પ્રધાનમંત્રીનું કાર્યાલય

ખાનગીકરણ અને સંપત્તિ મુદ્રીકરણ ઉપર એક વેબીનાર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 24 FEB 2021 7:40PM by PIB Ahmedabad

નમસ્કાર!

વખતે બજેટની પહેલા તમારામાંથી ઘણા સાથીઓ સાથે વિસ્તારપૂર્વક વાત થઈ હતી. બજેટે ભારતને ફરીથી હાઇ ગ્રોથ ટ્રેજેક્ટરી પર લઈ જવા માટેનો સ્પષ્ટ રોડમેપ સામે રજૂ કર્યો છે. બજેટમાં ભારતના વિકાસમાં ખાનગી ક્ષેત્રની મજબૂત ભાગીદારી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. બજેટમાં જાહેર ખાનગી ભાગીદારીની સંભાવનાઓ અને લક્ષ્યાંકોને સ્પષ્ટતા સાથે સામે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ડીસઇન્વેસ્ટમેન્ટ અને સંપત્તિનું મુદ્રીકરણ તેનું એક મહત્વનું પાસું છે.

સાથીઓ,

જ્યારે દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા હતા તો તે વખતે સમય જુદો હતો અને દેશની જરૂરિયાતો પણ જુદી હતી. જે નીતિ 50 60 વર્ષ પહેલા માટે સાચી હતી તેમાં સુધારાની સંભાવના હંમેશા રહે છે. આજે જ્યારે અમે સુધારાઓ કરી રહ્યા છીએ તો અમારું સૌથી મોટું લક્ષ્ય છે કે જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થઈ શકે.

કેટલાય એવા જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે કે જે નુકસાન વેઠનાર છે. તેમાંથી કેટલાયને કર દાતાના નાણાં વડે ટેકો આપવો પડે છે. એક રીતે જે ગરીબના હકનું છે, મહત્વાકાંક્ષી યુવાનોના હકનું છે, તે પૈસાને ઉદ્યોગોના કામોમાં લગાવવા પડે છે અને તેના લીધે અર્થવ્યવસ્થા ઉપર પણ ઘણી રીતનો બોજ પડે છે. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને માત્ર એટલા માટે નથી ચલાવતા રહેવાના કારણ કે તે આટલા વર્ષોથી ચાલી રહ્યા છે, કોઈના પાલક પ્રોજેક્ટ રહ્યા છે. જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કોઈ વિશેષ ક્ષેત્રની જરૂરિયાતને પૂરા કરી રહ્યા હોય, કોઈ વ્યૂહાત્મક મહત્વ સાથે જોડાયેલા હોય તો હું વાત સમજી શકું છું અને તેની જરૂરિયાત પણ સમજી શકું છું.

સરકારની જવાબદારી છે કે તે દેશના ઉદ્યોગોને, વ્યવસાયોને પૂરેપૂરું સમર્થન આપે પરંતુ સરકાર પોતે ઉદ્યોગો ચલાવે, તેની માલિક બનીને રહે , તે આજના યુગમાં ના તો જરૂરી છે અને ના તો તે શક્ય રહ્યું છે. એટલા માટે હું કહું છુંસરકારે વ્યવસાયની અંદર રહેવાની કોઈ જરૂર નથી. સરકારનું ધ્યાન લોકોના કલ્યાણ અને વિકાસ સાથે જોડાયેલ પરિયોજનાઓ ઉપર રહેવું જોઈએ. વધુમાં વધુ સરકારની શક્તિ, સંસાધન, સામર્થ્ય કલ્યાણ કામની માટે લાગવા જોઈએ. ત્યાં સરકાર જ્યારે વ્યવસાય કરવા લાગે છે તો ઘણી રીતે નુકસાન પણ થાય છે.

નિર્ણય પ્રક્રિયામાં સરકારની સામે અનેક બંધનો હોય છે. સરકારમાં વ્યાવસાયિક નિર્ણયો લેવાના સાહસનો અભાવ હોય છે. દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના આરોપો અને કોર્ટ કચેરીનો પણ ડર રહે છે. અને કારણે એક વિચાર ચાલ્યા કરે છે કે જે ચાલી રહ્યું છે તેને ચાલવા દો મારી તો જવાબદારી બહુ ઓછા સમય માટેની છે. મારા પછી જે આવશે તે જોશે. એટલા માટે તે નિર્ણય લેતો નથી જેમ ચાલે છે તેમ ચાલવા દે છે.

