નાણા મંત્રાલય

નાણાકીય વર્ષ 2019-20 માટે GSTR-9 અને GSTR-9C ભરવાની છેલ્લી તારીખ 31.03.2021 સુધી લંબાવવામાં આવી

Posted On: 28 FEB 2021 6:40PM by PIB Ahmedabad

તા. 30.12.2020ના રોજ બહાર પાડવામાં આવેલી અધિસૂચના નંબર. 95/2020- કેન્દ્રીય કરવેરા અનુસાર નાણાકીય વર્ષ 2019-20 માટે CGST અધિનિયમની કલમ 44 સાથે વંચાતા CSGT નિયમોના નિયમ 80 અંતર્ગત વાર્ષિક રીટર્ન (GSTR-9 અને GSTR-9C) ભરવાની છેલ્લી તારીખ અગાઉ 31.12.2020થી લંબાવીને 28.02.2021 કરવામાં આવી હતી. કરદાતાઓને નિર્ધારિત સમય મર્યાદાને પહોંચી વળવામાં પડેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે GSTR-9 અને GSTR-9C ભરવાની છેલ્લી તારીખ વધુ લંબાવીને 31.03.2021 કરવાનો નિર્ણય લીધો છે જે ભારતના ચૂંટણી પંચની મંજૂરી સાથે લેવામાં આવેલો છે. અખબારી યાદી કરદાતાઓને જાણ કરવાના ઉદ્દેશથી બહાર પાડવામાં આવી છે જેથી તેઓ તદઅનુસાર તેમના રીટર્ન ફાઇલ કરવાનું આયોજન કરી શકે. નિર્ણયને અમલમાં મૂકવા માટે યોગ્ય અધિસૂચના બહાર પાડવામાં આવી રહી છે.

 

SD/GP/JD(Release ID: 1701610) Visitor Counter : 225