સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ રસીકરણમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે
રાજ્યો આયુષમાન ભારત- PMJAY અંતર્ગત અંદાજે 10,000 હોસ્પિટલો અને CGHS અંતર્ગત 687 હોસ્પિટલોનો ઉપયોગ કોવિડ રસીકરણ કેન્દ્રો (CVC) તરીકે કરી શકે છે
રાજ્ય સરકાર આરોગ્ય વીમા યોજનાઓ અંતર્ગત પેનલમાં સમાવેલી તમામ હોસ્પિટલોનો ઉપયોગ CVC તરીકે કરવા માટે રાજ્યોને છુટ અપાઇ
રાજ્યો તમામ PSU આરોગ્ય સુવિધાઓ અને તમામ સરકારી આરોગ્ય સુવિધાઓનો પણ CVC તરીકે ઉપયોગ કરી શકે છે
CVC તરીકે કામ કરતી ખાનગી હોસ્પિટલો વ્યક્તિ દીઠ એક ડોઝના મહત્તમ રૂપિયા 250 લેખે ચાર્જ લઇ શકે છે
Posted On:
27 FEB 2021 7:04PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણે આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો અને MD (NHM) સાથે ઉંમર અનુસાર યોગ્ય સમૂહોને રસીકરણ બાબતે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો.
સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી 2021ના રોજથી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતનો પ્રારંભ કરવામાં આવ્યા છે. તે તારીખથી, આરોગ્ય સંભાળ કર્મચારીઓ (HCW)ને કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અને અગ્ર હરોળના કર્મચારીઓ (FLW)ને 2 ફેબ્રુઆરી 2021થી આ કવાયતમાં આવરી લેવામાં આવ્યા છે. આજદિન સુધીમાં, 1.5 કરોડથી વધારે રસી આપવામાં આવી છે.
આ દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમનું હવે 1 માર્ચ 2021થી તેમાં નીચે ઉલ્લેખ કરેલા ઉંમર અનુસાર સમૂહોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે:
- 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો અને
- ચોક્કસ સહ બીમારી ધરાવતા હોય તેવા 45થી 59 વર્ષની વચ્ચેની ઉંમરના નાગરિકો
કોવિડ વિરોધી રસીકરણની ક્ષમતામાં અનેક ગણો વધારો કરવા માટે, નોંધનીય પ્રમાણમાં ખાનગી સુવિધાઓને તેમાં સામેલ કરવામાં આવી રહી છે. આયુષમાન ભારત PMJAY અંતર્ગત લગભગ 10,000 ખાનગી હોસ્પિટલો અને CGHS અંતર્ગત 600થી વધારે હોસ્પિટલો તેમજ રાજ્ય સરકારની આરોગ્ય વીમા યોજનાઓમાં પેનલમાં સમાવેલી હોય તેવી ખાનગી હોસ્પિટલો કોવિડ રસીકરણ કેન્દ્ર (CVC) તરીકે કામ કરી શકશે. રાજ્યોના આરોગ્ય વિભાગો દ્વારા પહેલાંથી જ આ ખાનગી હોસ્પિટલો સાથે આ સંદર્ભે વાટાઘાટો શરૂ કરી દેવામાં આવી છે જેથી તેમને CVC તરીકે આ કવાયતમાં સમાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય. આ તમામ ખાનગી હોસ્પિટલોની યાદી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આ યાદી અહીં આપેલ લિંક પરથી પણ મેળવી શકાય છે.
a) https://www.mohfw.gov.in/pdf/CGHSEmphospitals.xlsx
b) https://www.mohfw.gov.in/pdf/PMJAYPRIVATEHOSPITALSCONSOLIDATED.xlsx
વધુમાં, સરકારી આરોગ્ય સુવિધાઓનો ઉપયોગ પણ CVC તરીકે થઇ શકશે જેમ કે મેડિકલ કોલેજ હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, પેટા વિભાગીય હોસ્પિટલો, CHC, PHC, આરોગ્ય પેટા કેન્દ્રો તેમજ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોને આમાં સમાવી શકાશે. જે CVC તરીકે કામ કરવાની હોય તેવી તમામ આરોગ્ય સુવિધાઓ માટે GPS યામાક્ષો સાથે જીઓ સંદર્ભ નક્શો તૈયાર કરવામાં આવ્યો છે અને આ જીઓ સંદર્ભિત નક્શાને રાજ્યો સાથે શેર કરવામાં આવી રહ્યાં છે.
સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પર વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે કારણ કે રસીકરણનો આ સંપૂર્ણ કેન્દ્ર સરકાર દ્વારા ઉપાડવામાં આવી રહ્યો છે.
સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો તરીકે સેવા આપનારી તમામ ખાનગી આરોગ્ય સુવિધાઓએ અવશ્યપણે તમામ પ્રક્રિયા, ગુણવત્તા અને સલામતીનું પાલન કરવાનું રહેશે જેમાં રાષ્ટ્રીય Co-WIN ટેકનોલોજી પ્લેટફોર્મ સાથે એકીકૃતતા પણ સમાવિષ્ટ છે. તમામ ખાનગી હોસ્પિટલોએ અવશ્યપણે પૂરતા પ્રમાણમાં જગ્યા, પૂરતી કોલ્ડ ચેઇનની ગોઠવણી, પૂરતી સંખ્યામાં રસી આપનારાઓ અને સહાયક સ્ટાફ તેમજ રસીકરણના પગલે વિપરિત સ્થિતિ (AEFI)ના સંજોગોને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં ગોઠવણી કરવાની રહેશે.
રાજ્યોને નોંધણી માટેની 3 (ત્રણ) પ્રક્રિયાઓ સમજાવવામાં આવી છે જે, આગોતરી સ્વ-નોંધણી, સ્થળ પર નોંધણી અને સુવિધાપ્રાપ્ત સમૂહ નોંધણી છે.
રાજ્યોને એ પણ સમજાવવામાં આવ્યું છે કે, CVC તરીકે કામ કરતી ખાનગી હોસ્પિટલો આ સંદર્ભમાં ઇલેક્ટ્રોનિક અને નાણાકીય વ્યવસ્થાપન તંત્ર સાથે પ્રત્યેક વ્યક્તિ પાસેથી એક ડોઝ દીઠ મહત્તમ રૂપિયા 250 લેખે ચાર્જ લઇ શકે છે. બેઠક દરમિયાન એવી પણ ચર્ચા થઇ હતી કે, ખાનગી સુવિધાઓને CoWIN 2.0ના અસરકારક ઉપયોગની સુવિધા પૂરી પાડવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડ આપવામાં આવશે.
વધુમાં રાજ્યોને જણાવવામાં આવ્યું હતું કે, ખાનગી સુવિધાઓનું સૌથી નજીકના કોલ્ડ ચેઇન પોઇન્ટ્સ સાથે મેપિંગ પણ કરવામાં આવશે જેથી તેમને વિના અવરોધે રસીનો જથ્થો મળતો રહે તેવું સુનિશ્ચિત થઇ શકે.
45થી 59 વર્ષની વયજૂથમાં 20 સહ-બીમારી ધરાવતા લોકોના પ્રમાણીકરણની સરળીકૃત પ્રણાલી વિશે પણ રાજ્યોને સમજાવવામાં આવ્યું છે. આ સરળીકૃત એક પેજનું પ્રમાણત્ર કોઇપણ નોંધણીકૃત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા સહી કરેલું રહેશે અને બીડાણ-1 તરીકે જોડાવાનું રહેશે. આ પ્રમાણપત્ર Co-WIN 2.0 પર લાભાર્થી દ્વારા જાતે નોંધણી કરાવતી વખતે અપલોડ કરી શકાશે અથવા CVC ખાતે લાભાર્થી જાય ત્યારે પોતાની પાસે હાર્ડ કોપી લઇ જઇ શકશે.
****
(Release ID: 1701423)
Visitor Counter : 380