નાણા મંત્રાલય

ભારતની વિકાસગાથામાં ખાનગી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, સરકાર તેમના માટે સુવિધાકાર બનશેઃ નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ


ચાલુ વર્ષના બજેટ માટે મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંતો હતા – પારદર્શકતા અને કરવેરાની સ્થિરતા

Posted On: 05 FEB 2021 6:13PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, જ્યારે યુનિયન બજેટ 2021-22માં સરકાર દ્વારા મૂડીગત ખર્ચમાં વધારાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે એમાં મોટા પાયે ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો વિચાર પણ કરવામાં આવ્યો છે. શ્રીમતી સીતારામને આજે અહીં યુનિયન બજેટ 2021-22 પર ભારતીય ઉદ્યોગ મહાસંઘ (સીઆઇઆઈ) સાથે વર્ચ્યુઅલ આદાનપ્રદાનમાં ટોચના સીઇઓને સંબોધન કર્યું હતું.

નાણાં મંત્રીએ વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર સૂચિત ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટશન (ડીએફઆઈ) માટે થોડી મૂડી પ્રદાન કરશે છતાં ડીએફઆઈ બજારમાંથી મૂડીભંડોળ પણ ઊભું કરશે. ઉપરાંત ડીએફઆઈ ખાનગી ડીએફઆઈ માટે કાયદાકીય જોગવાઈ પણ પ્રદાન કરશે. એ જ રીતે બિનકાર્યક્ષમ  અસ્કયામતો (એનપીએ)ના વ્યવસ્થાપન માટે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (એઆરસી)ને બેંકો દ્વારા હોલ્ડિંગ કંપની તરીકે રચવામાં આવશે, જેને સરકારનો ટેકો મળશે.

બજેટના મુખ્ય માર્ગદર્શિક સિદ્ધાંતો પર પ્રકાશ ફેંકતા નાણાં મંત્રીએ પારદર્શકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો. કોવિડ-19 કરવેરાની અપેક્ષા હતી, પણ સરકારે કરવેરાની આવકમાં વધારો કરવાને બદલે ઊંચું ઋણ લઈને મૂડીભંડોળ ઊભું કરવાનો માર્ગ પસંદ કર્યો છે.

બજેટની મુખ્ય બાબતો પર જણાવતા નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, માળખાગત ક્ષેત્ર જેવા અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને અસર કરેલા એવા ક્ષેત્રો પર બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે, જે વીજ, માર્ગ, બંદર, એરપોર્ટ વગેરે જેવા ખાનગી ક્ષેત્રો પર સકારાત્મક અસર કરશે. બજેટમાં આરોગ્યલક્ષી સારસંભાળ અને કૃષિ ક્ષેત્રને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

શ્રીમતી સીતારમણે સતત સંવાદની અપીલ કરીને ઉમેર્યું હતું કે, સીઆઇઆઈ સાથે સંવાદ કરવાથી તેમને નીતિનિર્માણમાં નવા વિચારો મેળવવામાં મદદ મળી છે. નાણાં મંત્રીએ બજેટની દરખાસ્તોનું પ્રામાણિકતા અને પારદર્શકતા સાથે અમલ કરવાની ખાતરી આપી હતી.

બજેટની દરખાસ્તો પર ઉદ્યોગજગતનો પ્રતિભાવ વ્યક્ત કરતાં સીઆઇઆઈના પ્રમુખ શ્રી ઉદય કોટકે જણાવ્યું હતું કે, બજેટ ઉત્કૃષ્ટ નીતિગત દસ્તાવેજનું ઉદાહરણ હતું, જેમાં અર્થતંત્રની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે બજેટમાં સાહસિકતા પર કરવામાં આવેલી જાહેરાતો તથા વૃદ્ધિ અને પારદર્શકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાતની પ્રશંસા કરી હતી. તેમણે બજેટની દરખાસ્તોમાં વ્યક્ત થતી ખાનગી ઉદ્યોગોની ભાગીદારી વધારવાની માનસિકતા અને બજારોનું ધ્યાન રાખવા માટે બજેટની ટીમને અભિનંદન આપ્યાં હતાં.

શ્રી કોટકે નાણાં મંત્રીને પુનઃ ખાતરી આપી હતી કે, ખાનગી ક્ષેત્ર સરકારના ભારતને ખરાં અર્થમાં મહાન રાષ્ટ્ર બનાવવાના સામાન્ય ઉદ્દેશની સાથે દેશની કાયાપલટ કરવામાં મદદરૂપ થશે.

આ સંવાદમાં નાણાં અને મહેસૂલ સચિવ ડો. અજય ભૂષણ પાંડે, ખર્ચ વિભાગના સચિવ શ્રી ટી વી સોમનાથન અને આર્થિક બાબતોના સચિવ શ્રી તરુણ બજાજ સહિત ઉદ્યોગજગતના 180થી વધારે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

****

SD/GP/BT



(Release ID: 1695618) Visitor Counter : 198