સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે રસીના 4.2 કરોડથી વધારે ડોઝ આપીને કોવિડ-19 વિરોધી રસીકરણમાં સીમાચિહ્ન નોંધાવ્યું
છેલ્લા 24 કલાકમાં રસીના 27 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક,ગુજરાત અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણને નવા કેસોમાં તીવ્ર વધારો
प्रविष्टि तिथि:
20 MAR 2021 11:40AM by PIB Ahmedabad
ભારત કોવિડ-19 સામેની જંગમાં એક સીમાચિહ્નરૂપ શિખર પર પહોંચ્યું છે. દેશમાં કુલ 4 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર કુલ 6,86,469 સત્રોનું આયોજન કરીને દેશમાં રસીના કુલ 4,20,63,392 ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં 77,06,839 HCWs (પ્રથમ ડોઝ), 48,04,285 HCW (બીજો ડોઝ), 79,57,606 FLWs (પથમ ડોઝ) અને 24,17,077 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 32,23,612 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 1,59,53,973 લાભાર્થી સામેલ છે.
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
|
77,06,839
|
48,04,285
|
79,57,606
|
24,17,077
|
32,23,612
|
1,59,53,973
|
4,20,63,392
|
દેશમાં રસીકરણ કવાયતના 63મા દિવસે (19 માર્ચ 2021) રસીના 27,23,575 ડોઝ આપવામાં આવ્યા હતા.
આમાં, કુલ 38,989 સત્રો યોજીને 24,15,800 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 3,07,775 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
|
તારીખ: 19 માર્ચ,2021
|
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
|
71,651
|
89,112
|
1,24,328
|
2,18,663
|
4,43,614
|
17,76,207
|
24,15,800
|
3,07,775
|
18 માર્ચ 2021 સુધીની સ્થિતિ અનુસાર દેશમાં કુલ 39.34 મિલિયન રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ભારત કોઇપણ દેશ દ્વારા આપવામાં આવેલા રસીના ડોઝની સંખ્યા મામલે બીજા ક્રમે (US પછી) આવી ગયું છે.

રેખાંકિત કરેલા દસ રાજ્યો એવા છે જ્યાં આજદિન સુધીમાં આપવામાં આવેલા રસીના બીજા ડોઝની કુલ સંખ્યામાંથી 68% ડોઝ આપવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા રસીના કુલ 27.23 લાખમાંથી 80% ડોઝ આ 10 રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

કોવિડ-19ની સ્થિતિ જોઇએ તો, પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 83.7% દર્દીઓ છ રાજ્યોમાંથી છે.
છેલ્લા 24 કલાકમાં નવા 40,953 દર્દીઓ સંક્રમિત થયા છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 25,681 દર્દી પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં વધુ 2,470 જ્યારે કેરળમાં વધુ 1,984 કેસ નોંધાયા છે.

આઠ રાજ્યોમાં નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં નવા કેસો વધી રહ્યાં છે.
કેરળમાં સતત નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે.


ભારતમાં આજે કુલ સક્રિય કેસોનું ભારણ 2,88,394 નોંધાયું છે જે દેશમાં કુલ પોઝિટીવ કેસોમાંથી 2.50% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યામાં 17,112 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી 76.22% કેસ છે.

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 1,11,07,332 સુધી પહોંચી છે. સરેરાશ રાષ્ટ્રીય સાજા થવાનો દર 96.12% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 23,653 દર્દીઓ સાજા થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 188 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
નવા મૃત્યુઆંકમાં 81.38% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી હતા. મહારાષ્ટ્રમાં સતત મહત્તમ મૃત્યુઆંક (70) નોંધાવાનું ચાલુ છે. ત્યારબાદ, પંજાબમાં છેલ્લા 24 કલાકમાં વધુ 38 જ્યારે કેરળમાં વધુ 17 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

પંદર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં આસામ, ઉત્તરાખંડ, ઓડિશા, પુડુચેરી, લક્ષદ્વીપ, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
(रिलीज़ आईडी: 1706259)
आगंतुक पटल : 261