સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે છેલ્લા 24 કલાકમાં રસીના 43 લાખથી વધારે ડોઝ આપીને એક દિવસમાં સર્વાધિક રસીકરણ કવરેજના સીમાચિહ્નને પાર કર્યું
રસીકરણ અંતર્ગત કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો 8 કરોડને પાર થઇ ગયો
કોવિડ-19ના કુલ પરીક્ષણોની સંખ્યા પણ 25 કરોડથી વધારે થઇ ગઇ
Posted On:
06 APR 2021 11:48AM by PIB Ahmedabad
કોવિડ-19 સામેની ભારતની જંગમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ તરીકે, છેલ્લા 24 કલાકમાં રસીકરણ કવાયત અંતર્ગત 43 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. આ સંખ્યા આજદિન સુધીમાં એક જ દિવસમાં આપવામાં આવેલા આ સર્વાધિક ડોઝનો આંકડો દર્શાવે છે.
દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 80મા દિવસે (5 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 43,00,966 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 48,095 સત્રોનું આયોજન કરીને 39,00,505 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 4,00,461 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 5 એપ્રિલ, 2021
|
HCWs
|
FLWs
|
45 થી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરના સહ-બીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
રસી લેનારા કુલ લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
29,819
|
27,117
|
83,159
|
1,28,453
|
23,33,147
|
45,189
|
14,54,380
|
1,99,702
|
39,00,505
|
4,00,461
|
અન્ય એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે, દેશમાં આજે કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો 8.31 કરોડથી વધુ થઇ ગયો છે. પ્રથમ ડોઝ લેનારાઓની સંખ્યા પણ સીમાચિહ્નરૂપ 7 કરોડથી વધુ (7,22,77,309) થઇ ગઇ છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 12,83,816 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 8,31,10,926 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 89,60,061 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 53,71,162 HCWsએ બીજો ડોઝ લીધો છે, 97,28,713 FLWs (પથમ ડોઝ) અને 42,64,691 FLWs (બીજો ડોઝ) લેનારા, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 3,41,06,071એ પ્રથમ ડોઝ, 8,12,237એ બીજો ડોઝ અને 45 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 1,94,82,464 પ્રથમ ડોઝ અને 3,85,527 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.
HCWs
|
FLWs
|
45 વર્ષથી વધુ
|
60 વર્ષથી વધુ
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
89,60,061
|
53,71,162
|
97,28,713
|
42,64,691
|
1,94,82,464
|
3,85,527
|
3,41,06,071
|
8,12,237
|
8,31,10,926
|
નીચે આપેલો આલેખ દેશમાં દૈનિક ધોરણે રસીકરણમાં નોંધાઇ રહેલી આગેકૂચનો ચિતાર આપે છે.
દેશમાં કોવિડના કુલ પરીક્ષણોની સંખ્યા પણ 25 કરોડના મહત્વપૂર્ણ આંકને ઓળંગી ગઇ છે. કુલ પોઝિટીવિટી દરમાં સહેજ વધારો થઇને હવે 5.07% સુધી પહોંચ્યો છે.
ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 96,982 નવા દર્દીઓ પોઝિટીવ થયા હોવાનું નોંધાયું હતું.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, દિલ્હી, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના આઠ રાજ્યોમાં કોવિડના કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. નવા નોંધાયેલા કેસોમાંથી 80.04% દર્દીઓ આ આઠ રાજ્યોમાંથી છે.
દેશમાં એક દિવસમાં સૌથી વધારે 47,288 નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ત્યારપછીના ક્રમે છત્તીસગઢમાં વધુ 7,302 જ્યારે કર્ણાટકમાં વધુ 5,279 દર્દીઓ સંક્રમિત થયા છે.
નીચે આપેલા આલેખ અનુસાર, બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિ થઇ રહી છે.
ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ 7,88,223 સુધી પહોંચી ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા 6.21% છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોમાં 46,393 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી માત્ર મહારાષ્ટ્રમાં જ 57.42% દર્દીઓ છે.
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને આજે 1,17,32,279 થઇ ગયો છે. રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર 92.48% છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 50,143 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 446 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
દૈનિક નવા મૃત્યુઆંકમાં 80.94% દર્દીઓ આઠ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ મૃત્યુ (155) નોંધાયા છે. તે પછી, પંજાબમાં એક દિવસમાં 72 દર્દી મૃત્યુ પામ્યા છે.
તેર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ઓડિશા, આસામ, પુડુચેરી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, મેઘાલય, મણીપુર, ત્રિપુરા, લક્ષદ્વીપ, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1709819)
Visitor Counter : 313
Read this release in:
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu