સંસ્કૃતિ મંત્રાલય
પ્રધાનમંત્રી દ્વારા આવતીકાલે સાબરમતી આશ્રમથી પ્રારંભ કરવામાં આવનાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દાંડી પદયાત્રાનું નેતૃત્વ શ્રી પ્રહલાદ સિંહ પટેલ કરશે
Posted On:
11 MAR 2021 5:17PM by PIB Ahmedabad
કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદ સિંહ પટેલ 12 માર્ચ, 2021 ના રોજ ભવ્ય ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની શરૂઆતના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી પદયાત્રા (સ્વતંત્રતા માર્ચ) નું નેતૃત્વ કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. શ્રી પટેલ ગુજરાતના નડિયાદ ખાતે 16 માર્ચ સુધી વિવિધ રાજ્યોના 81 સામાજિક કાર્યકરો સાથે પદયાત્રાના પ્રથમ 75 કિલોમીટરનું નેતૃત્વ કરશે. 12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ સાબરમતી આશ્રમથી મીઠાના કાયદાઓ વિરુદ્ધ દાંડીયાત્રાની શરૂઆત 81 પદયાત્રીઓ સાથે કરી હતી.
પદયાત્રા દરમિયાન સંસ્કૃતિ મંત્રી રાત્રિ રોકાવાના સ્થળે પદયાત્રી સાથે રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે પદયાત્રા તે જ સ્થળેથી શરૂ થશે. શ્રી પટેલ રાત્રિ રોકાણના સ્થળે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરશે અને તેમની સાથે વાતચીત કરશે. 12 માર્ચથી સાબરમતીથી પ્રારંભ કરીને આ પદયાત્રા 16 માર્ચે નડિયાદ પહોંચે ત્યાં સુધી ચાલુ રહેશે. આ જ રીતે, ગુજરાતના 81 યુવાનોનું જૂથ પણ 12 માર્ચે સાબરમતીથી પદયાત્રા શરૂ કરશે અને આ પદયાત્રી દાંડી સુધી જશે.
SD/GP/BT
(Release ID: 1704174)
Visitor Counter : 304