પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે અમેરિકન સંરક્ષણ મંત્રી લોઈડ જેમ્સ ઓસ્ટિન તૃતિયએ શુભેચ્છા મુલાકાત કરી

Posted On: 19 MAR 2021 8:08PM by PIB Ahmedabad

ભારતની અધિકૃત મુલાકાતે આવેલા અમેરિકન સંરક્ષણ મંત્રી લોઈડ જેમ્સ ઓસ્ટિન તૃતિયએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સચિવ ઓસ્ટિને પ્રધાનમંત્રી સમક્ષ રાષ્ટ્રપતિ બાઈડેન તરફથી શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના ઉષ્માભર્યા અને ઘનિષ્ઠ સંબંધોનું સ્વાગત કર્યુ, જે લોકતંત્ર, બહુલતાવાદ અને એક નિયમ આધારિત આદેશ પ્રત્યેની પ્રતિબદ્ધતાના સહયોગી મૂલ્યોમાં સામેલ છે.

પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક સહભાગિતા માટે પોતાનો દૃષ્ટિકોણ વ્યક્ત કર્યો અને ભારત-અમેરિકા સંબંધોમાં દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની અગત્યની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે સંરક્ષણ મંત્રી ઓસ્ટિનને અનુરોધ કર્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ બાઈડેનને પોતાની શુભકામનાઓ પાઠવે. મંત્રી ઓસ્ટિને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા માટે અમેરિકન સરકારની નિરંતર પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે વ્યૂહાત્મક સહભાગિતાને વધુ આગળ લઈ જવાની અમેરિકાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હતી.

SD/GP/JD(Release ID: 1706191) Visitor Counter : 252