,753, બીજો ડોઝ લેનારા 77,19,730 અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,76,83,792 અને બીજો ડોઝ લેનારા 23,30,238 લાભાર્થીઓ પણ તેમાં સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

92,90,528

59,95,634

1,19,50,251

62,90,491

4,76,83,792

23,30,238

4,96,55,753

77,19,730

14,09,16,417

 

અન્ય એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે, ભારત સમગ્ર દુનિયામાં કોવિડ-19 વિરોધી રસીના 14 કરોડ ડોઝ ફક્ત 99 દિવસમાં જ આપીને આ મુકામ સુધી સૌથી ઝડપથી પહોંચનારો દેશ બની ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001VZ77.jpg

 

દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 58.83% ડોઝ આઠ રાજ્યોમાં આપ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002T8AM.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીના 25 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 99મા દિવસે (24 એપ્રિલ 2021ના રોજ) દેશમાં રસીના કુલ 25,36,612 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 25,732 સત્રોનું આયોજન કરીને 16,43,864 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 8,92,748 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 24 એપ્રિલ, 2021 (દિવસ-99)

HCWs

FLWs

45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

22,518

44,558

98,606

95,640

10,12,252

1,98,158

5,10,488

5,54,392

16,43,864

8,92,748

 

 

ભારતમાં આજદિન સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓનો આંકડો વધીને આજે 1,40,85,110 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 83.05% નોંધાયો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,17,113 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 81.73% દર્દીઓ દસ રાજ્યોમાં છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0035630.jpg

 

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,49,691 નવા દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.

નવા નોંધાયેલા પોઝિટીવ દર્દીઓમાંથી 74.53% કેસ દસ રાજ્યોમાં એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ. દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયા છે.

એક દિવસમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં નવા 67,160 દર્દીઓ સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, 37,944 નવા દર્દીઓ સાથે ઉત્તરપ્રદેશ અને 29,438 નવા દર્દીઓ સાથે કર્ણાટક છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004CASG.jpg

 

નીચે દર્શાવેલા આલેખ અનુસાર બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005W1I4.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0067YU6.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006PT6A.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0077YNK.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 26,82,751 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 15.82% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,29,811 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

ભારતના કુલ સક્રિય કેસોમાંથી 69.94% દર્દીઓ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત અને કેરળ આ આઠ રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008FVOL.jpg

 

નીચે આપવામાં આવેલા આલેખમાં, દેશમાં દૈનિક પોઝિટીવિટી અને દૈનિક ધોરણે કરવામાં આવતા પરીક્ષણોમાં વધી રહેલું વલણ જોવા મળે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009JDBZ.jpg

 

રાષ્ટ્રીય મૃત્યુદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જે હાલમાં ઘટીને 1.13% થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં 2,767 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 80.23% દર્દીઓ દસ રાજ્યોમાંથી હતાં. સૌથી વધારે મૃત્યુઆંક (676) મહારાષ્ટ્રમાં નોંધાયો છે. ત્યારબાદ, એક દિવસમાં 357 દર્દીના મૃત્યુ સાથે દિલ્હીનો ક્રમ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010B4U7.jpg

 

પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, લક્ષદ્વીપ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ છે.

SD/GP/JD

 



(Release ID: 1713911) Visitor Counter : 216