પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ જલગાંવ માર્ગ અકસ્માતના મૃતકો માટે સહાય મંજૂર કરી

Posted On: 15 FEB 2021 3:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટેની સહાય મંજૂર કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું હતું, ‘PM @narendramodi એ પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત કોષમાંથી મહારાષ્ટ્રના જલગાંવ ખાતે બનેલી કરૂણ માર્ગ અકસ્માતની ઘટનામાં દરેક મૃતકના નજીકના પરિજનને રૂ. 2 લાખની સહાય મંજૂર કરી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી દરેક વ્યક્તિને રૂ. 50000 આપવામાં આવશે.’


(Release ID: 1698132) Visitor Counter : 180