આવી વિચારધારા સાથે વ્યવસાય ના થઈ શકે, તમે પણ ખૂબ સારી રીતે જાણો છો. તેની બીજી એક બાજુ છે કે જ્યારે સરકાર વ્યવસાય કરવા લાગે છે તો તેના સંસાધનોની મર્યાદા સમેટાઇ જાય છે. સરકારની પાસે સર્વશ્રેષ્ઠ અધિકારોની અછત નથી હોતી પરંતુ તેમની તાલીમ મૂળભૂત રીતે શાસન વ્યવસ્થાઓને ચલાવવા, નીતિ નિર્ધારણ નિયમોનું પાલન કરાવવા, જન કલ્યાણના કાર્યો પર ભાર મૂકવા, તેની માટે જરૂરી નીતિઓના નિર્માણ અને બાબતોમાં તેમની તાલીમ પણ થયેલી હોય છે અને તેમાં કામ કરતાં કરતાં તેઓ આગળ આવેલા હોય છે. કામ આટલા મોટા દેશમાં ઘણું મહત્વનું હોય છે.

પરંતુ જ્યારે સરકાર વ્યવસાય કરવા લાગી જાય છે તેને કાર્યોમાંથી બહાર કાઢીને, એવા પ્રતિભાવાન અધિકારીઓને કાઢીને બાજુ લઈ જવા પડે છે. એક રીતે આપણે તેની પ્રતિભા સાથે અન્યાય કરીએ છીએ, તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગ સાથે અન્યાય કરીએ છીએ. પરિણામ સ્વરૂપે તે વ્યક્તિનું નુકસાન થાય છે, તે ઉદ્યોગનું નુકસાન થાય છે. અને એટલા માટે એક રીતે દેશને અનેક રીતે ઘણું નુકસાન પહોંચાડે છે. અમારી સરકારનો પ્રયાસ, લોકોના જીવન સ્તરને સુધારવાની સાથે લોકોના જીવનમાં સરકારની કારણ વગરની દખલગીરીને પણ ઓછી કરવાનો છે. એટલે કે જીવનમાં ના તો સરકારનો અભાવ હોય અને ના તો સરકારનો પ્રભાવ હોય.

સાથીઓ,

આજે દેશમાં સરકારના નિયંત્રણમાં ઘણા બધા બિનઉપયોગી અને વણ વપરાયેલી સંપત્તિ છે. વિચારધારા સાથે અમે નેશનલ એસેટ મોનેટાઈઝેશન પાઇપલાઇનની જાહેરાત કરી છે. ઓઇલ, ગેસ, પોર્ટ, એરપોર્ટ, ઊર્જા, એવી લગભગ 100 સંપત્તિઓને મુદ્રીકરણ કરવાનું લક્ષ્ય અમે રજૂ કર્યું છે. તેમાંથી 2.5 ટ્રિલિયન રૂપિયાના રોકાણનો અવસર મળવાનો અંદાજો છે. અને હું પણ કહીશ કે પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે. સરકાર જે મંત્રને લઈને આગળ વધી રહી છે તે છે મુદ્રીકરણ અને આધુનિકીકરણ.

જ્યારે સરકાર મુદ્રીકરણ કરે છે તો તે સ્થાનને દેશનું ખાનગી ક્ષેત્ર ભરી દે છે. ખાનગી ક્ષેત્ર પોતાની સાથે રોકાણ પણ લઈને આવે છે, વૈશ્વિક સર્વશ્રેષ્ઠ કાર્ય પદ્ધતિઓ પણ લાવે છે. ઉચ્ચ ગુણવત્તાની માનવશક્તિ લાવે છે, વ્યવસ્થાપનમાં પરિવર્તન આવે છે. તેનાથી વસ્તુઓ વધારે આધુનિક બને છે, સંપૂર્ણ ક્ષેત્રમાં આધુનિકતા આવે છે, ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર થાય છે અને નોકરીઓ માટે નવા અવસરો પણ ઉત્પન્ન થયા છે. સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રહે, નિયમો અંતર્ગત રહે, તેની માટે દેખરેખ રાખવી પણ એટલી જરૂરી છે હોય છે, એટલે કે મુદ્રીકરણ અને આધુનિકીકરણની સાથે આપણે સંપૂર્ણ અર્થવ્યવસ્થાની અસરકારકતાને હજી વધુ વધારી શકીએ છીએ.

