વહાણવટા મંત્રાલય

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે તરલ માળખાઓની માર્ગદર્શિકાઓને અંતિમ રૂપ આપ્યું


મંત્રાલય, ભારતીય સમુદ્રકાંઠાના વિસ્તારોમાં વિવિધ ઉપયોગ માટે તરતી જેટ્ટી/પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાનો ઇરાદો રાખે છે

Posted On: 05 FEB 2021 4:00PM by PIB Ahmedabad

બંદરો, જહાજ અને જળમાર્ગો મંત્રાલય દ્વારા તરલ માળખાઓ માટે માર્ગદર્શિકાઓને અંતિમ રૂપ આપીને તે બહાર પાડવામાં આવી છે. માર્ગદર્શિકાઓમાં સમાવિષ્ટ જોગવાઇઓ અનુસાર આગામી પરિયોજનાઓમાં સમુદ્રકાંઠાના વિસ્તારોમાં વિશ્વસ્તરીય તરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની દૂરંદેશી સાથે આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

માર્ગદર્શિકાઓમાં મરિના (બંદરો), ગૌણ બંદરો, માછીમારીના બંદરો/ ફીશ લેન્ડિંગ કેન્દ્રો, વોટરડ્રોમ અને સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ઉપલબ્ધ આવી અન્ય સુવિધાઓ, સાધનસામગ્રી, જળમાર્ગો, નદીઓ અને જળાશયો માટે તરતી જેટ્ટી/પ્લેટફોર્મના અમલીકરણ માટે વિવિધ ટેકનિકલ પાસાઓ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ માર્ગદર્શિકાઓનો ઉપયોગ વિવિધ પાણીજન્ય સિસ્ટમ્સમાં તરતા પોન્ટૂન/પ્લેટફોર્મ માટે અને ગૌણ બંદરો/ ફીશ લેન્ડિંગ સુવિધાઓ માટે ફ્લોટિંગ વેવ અટેન્યુટર્સ (અથવા બ્રેકવોટર્સ) માટે પણ અનુકૂળતા અનુસાર થઇ શકે છે.

તરલ માળખાઓ તેના મૂળભૂત ફાયદાઓના કારણે એક આકર્ષક ઉકેલ છે અને તેથી જ બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવે છે. પરંપરાગત ઘાટ અને કોંક્રિટના સ્થિર માળખાઓની સરખામણીએ તરતી જેટ્ટી/માળખાઓના લાભો જોવામાં આવે તો, તે ઓછા ખર્ચાળ છે, ઝડપથી અમલમાં મૂકી શકાય છે, સરળતાથી વિસ્તરણ થઇ શકે છે અને પુનઃસ્થાપિત કરી શકાય છે; તેમજ તેના કારણે પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર પડે છે.

બંદરો, જહાજ અને જળમાર્ગો મંત્રાલયે સફળતાપૂર્વક કેટલીક પરિયોજનાઓ અમલમાં મૂકી છે જેમાં ગોવામાં તરતી મુસાફર જેટ્ટીનું નિર્માણ, સાબરમતી રિવરફ્રન્ટ અને સરદાર સરોવર ડેમ ખાતે વોટર એરોડ્રામ (સી પ્લેન માટે)નો સમાવેશ થાય છે જે હાલમાં સફળતાપૂર્વક કામ કરી રહ્યાં છે. સર્વાંગી વિકાસ અને સમુદ્રકાંઠાના સમુદાયના ઉત્કર્ષ માટે મંત્રાલયની કેટલીક પરિયોજનાઓ હાલમાં આયોજનના તબક્કા હેઠળ છે.

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, મંત્રાલય દ્વારા એક આધારચિહ્ન નિર્ધારિત કરવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આ માર્ગદર્શિકામાં પ્રમાણભૂત સ્પષ્ટીકરણો (સ્પેસિફિકેશન) તૈયાર કરવામાં આવ્યા છે. પરંપરાગત/ કોંક્રિટના સ્થિર માળખાની સરખામણીએ આવા પ્લેટફોર્મના સંખ્યાબંધ ફાયદા છે. દેશમાં આગામી તમામ પરિયોજનાઓમાં આ પ્રકારનું વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે મંત્રાલય દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે જેથી ઉપયોગિતા, ટકાઉક્ષમતા, સલામતી, ઓછી નિભાવ કામગીરી, ઓછા ખર્ચ અને આ બધાથી વિશેષ એવા પર્યાવરણ પર સૌથી ઓછા પ્રભાવના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય.

તરલ માળખાઓ માટે અંતિમ રૂપ આપવામાં આવેલી માર્ગદર્શિકાઓ સાથે ટેકનિકલ જરૂરિયાતોના સ્પષ્ટીકરણો/ અનુસૂચિ (SOTR)નો દસ્તાવેજ આપેલ લિંક પર ઉપલબ્ધ છે: http://sagarmala.gov.in /circulars/ guidelines-floating-jetties-platforms-marinas-minor-harbors-fishing-harbours-fish-landing.

આ માર્ગદર્શિકાઓ સમુદ્રકાંઠો ધરાવતા તમામ રાજ્યો, તમામ મેરિટાઇમ બોર્ડ, મુખ્ય બંદરો, IWAI અને તમામ રાજ્યોની સરકારોના મત્સ્યપાલન વિભાગોને તેમની આગામી પરિયોજનાઓ માટે મદદરૂપ રહેશે.

 

SD/GP/BT



(Release ID: 1695530) Visitor Counter : 202