પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 24મી એપ્રિલે સ્વામિત્વ યોજના હેઠળ ઈ-પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણનો શુભારંભ કરશે
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2021 પણ એનાયત કરશે
Posted On:
23 APR 2021 6:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે (રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ) બપોરે બાર કલાકે વીડિયો કૉન્ફરન્સિંગ મારફત સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણનો શુભારંભ કરશે. આ પ્રસંગે 4.09 લાખ મિલકત માલિકોને એમના ઈ-પ્રોપર્ટી કાર્ડ્સ આપવામાં આવશે અને આ સાથે જ સ્વામિત્વ યોજનાના સમગ્ર દેશમાં અમલીકરણની શરૂઆત થશે. કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસરે રાષ્ટ્રીય પંચાયત ઍવૉર્ડ્સ 2021 પણ એનાયત કરશે. નિમ્ન શ્રેણીઓમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2021 એનાયત થઈ રહ્યા છે: દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર (224 પંચાયતોને), નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને), ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કાર (29 ગ્રામ પંચાયતોને), બાળકોને અનુકૂળ ગ્રામ પંચાયત પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને) અને ઈ-પંચાયત પુરસ્કાર (12 રાજ્યોને).
માનનીય પ્રધાનમંત્રી પુરસ્કારની રકમ (ગ્રાન્ટ ઇન એઇડ તરીકે) ચાંપ દબાવીને હસ્તાંતરિત કરશે જે રૂ. 5 લાખથી લઈને રૂ. 50 લાખની હશે. આ રકમ જે તે પંચાયતોના બૅન્ક ખાતામાં સીધી ટ્રાન્સફર રિયલ ટાઇમમાં થશે. આવું પહેલી વાર બની રહ્યું છે.
સ્વામિત્વ યોજના વિશે
સ્વામિત્વ (સર્વે ઑફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝ્ડ ટૅકનૉલોજી ઇન વિલેજ એરિયાઝ)ની શરૂઆત પ્રધાનમંત્રીએ 2020ની 24મી એપ્રિલે કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે સામાજિક-આર્થિક રીતે સશક્તિકરણ અને આત્મનિર્ભર ગ્રામીણ ભારત તરીકે ઉત્તેજન આપવા માટે કરી હતી. મેપિંગ અને સર્વેઈંગના આધુનિક ટૅકનિકલ સાધનોનો ઉપયોગ કરીને ગ્રામીણ ભારતની કાયાપલટ કરવાની સંભાવના આ યોજના ધરાવે છે. ગ્રામીણો લૉન મેળવવા અને અન્ય નાણાકીય લાભો મેળવવા માટે મિલકતનો નાણાકીય અસ્કયામત તરીકે ઉપયોગ કરે એનો માર્ગ આ યોજના મોકળો કરે છે. 2021-2025 દરમ્યાન આ યોજના સમગ્ર દેશના 6.62 લાખ ગામોને આવરી લેશે.
2020-2021 દરમ્યાન આ યોજનાનો પ્રાયોગિક તબક્કો મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશના રાજ્યો અને પંજાબ અને રાજસ્થાનના પસંદગીના ગામોમાં અમલી કરાયો હતો.
SD/GP/JD
(Release ID: 1713616)
Visitor Counter : 303
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam