પ્રવાસન મંત્રાલય

પર્યટન ક્ષેત્ર સ્થાનિક સમુદાયો ખાસ કરીને મહિલા ઉદ્યોગ સાહસિકોને આર્થિક તકો પૂરી પાડે છે


દેખો અપના દેશ ઝુંબેશ અંતર્ગત પ્રવાસન મંત્રાલયે ‘સેવા અને એરબીએનબી ઈન્ડિયા સાથે ગ્રામીણ ભારતનો સુગ્રથિત વિકાસ કરવો ’ અંગે વૅબિનાર યોજ્યો

‘ પ્રવાસનમાં મહિલાઓ આ ક્ષેત્રમાં પાસાં પલટી શક્નાર બની શકે’

Posted On: 08 MAR 2021 11:37AM by PIB Ahmedabad

છઠ્ઠી માર્ચ 2021ના રોજ પ્રવાસન મંત્રાલયના ‘ દેખો અપના દેશ’ વૅબિનાર શ્રેણી હેઠળ 79મો વૅબિનાર ‘ સેવા અને એરબીએનબી ઈન્ડિયા સાથે ગ્રામીણ ભારતનો  સુગ્રથિત વિકાસ કરવો ’ શીર્ષક હેઠળ યોજાયો હતો. 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોઈ, પ્રવાસન ક્ષેત્રમાં મહિલાઓની શક્તિને આગળ લાવવા  અને પ્રવર્તતી તકોને પણ આગળ લાવવામાં આ વિષય યોગ્ય હતો.

પર્યટન ક્ષેત્ર હાલ ભારતમાં તમામ જૉબ્સના 12.95% પ્રત્યક્ષ અને પરોક્ષ જૉબ્સ પૂરાં પાડે છે અને નવી બાબતોનો અનુભવ કરવા માટે કરવામાં આવતા પર્યટનમાં વધતા રસને જોતા, સ્થાનિક સમુદાયો, ખાસ કરીને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે અપાર આર્થિક તકો પ્રવર્તે છે. મહિલાઓને નાણાંકીય રીતે સ્વતંત્ર બનાવીને એમને ટેકો આપી સશક્ત કરવાથી આવક ઊભી કરવામાં મદદ મળશે એટલું જ નહીં પણ સામાજિક ફેરફાર માટે તે પ્રભાવશાળી સાધનનું સર્જન કરશે. વૅબિનારમાં ટેકનોલોજી, ટેકનિકલ તાલીમ, માઇક્રો ફાયનાન્સ વગેરેનો ઉપયોગ કરીને વિવિધ પહેલ દ્વારા અવિધિસરના અર્થતંત્રની સ્વરોજગાર ધરાવતી મહિલાઓની આજીવિકા સુધારીને મહિલાઓના સશક્તિકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટેક્સટાઈલ ક્ષેત્રે મહિલાઓને સશક્ત કરવા માટે ‘સેલ્ફ એમ્પ્લોઈડ વીમેન્સ એસોસિએશન’ (સેવા)નો જન્મ 1972માં થયો હતો. ભારતમાં અસંગઠિત ક્ષેત્રમાંથી મહિલા કામદારોનું એક માત્ર રાષ્ટ્રીય યુનિયન સેવા છે અને ભારતના 18 રાજ્યોમાં એના 15 લાખથી વધુ સભ્યો છે. આજે સેવાના 35% સભ્યપદ યુવા પેઢીમાંથી આવે છે. થોડા વર્ષો અગાઉ સેવાએ પર્યટન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું અને ગુજરાતમાં તે પહેલેથી સફળતાની ગાથા લહેરાવે છે.

એરબીએનબીએ ભારતના મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં રહેતાં 15 લાખથી વધારે સ્વરોજગાર મહિલાઓની પ્રતિનિધિ સંસ્થા ‘સેલ્ફ એમ્પ્લોઇડ વીમેન્સ એસોસિયેશન ઑફ ઈન્ડિયા’ (સેવા) સાથે ભાગીદારી કરી છે. અત્યાર સુધીમાં 15થી વધુ વિવિધ દેશોના 4500થી વધુ મહેમાનોએ સેવાના 40 હૉમ સ્ટેની મુલાકાત લીધી છે. આ ભાગીદારી પ્રવાસીઓને સંસ્કૃતિ અને વારસાનો અજોડ અને પ્રમાણભૂત અનુભવ કરાવે છે અને એની સાથે વંચિત આર્થિક વર્ગોનાં મહિલા ઉદ્યોગ સાહસિકોને આવકનું સાધન પણ પૂરું પાડે છે.

