પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારત-ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઈકોનોમી હૈકાથોન (આઇ-એસીઈ)માં સંબોધન કર્યું


સર્ક્યુલર ઈકોનોમી એ આપણા ગ્રહ પરની ઇકોલોજીકલ તાણને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે: પ્રધાનમંત્રી

મજબૂત ભારત-ઓસ્ટ્રેલિયાની મજબૂત ભાગીદારી કોવિડ પછીની દુનિયાના આકારમાં મહત્વની ભૂમિકા નિભાવશે: પ્રધાનમંત્રી

Posted On: 19 FEB 2021 10:26AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા વપરાશની રીત પર ધ્યાન આપવાની જરૂર છે તેમજ આપણે ઇકોલોજીકલ અસરને કેવી રીતે ઘટાડી શકીએ એ જોવાનું છે. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં ઘણાં પડકારોનું નિરાકરણ લાવવા સર્ક્યુલર ઈકોનોમી એક મહત્ત્વપૂર્ણ પગલું હોઈ શકે છે. તેઓએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત-ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઈકોનોમી હૈકાથોનના સમાપન કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.

 

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે વસ્તુઓના ફરીથી વપરાશ અને ફરીથી ઉપયોગ, કચરો દૂર કરવા અને સાધન કાર્યક્ષમતામાં સુધારો લાવવો એને આપણી જીવનશૈલીનો ભાગ બનાવવો આવશ્યક છે. તેમણે આશા વ્યક્ત કરી કે હૈકાથોનમાં પ્રદર્શિત નવીનતાઓ બંને દેશોને સર્ક્યુલર ઈકોનોમીના ઉકેલોમાં આગળ વધવાની પ્રેરણા આપશે. તેમણે આ વિચારોને આગળ કરવા અને પ્રોત્સાહિત કરવાની રીતો શોધવાનું પણ કહ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે માતૃભૂમિએ આપણને આપેલ તમામ વસ્તુઓના માલિકો નથી, પરંતુ આવનારી આગામી પેઢી માટે ફક્ત આપણે તેના ટ્રસ્ટી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે હૈકાથોનમાં આજના યુવા ભાગીદારોની ઉર્જા અને ઉત્સાહ એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાવિ ભાગીદારીનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 'ભારત-ઓસ્ટ્રેલિયાની મજબૂત ભાગીદારી કોવિડ પછીની દુનિયાના આકારમાં મહત્વની ભૂમિકા નિભાવશે. અને આપણા યુવાનો, આપણા યુવા ઇનોવેટર્સ, આપણા સ્ટાર્ટ-અપ્સ, આ ભાગીદારીમાં મોખરે હશે.”

SD/GP/BT


(Release ID: 1699297) Visitor Counter : 255