ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ આગામી તહેવારો 'ઉગાડી, ગુડી પાડવા, ચૈત્ર શુકલાદિ, ચેટીચાંદ, વૈશાખી, વિશુ, પુથાંડુ, વૈશાખદિ અને બોહાગ બિહુ'ની રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

Posted On: 12 APR 2021 2:41PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિએ આગામી તહેવારો 'ઉગાડી, ગુડી પાડવા, ચૈત્ર શુકલાદિ, ચેટીચાંદ, વૈશાખી, વિશુ, પુથાંડુ, વૈશાખદિ અને બોહાગ બિહુ'ની રાષ્ટ્રની જનતાને શુભેચ્છા પાઠવી છે.

સંદેશનું સંપૂર્ણ પાઠ નીચે મુજબ છે -

હું 'ઉગાડી, ગુડી પાડવા, ચૈત્ર શુક્લાદિ, ચેટીચાંદ, વૈશાખી, વિશુ, પુથાંડુ, વૈશાખી અને બોહાગ બિહુના શુભ પ્રસંગે આપણા દેશના તમામ નાગરિકોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.

આ તહેવારો પરંપરાગત નવા વર્ષની શરૂઆતમાં ઉજવવામાં આવે છે અને આપણા દેશની સંયુક્ત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસોને પ્રતિબિંબિત કરે છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના લોકો આ ઉત્સવ 'ઉગાડી' કર્ણાટકમાં 'યુગાદી' ના નામથી ઉજવે છે. મહારાષ્ટ્રમાં, આ તહેવાર 'ગુડી પાડવા' અને તમિલનાડુમાં 'પુથાંડુ' તરીકે ઉજવવામાં આવે છે. કેરળમાં આપણા મલયાલી ભાઈઓ અને બહેનો આને વિશુ' અને પંજાબમાં 'વૈશાખી'ના નામથી આ તહેવાર ઉજવે છે. ઓડિશામાં, તે 'પના સંક્રાંતિ' તરીકે ઉજવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં 'પોઇલા બાયશાખ' અને આસામમાં 'બોહાગ બિહૂ' નવા વર્ષના આગમનનું પ્રતિક છે. આ તહેવારનું આયોજન જુદા જુદા નામો દ્વારા કરવામાં આવે છે, પરંતુ ઉલ્લાસ, ઉમંગ અને ઘનિષ્ઠતાની ભાવના થી પરિપૂર્ણ ઉત્સાહપૂર્ણ વાતાવરણ, દરેક જગ્યાએ એક સમાન હોય છે.

આપણા ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોમાં આવી ઘણી ઘટનાઓનો ઉલ્લેખ છે, જે આપણી પ્રકૃતિ પ્રત્યે આપણી શ્રદ્ધા દર્શાવે છે. આપણા દેશમાં, લણણીની મોસમ એ એક પ્રસંગ છે, જે પ્રકૃતિના ચૈતન્ય અને પ્રચૂરતાની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે.

આપણા દેશમાં, તહેવાર હંમેશાં એવો પ્રસંગ હોય છે, જ્યારે પરિવાર અને મિત્રો એક સાથે મળીને ઉત્સવનું આયોજન કરે છે. પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હું તમામ નાગરિકોને કોવિડ-19 સંબંધિત આરોગ્ય અને સ્વચ્છતા પ્રોટોકોલનું પાલન કરીને આ ઉત્સવની ઉજવણી કરવા વિનંતી કરું છું.

 

હું ઈચ્છું છું કે આ તહેવારો આપણા દેશમાં શાંતિ, સુમેળ, સમૃદ્ધિ અને આનંદ લાવે.

SD/GP/JD


(Release ID: 1711152) Visitor Counter : 322