સાથીઓ,

સરકારના નિર્ણયોના કારણે જે રકમ મળશે તેનો ઉપયોગ જનકલ્યાણની યોજનાઓમાં કરવામાં આવી શકશે. સંપત્તિ મુદ્રીકરણ અને ખાનગીકરણમાંથી જે પૈસા આવે છે, તેનાથી ગરીબનું ઘર બને છે, તે પૈસા ગામમાં રસ્તાઓ બનાવવાના કામમાં આવે છે, તે પૈસા શાળાઓ ખોલવાના કામમાં આવે છે, તે પૈસા ગરીબ સુધી સ્વચ્છ પાણી પહોંચાડવા માટેના કામમાં આવે છે. સામાન્ય માનવી સાથે જોડાયેલ એવા કેટલાય કામો હોય છે. આઝાદીના આટલા વર્ષો પછી, આપણાં દેશમાં પ્રકારની ખામીઓ છે. હવે દેશ તેની માટે વધારે રાજ જોઈ શકે તેમ નથી.

અમારી પ્રાથમિકતા છે કે દેશનો સામાન્ય નાગરિક, તેની માંગો, તેની જરૂરિયાતો પૂરી થવી જોઈએ. જોઈએ. સરકાર તે દિશામાં ઝડપથી કામ કરી રહી છે. એટલા માટે સંપત્તિ મુદ્રીકરણ અને ખાનગીકરણ સાથે જોડાયેલ દરેક નિર્ણય, દેશમાં નાગરિકો માટે પછી તે ગરીબ હોય, મધ્યમ વર્ગનો હોય, યુવાન હોય, મહિલા હોય, ખેડૂત હોય, મજૂર હોય, તેને સશક્ત કરવામાં મદદ કરશે. ખાનગીકરણ વડે સામર્થ્યવાન યુવાનો માટે વધુ સારા અવસરો પણ ઉપલબ્ધ થાય છે. નવયુવાનોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે વધુ અવસર મળે છે.

સાથીઓ,

દેશના દરેક ઉદ્યોગને અસરકારક બનાવવા માટે પારદર્શકતા, જવાબદેહી, કાયદાનો નિયમ, સંસદીય દેખરેખ અને મજબૂત રાજનૈતિક ઈચ્છાશક્તિ આજે તમે સ્પષ્ટ રૂપે અનુભવ કરતાં હશો. બજેટમાં જાહેર ક્ષેત્ર ઉદ્યોગો માટે જે નવી નીતિઓની જાહેરાત કરવામાં આવી છે, તેમાં પણ અમારો ઇરાદો સાફ સાફ જોવા મળે છે.           

4 વ્યૂહાત્મક ક્ષેત્રો સિવાય બાકીના તમામ પીએસઇના ખાનગીકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પણ ઓછામાં ઓછા પીએસઇ રહે, જેટલી જરૂરિયાત હોય તેટલા રહે, તે પણ અમે સ્પષ્ટ કર્યું છે. નીતિ વાર્ષિક ડીસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકોથી આગળ વધીને મીડિયમ ટર્મ વ્યૂહાત્મક અભિગમ રાખીને વ્યક્તિગત કંપનીઓને પસંદ કરવામાં મદદ કરશે.

તેનાથી રોકાણનો પણ એક સ્પષ્ટ રોડમેપ બનશે. તેનાથી દરેક ક્ષેત્રમાં તમારી માટે રોકાણ માટેના નવા અવસરો બનશે અને ભારતમાં રોજગારની પણ અપાર સંભાવનાઓ નિર્માણ પામશે. અને હું પણ કહીશ કે બધી મૂલ્યવાન સંપત્તિઓ છે. વસ્તુઓએ દેશની બહુ સેવા કરી છે અને આગળ પણ ઘણી બધી સંભાવનાઓથી ભરેલી પડી છે. આપણે ઘણી વાર જોયું છે કે જ્યારે વ્યવસ્થાપન બદલાય છે તેઓ એકમો નવી ઊંચાઈઓને પાર કરી જાય છે. તમે બધા લોકો વર્તમાન પરથી નહિ ભવિષ્યની જે સંભાવનાઓ છુપાયેલી છે તેનાથી આનું મૂલ્યાંકન કરો. અને હું તેના ઉજ્જવળ ભવિષ્યને સપષ્ટ રૂપે જોઈ શકું છું.

