સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 રસીકરણ અંગે અપડેટ


સમગ્ર દેશમાં કુલ 6.31 લાખ કરતાં વધારે આરોગ્ય સંભાળ કર્મચારીઓને રસી આપવામાં આવી

એકપણ રાજ્યમાં આજે તીવ્ર/ગંભીર AEFIનો એકપણ કેસ નોંધાયો નથી

Posted On: 19 JAN 2021 7:32PM by PIB Ahmedabad

કોવિડ-19 રસીકરણનો કાર્યક્રમ સમગ્ર દેશમાં આજે ચોથા દિવસે સફળતાપૂર્વક યોજાયો હતો. કોવિડ-19 રસીકરણની કવાયતનો પ્રારંભ 16 જાન્યુઆરી 2021ના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો.

 

આજદિન સુધીમાં કોવિડ-19 વિરોધી રસી લેનારા કુલ આરોગ્ય સંભાળ કર્મચારીઓની સંખ્યા 6,31,417 (આજે સાંજે 6 વાગ્યા સુધી) પર પહોંચી ગઇ છે. હંગામી અહેવાલ અનુસાર કુલ 11,660 સત્રોમાં આ રસી આપવામાં આવી છે. આજના દિવસમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 3,800 સત્રો યોજવામાં આવ્યા હતા.

 

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી આપવામાં આવેલા લાભાર્થી (સાંજે 6 વાગ્યા સુધી હંગામી આંકડો)

1

આંદામાન અને નિકોબાર ટાપુઓ

644

2

આંધ્રપ્રદેશ

58,495

3

અરુણાચલ પ્રદેશ

2,805

4

આસામ

7,418

5

બિહાર

42,085

6

ચંદીગઢ

469

7

છત્તીસગઢ

10,872

8

દાદરા અને નગર હવેલી

114

9

દમણ અને દીવ

94

10

દિલ્હી

12,441

11

ગોવા

426

12

ગુજરાત

17,581

13

હરિયાણા

24,944

14

હિમાચલ પ્રદેશ

5,049

15

જમ્મુ અને કાશ્મીર

4,395

16

ઝારખંડ

8,824

17

કર્ણાટક

80,686

18

કેરળ

23,855

19

લદાખ

119

20

લક્ષદ્વીપ

369

21

મધ્યપ્રદેશ

18,174

22

મહારાષ્ટ્ર

30,247

23

મણીપુર

1111

24

મેઘાલય

1037

25

મિઝોરમ

1091

26

નાગાલેન્ડ

2,286

27

ઓડિશા

55,138

28

પુડુચેરી

719

29

પંજાબ

5,567

30

રાજસ્થાન

30,761

31

સિક્કિમ

350

32

તમિલનાડુ

25,251

33

તેલંગાણા

69,405

34

ત્રિપુરા

3,734

35

ઉત્તરપ્રદેશ

22,644

36

ઉત્તરાખંડ

6,107

37

પશ્ચિમ બંગાળ

42,093

38

અન્ય

14,017

 

કુલ

1,77,368

 

 

આજે રસીકરણના ચોથા દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં દેશવ્યાપી રસીકરણ હેઠળ 1,77,368 લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી. આજે મોડી રાત સુધીમાં આ અંગેનો અંતિમ અહેવાલ તૈયાર થશે.

 

હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હોય તેવા AEFIના કુલ માત્ર નવ કિસ્સા નોંધાયા છે. દિલ્હીમાં ત્રણ દર્દીને રજા આપી દેવામાં આવી છે જ્યારે એક વ્યક્તિને રાજીવ ગાંધી હોસ્પિટલ, શારદા ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. અન્ય એક AEFI કેસ ઉત્તરાખંડમાં નોંધાયો હતો જેને રજા આપવામાં આવી છે. કર્ણાટકમાં દાખલ કરેલા આવા એક દર્દીને પણ રજા આપવામાં આવી છે અને અન્ય એક દર્દીની સ્થિતિ હાલમાં સ્થિર છે અને જિલ્લા હોસ્પિટલ, ચિત્રદુર્ગ ખાતે દેખરેખ હેઠળ છે. છત્તીસગઢમાં પણ દાખલ કરેલી એક વ્યક્તિને રજા આપવામાં આવી છે. રાજસ્થાનમાં, એનાફિલેક્સિસના એક શંકાસ્પદ દર્દીને બાંગરમાં જિલ્લા હોસ્પિટલ ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

 

SD/GP/BT


(Release ID: 1690197) Visitor Counter : 246