વહાણવટા મંત્રાલય
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મહત્વાકાંક્ષી સાગરમાલા સીપ્લેન સર્વિસીસ (એસએસપીએસ) પ્રોજેકટનો સક્ષમ એરલાઈન ઓપરેટરો સાથે મળીને પ્રાંરભ કરાશે
દેશભરમાં ઝડપી અને અવરોધમુક્ત સીપ્લેન સર્વિસીસ પ્રવાસમાં સુગમતા ઉભી કરી પરિસ્થિતિ પલટનાર બની રહેશે
Posted On:
04 JAN 2021 3:48PM by PIB Ahmedabad
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પસંદગીના રૂટ ઉપર સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) ના માળખા હેઠળ સંભવિત એરલાઈન ઓપરેટર્સના માધ્યમથી સીપ્લેન સર્વિસીસ શરૂ કરવાની પહેલ કરી રહી છે. આ પ્રોજેકટનુ સંચાલન અને અમલીકરણ સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિ. (એસડીસીએલ) મારફતે કરવામાં આવશે, જે મંત્રાલયના વહિવટી નિયંત્રણ હેઠળ રહેશે.
સીપ્લેન શરૂ કરવા માટે કેટલાંક સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે. મૂળસ્થાન અને જ્યાં જવાનુ છે તે સ્થળની જોડીએ હબ એન્ડ સ્પોક મોડલને આધારે નક્કી કરવામાં આવશે. એમાં આંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વિપ જેવા ટાપુઓ, આસામમાં ગુવાહાટી રિવરફ્રન્ટ અને ઉમરાન્સો રિઝર્વોયર, યમુના રિવરફ્રન્ટ /દિલ્હી (હબ તરીકે)થી અયોધ્યા, તેહરી શ્રીનગર (ઉત્તરાખંડ), ચંદીગઢ અને પંજાબનાં અન્ય ઘણાં પ્રવાસન સ્થળો, હિમાચલ પ્રદેશ, મુંબઈ (હબ તરીકે)થી શીરડી, લોનાવાલા, ગણપતીપુરા, સુરત (હબ તરીકે)થી દ્વારકા, માંડવી અને કંડલા, ખીંડસી ડેમ, નાગપુર અને એરાઈ ડેમ, ચંદ્રપુર (મહારાષ્ટ્ર) અને /અથવા ઓપરેટર દ્વારા સૂચવાયેલા અન્ય કોઈ પણ હબ એન્ડ સ્પોકનો સમાવેશ થશે.
આ પ્રકારની એક સીપ્લેન સર્વિસ કેવડીયા અને સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે શરૂ કરી દેવામાં આવી છે, જેનુ ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તા. 31 ઓકટોબર, 2020ના રોજ કર્યું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં અથવા તો જળાશયોની નિકટમાં આ પ્રકારની સીપ્લેન સર્વિસીસ શરૂ કરવા માટે સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિ. રસ ધરાવતી શિડ્યુઅલ અથવા નોન-શિડ્યુઅલ એરલાઈન ઓપરેટરો સાથે જોડાવા તૈયાર છે. આ સંયુક્ત વિકાસ અને સંચાલન કામગીરી સાગરમાલા સીપ્લેન સર્વિસીસ (એસએસપીએસ) સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (એસડીસીએલ)ના સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ (એસપીવી) મારફતે હાથ ધરવામાં આવશે.
દૂરના સ્થળોએ કનેક્ટિવિટી અને આસાનીથી પહોંચવા માટેની આ યોજનામાં સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ વિમાનોના ઉડ્ડયન અને ઉતરાણ માટે ભારતના લાંબા સાગરકાંઠા અને નજીકના અનેક જળાશયો તથા નદીઓનો ઉપયોગ કરશે અને એ રીતે આ સ્થળોને ખૂબ જ પોસાય તેવી રીતે જોડશે કારણ કે સીપ્લેનના સંચાલનની આ કામગીરી માટે પરંપરાગત એરપોર્ટસનાં રનવે અને ટર્મિનલ બિલ્ડીંગ જેવી માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરવાની જરૂર પડશે નહી.
સીપ્લેન સર્વિસીસ દેશભરમાં ઝડપી અને આરામદાયક પરિવહનના પૂરક સાધન તરીકે પરિસ્થિતિ પલટનાર પરિબળ બની રહેશે. દૂર દૂરના સ્થળે આવેલાં વિવિધ ધાર્મિક સ્થાનો અથવા પ્રવાસન મથકો સાથે કનેક્ટિવિટી પૂરી પાડવા ઉપરાંત તે સ્થાનિક અને વિદેશી પ્રવાસ આયોજકોની પ્રવાસન વિકાસની કામગીરીને વેગ આપી શકશે. તેનાથી પ્રવાસના સમયની બચત થશે અને ખાસ કરીને નદીઓ અને સરોવરોની વચ્ચે આવેલા પર્વતીય પ્રદેશો વગેરેની સ્થાનિક અને ટૂંકા અંતરોની મુસાફરીને વેગ મળશે. આ ઉપરાંત સંચાલનનાં સ્થળોએ માળખાગત સુવિધાઓ વિકસશે. આથી પ્રવાસન અને બિઝનેસની પ્રવૃત્તિને પણ ભારે વેગ મળશે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવીયા જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર આ સર્વિસીસથી દેશમાં કનેક્ટિવિટીનો વધારો થશે અને ભારત દૂર દૂરનાં અનેક ધાર્મિક સ્થળો સુધી અને વણખેડાયેલી જગ્યાઓએ જવા માટે એર કનેક્ટિવિટી પૂરી પાડીને પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ બની રહેશે. જળાશયોને કારણે પ્રવાસ આસાન બની જશે. આ પ્રવૃત્તિથી આ નવાં સ્થળોએ રોજગાર નિર્માણની તકોમાં વધારો થશે અને પ્રવાસનને વેગ મળશે, જે લાંબા ગાળે દેશની જીડીપીમાં યોગદાન આપશે.
SD/GP/BT
(Release ID: 1685998)
Visitor Counter : 286