સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં કોવિડના કેસોની સંખ્યામાં દૈનિક ધોરણે તીવ્ર વૃદ્ધિ નોંધાઇ રહી છે


વધુ કેસો નોંધાતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકાર પૂરતો સહકાર આપી રહી છે

Posted On: 08 MAR 2021 10:59AM by PIB Ahmedabad

મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં કોવિડના પોઝિટીવ કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 86.25% કેસો આ રાજ્યોમાંથી છે.

છેલ્લા 24 કલાકમાં નવા 18,599 દર્દીઓ કોવિડથી સંક્રમિત થયા છે.

મહારાષ્ટ્રમાં કોવિડના કારણે દૈનિક ધોરણે સૌથી વધુ 11,141 દર્દીઓ સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, કેરળમાં નવા 2100 જ્યારે પંજાબમાં નવા 1,043 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001L3AA.jpg

દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાઇ રહ્યો હોય તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે કેન્દ્ર દ્વારા નિયમિત ધોરણે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવે છે. સક્રિય કેસોનું વધુ ભારણ ધરાવતા તેમજ દૈનિક ધોરણે કોવિડ-19ના નવા કેસોમાં મોટી સંખ્યામાં વૃદ્ધિ નોંધાવતા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સતત સંકળાયેલા રહેવાના કેન્દ્રના અવિરત પ્રયાસોના ભાગરૂપે આરોગ્ય સચિવ પણ સાપ્તાહિક સમીક્ષા બેઠકો યોજી રહ્યાં છે.

મહારાષ્ટ્ર અને પંજાબમાં નવા કેસોની સંખ્યામાં તાજેતરમાં ઝડપથી વૃદ્ધિ નોંધાઇ હોવાથી આ રાજ્યોમાં કોવિડ-19ના નિયંત્રણ અને કન્ટેઇન્મેન્ટના પગલાંમાં મદદરૂપ થવા માટે તાજેતરમાં, કેન્દ્ર દ્વારા ઉચ્ચ સ્તરીય જાહેર આરોગ્ય ટીમો મોકલવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે પહેલાંથી જ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ અને કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય ટીમો નિયુક્ત કરી છે જેથી અહીં કોવિડ-19ના કેસોમાં ઝડપથી થઇ રહેલી વૃદ્ધિને નિયંત્રણમાં લેવા માટે બીમારી સામેની તેમની જંગમાં મદદરૂપ થઇ શકાય.

આ ટીમો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સત્તાધીશો સાથે વાર્તાલાપ કરે છે અને તેમના સમક્ષ રહેલાં પડકારો તેમજ સમસ્યાઓની માહિતી મેળવે છે જેથી તેમની કોવિડ વિરોધી હાલની પ્રવૃત્તિઓ વધુ મજબૂત કરી શકાય અને જો કોઇ અવરોધો હોય તો તેને દૂર કરી શકાય.

આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002GAAG.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003TATY.jpg

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 1,88,474 નોંધાયું છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે 1.68% રહી છે.

દેશમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોનો આંકડો 22 કરોડથી વધારે (22,19,68,271) થઇ ગયો છે. દેશમાં સરેરાશ પોઝિટીવિટી દર હાલમાં 5.06% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TVJD.jpg

આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ (2.29%) કરતા વધારે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ સપ્તાહિક પોઝિટીવિટી દર 11.13% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005QU9C.jpg

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં કુલ 3,76,633 સત્રોમાં 2.09 કરોડથી વધારે (2,09,89,010) રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં 69,85,911 HCWs (પ્રથમ ડોઝ), 35,47,548 HCWs (બીજો ડોઝ), 66,09,537 FLWs (પથમ ડોઝ) અને 2,13,559 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહબીમારી ધરાવતા હોય તેવા 4,80,661 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 31,51,794 લાભાર્થી સામેલ છે.

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

2nd Dose

પ્રથમ ડોઝ

2nd Dose

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

69,85,911

35,47,548

66,09,537

2,13,559

4,80,661

31,51,794

2,09,89,010

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 97 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 87.63% દર્દીઓ સાત રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુઆંક નોંધાઇ રહ્યો છે જ્યાં વધુ 38 દર્દીના મૃત્યુ થયા છે. તે પછીના ક્રમે છેલ્લા 24 કલાકમાં, પંજાબમાં વધુ 17 અને કેરળમાં વધુ 13 દર્દીના મૃત્યુ થયાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006LUW2.jpg

અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19મા કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, ચંદીગઢ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, સિક્કિમ અને ત્રિપુરા છે.

 

SD/GP/JD


(Release ID: 1703141) Visitor Counter : 259