સાથીઓ,

આજે જ્યારે અમારી સરકાર, સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે દિશામાં આગળ વધી રહી છે તો તેની સાથે જોડાયેલ નીતિઓનું અમલીકરણ કરવું પણ એટલું જરૂરી છે. પારદર્શકતાની ખાતરી કરવા માટે, સ્પર્ધાની ખાતરી કરવા માટે અમારી પ્રક્રિયાઓ સાચી રહે, નીતિઓ સંતુલિત રહે, તે ખૂબ જરૂરી છે. તેની માટે એક વિસ્તૃત રોડમેપ સાથે યોગ્ય કિંમત સંશોધન અને શેરધારકોના મેપિંગ માટે આપણે દુનિયાની સર્વશ્રેષ્ઠ પ્રવૃત્તિઓમાંથી શીખવું પડશે. આપણે જોવાનું રહેશે કે જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે તે લોકોની માટે તો લાભકારી હોય પરંતુ સાથે તે ક્ષેત્રના વિકાસમાં પણ મદદ કરે.

સાથીઓ,

ડિસેમ્બરમાં વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં તમારામાંથી કેટલાય લોકોએ સોવરેન અને ઇન્ફ્રાસ્ટ્રકચર ભંડોળ માટે કર સુધારાઓ જેવી કેટલીય વાતો મારી સામે રજૂ કરી હતી. તમે જોયું હશે કે બજેટમાં તેનું સમાધાન કરી દેવામાં આવ્યું છે. દેશની કામ કરવાની ગતિ આજે તમે અનુભવ કરતાં હશો. પ્રક્રિયાઓને ઝડપી કરવા માટે અમે એક સશક્ત સચિવોનો સમૂહ બનાવ્યો છે, કે જેઓ રોકાણકારોની વ્યવસ્થા સાથે જોડાયેલ તમામ મુદ્દાઓને ઝડપથી ઉકેલે છે. રીતે અનેક સૂચનોના આધાર પર અમે મોટા રોકાણકારોને કદમ કદમ પર મદદ કરવા માટે એક સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટની વ્યવસ્થા પણ બનાવી છે.

સાથીઓ,

વિતેલા વર્ષોમાં અમારી સરકારે ભારતને વ્યવસાય માટે એક મહત્વનું ગંતવ્ય સ્થાન બનાવવા માટે સતત સુધારાઓ કર્યા છે. આજે ભારત વન માર્કેટ વન ટેક્સ વ્યવસ્થાથી યુક્ત છે. આજે ભારતમાં કંપનીઓ માટે પ્રવેશ અને નિકાસ માટે સર્વશ્રેષ્ઠ માધ્યમો ઉપલબ્ધ છે. ભારતમાં કમ્પ્લાયન્સ સાથે જોડાયેલ જટિલતાઓને સતત સુધારવામાં આવી રહી છે. ભારત તે દેશો પૈકી એક છે કે જ્યાં કરદાતાના અધિકારોને કોડીફાય કરવામાં આવ્યા છે. શ્રમ કાયદાઓને પણ હવે સરળ કરવામાં આવી ચૂક્યા છે.

સાથીઓ,

વિદેશમાંથી જે સાથી અમારી સાથે આજે જોડાયેલા છે, તેમની માટે તો એક રીતે ભારતમાં નવા અવસરોનું ખુલ્લુ આકાશ છે. તમે પણ પરિચિત છો કે એફડીઆઇને લઈને ભારતે પોતાની નીતિઓમાં કેવા પ્રકારના અભૂતપૂર્વ સુધારાઓ કર્યા છે. એફડીઆઇને અનુકૂળ માહોલ અને ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહકોપીએલઆઈ જેવા પ્રોત્સાહનના કારણે, આજે રોકાણકારોમાં ભારત પ્રત્યે ઉત્સાહ હજી વધારે ઉત્પન્ન થયો છે. તે વિતેલા કેટલાક મહિનાઓમાં થયેલ રેકોર્ડ એફડીઆઇ ઇનફ્લોમાં સ્પષ્ટ રૂપે જોવા પણ મળે છે. આજે વેપાર કરવાની સરળતા માત્ર કેન્દ્ર સરકાર સુધી સીમિત નથી રહી પરંતુ આપણાં રાજ્યોમાં પણ તેની માટે સ્વસ્થ સ્પર્ધા ચાલી રહી છે. તે એક બહુ મોટું પરિવર્તન છે.