વૅબિનારને સુશ્રી વિનીતા દીક્ષિત, હૅડ પબ્લિક પોલિસી, દ્વારા રજૂ કરાયો હતો અને સેવાના ટેકનોલોજી હેડ તેજસભાઈ રાવળે સેવા અને એરબીએનબી વચ્ચેની ભાગીદારીના અદભૂત અનુભવો, સફર વિશે અને બેઉ ભાગીદારોને કેવી રીતે લાભ થયો એની સમજણ આપી હતી. હૉમ સ્ટેઝ ચલાવતાં સેવાના સૌથી સફળ અને સૌથી વયસ્કમાંનાં બે સભ્યો ગૌરીબેન અને મીતાબેન એમનાં હૉમ સ્ટેઝમાં મહેમાનોને ઉતારા વિશે અને એનાથી આર્થિક રીતે જ નહીં પણ ટેકનૉલોજી, જ્ઞાનની રીતે પણ કેવો વિકાસ થયો એ વિશે બોલ્યાં હતાં. તેઓએ તેમનાં માટે તો નાણાં ઊભાં કર્યા જ પણ સાથે એમનાં સાહસમાં કામ કરતા પતિ અને સમગ્ર પરિવાર માટે નાણાં ઊભા કર્યા અને અન્યોને રોજગાર તેમણે આપ્યો એવી વાત ગૌરીબેને કરી ત્યારે એ ગૌરવાન્વિત ક્ષણ હતી. પોતાના હૉમ સ્ટેની મુલાકાત લેવા માટે તેમણે સૌને આમંત્રણ આપ્યું એ પણ ઉષ્માભર્યું હતું.

પ્રવાસન મંત્રાલયનાં એડિશનલ ડિરેક્ટર જનરલ સુશ્રી રૂપિંદર બ્રારે ભારત સરકારની વોકલ ફોર લોકલ પહેલ પર ભાર મૂક્યો હતો અને સેવાનાં બે સભ્યો ગૌરીબેન અને મીતાબેનની સફળતાની ગાથા સાંભળ્યા બાદ કહ્યું હતું કે એ સાચું છે કે મન હોય તો માળવે જવાય. અંતરાયો ગમે એટલાં હોય, લક્ષ્ય પૂરું કરવા માર્ગ મળી જ રહે છે. 2001માં ભુજમાં ધરતીકંપ આવ્યા બાદ હાલના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીએ ભુજમાં ટેન્ટ સિટીનું નિર્માણ કર્યું ત્યાર બાદ ધોરડોના નિવાસીઓએ કેવી જીવન પલટી નાખનારી અસરો અનુભવી એ વિશે પણ તેઓ બોલ્યાં હતાં. કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પણ આસપાસનાં ગામોની મહિલાઓએ રાજય સરકારની મદદથી સ્વ સહાય જૂથો બનાવ્યાં છે અને કૅફેટેરિયાઝ ચલાવે છે, પર્યટકોને ગાઈડ કરે છે અને પર્યટન ક્ષેત્રે બીજી ઘણી ભૂમિકા અદા કરે છે. શ્રીમતી બ્રારે પર્યટનમાં મહિલાઓને આગળ લાવવા સરકારના સ્વપ્નને દોહરાવ્યું હતું અને મહિલાઓ આવનારા વર્ષોમાં આ ક્ષેત્રમાં પાસાં પલટી શકનાર બની શકે છે.

ઈલેકટ્રૉનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નેશનલ ઈ ગવર્નન્સ વિભાગ સાથે ટેકનિકલ ભાગીદારીમાં દેખો અપના દેશ વૅબિનાર શ્રેણીઓ રજૂ થઈ છે. વૅબિનારના સત્રો હવે https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured  પર અને ભારત સરકારના પર્યટન મંત્રાલયના સોશિયલ મીડિયા હૅન્ડલ્સ પર ઉપલબ્ધ છે. આગામી વૅબિનાર ભારતના ઉત્તર પૂર્વી પ્રદેશના વ્યંજનો પર 2021ની 13મી માર્ચે સવારે 11 કલાકે યોજવામાં આવશે.

SD/GP/JD



(Release ID: 1703153) Visitor Counter : 385