સાથીઓ,

આત્મનિર્ભર ભારત માટે, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર પર, મલ્ટી મોડલ સંપર્ક ઉપર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. પોતાના ઇન્ફ્રાસ્ટ્રકચરને અપગ્રેડ કરવા માટે આવનારા 5 વર્ષોમાં 111 ટ્રિલિયન રૂપિયાની નેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર પાઇપલાઇન પર અમે કામ કરી રહ્યા છીએ. તેમાં પણ ખાનગી ક્ષેત્રની માટે લગભગ 25 ટ્રિલિયન રૂપિયાના રોકાણની સંભાવનાઓ છે. ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ આપણે ત્યાં રોજગાર અને માંગને પણ પ્રોત્સાહન આપનારા છે. મને વાતનું પણ ધ્યાન છે કે અનેક રોકાણકારો ભારતમાં તેમની પહેલી ઓફિસ ખોલવાનું વિચારી રહ્યા છે.

આવા તમામ સાથીઓનું સ્વાગત છે અને મારુ સૂચન છે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સેન્ટરમાંથી ઘણી મદદ મળશે. કેન્દ્રને આંતરરાષ્ટ્રીય તુલનાત્મક નિયામક માળખા અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. તે તમારી માટે કામ કરવાનું એક સર્વશ્રેષ્ઠ મંચ બની શકે તેમ છે. એએવી અને અનેક પ્લગ અને પ્લે સુવિધાઓ ભારતમાં આપવા માટે અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ.

સાથીઓ,

સમય ભારતની વિકાસ યાત્રામાં નવા અધ્યાયની શરૂઆત કરશે. જે નિર્ણયો અત્યારે લેવામાં આવ્યા છે જેના લક્ષ્યોની દિશામાં દેશ આગળ વધી રહ્યો છે તે લક્ષ્યોની પ્રાપ્તિ સંપૂર્ણ ખાનગી ક્ષેત્ર ઉપરના ભરોસામાં હજી વધારે વૃદ્ધિ કરશે. દુનિયાના સૌથી મોટા યુવા દેશની અપેક્ષાઓ માત્ર સરકાર પાસેથી નથી પરંતુ ખાનગી ક્ષેત્ર પાસેથી પણ એટલી છે. મહત્વાકાંક્ષાઓ વ્યવસાય માટે એક બહુ મોટી તક લઈને આવી છે.

ચાલો, આપણે સૌ અવસરોનો ઉપયોગ કરીએ. એક વધુ સારી દુનિયા માટે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપીએ. અને આટલી મોટી સંખ્યામાં આજે તમે સંવાદમાં સહભાગી થયા છો તેની માટે હું તમારો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમારી પાસે ઊંડો અનુભવ છે, દેશ અને દુનિયાનો અનુભવ છે. મારો તમને આગ્રહ રહેશે બજેટમાં જે વાતો આવી ચૂકી છે, સરકારે જે નીતિઓ નિર્ધારિત કરી છે, જે વાતોનો મેં આજે ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો છે; મારે તમારી મદદ જોઈએ તત્કાળ, ઝડપી ગતિએ અમલીકરણ કરવા માટેનો રોડમેપ બનાવવા માટે. મને વિશ્વાસ છે કે આપ સૌનો અનુભવ, તમારું જ્ઞાન, તમારું સામર્થ્ય ભારતની આશા અપેક્ષા બંને સાથે મળીને, એક નવી દુનિયાનું નિર્માણ કરવાની તાકાત ઉત્પન્ન કરે છે. હું ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું, તમારા સૂચનોની રાહ જોઉં છું.

ખૂબ ખૂબ આભાર!!       

SD/GP/JD

 

 


(Release ID: 1700703) Visitor Counter : 298