વહાણવટા મંત્રાલય

જહાજ મંત્રાલયનું નામ બદલીને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય કરવામાં આવ્યું


ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતને જોડતી હજીરા- ઘોઘા રો-પેક્સ ફેરી સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

IWAI દ્વારા તૈયાર કરવામાં આવેલી આવિષ્કારી જેટ્ટી પરથી ભારતના સૌપ્રથમ સી-પ્લેનનું પરિચાલન શરૂ થયું;

વઢવાણ પોર્ટનો નવા મુખ્ય બંદર તરીકે વિકાસ કરવામાં આવશે;

નવા તકરાર નિવારણ સંસ્થાકીય વ્યવસ્થાતંત્ર 'સરોદ-પોર્ટ્સ'ની સ્થાપના કરવામાં આવી;

જહાજોના રિસાઇકલિંગ માટે રાષ્ટ્રીય સત્તામંડળની સ્થાપના કરવામાં આવી

Posted On: 29 DEC 2020 4:51PM by PIB Ahmedabad

વર્ષ 2020માં, સરકારે જહાજ ક્ષેત્રમાં એકંદરે વિકાસને વેગ આપવા માટે સંખ્યાબંધ મહત્વપૂર્ણ પ્રગતિકારક નીતિગત હસ્તક્ષેપો કર્યા છે અને નવી પહેલ હાથ ધરી છે.

 

કોવિડ વ્યસ્થાપન 

કોવિડ 19 મહામારી દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો જાળવી રાખવા માટે અને મહામારી સામેની જંગમાં અસરકારક સહકાર પૂરો પાડવા માટે, કેટલીક ચોક્કસ સેવાઓને આવશ્યક જાહેર કરવામાં આવી હતી જેમાં જળમાર્ગે માલસામાનના પરિવહનની સેવા પણ આવરી લેવામાં આવી હતી. જોકે, બંદરો અને તેના પર નિર્ભર હિતધારકોને લૉકડાઉનના કારણે માલસામાનનું પરિવહન કરવા સંબંધિત તેમના પરિચાલકો હાથ ધરવામાં સંખ્યાબંધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

 

મહામારીની અસરને ડામવા માટે અને પૂરવઠા શ્રૃંખલાઓ સરળતાથી એકધારી કામ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે વિવિધ પ્રયાસો કર્યા અને અલગ અલગ પહેલ હાથ ધરી હતી. આમાંથી કેટલીક મુખ્ય પહેલોનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

  • બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠનો દ્વારા વેપારને રાહત આપવા માટે ડેમરેજ પર કોઇ ચાર્જ લેવો અને કોઇ અન્ય દંડ/ચાર્જ વસુલાવા અંગેની વિવિધ એડવાઇઝરી/પરિપત્રો બહાર પાડવામાં આવ્યા
  • કોવિડ-19ના કારણે મુખ્ય બંદરો પર કામ કરતા બંદરના કોઇપણ અધિકારનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં તેમના પરિવારજનોને રૂપિયા 50 લાખ વળતર/આર્થિક સહાય પેટે આપવાનો MoPSW મંત્રાલયે નિર્ણય લીધો
  • મુખ્ય બંદરો પર તેમના પરિસરમાં કામ કરી રહેલા વિસ્થાપિત શ્રમિકોનો સામન રાખવા માટે પૂરતી જગ્યા, તેમની રહેવાની અને જમવાની સગવડો સુનિશ્ચિત કરવામાં આવી

MoPSW દ્વારા ભારતીય બંદરો પર અને થ્રૂ ચાર્ટર ફ્લાઇટ્સમાં 1,00,000 કરતાં વધારે ક્રૂ ફેરફારની સુવિધા કરી આપવામાં આવી છે. દુનિયામાં સૌથી મોટી સંખ્યામાં ક્રૂ ફેરફારની કવાયત છે. ક્રૂ ફેરફારોમાં એક જહાજના ક્રૂ સભ્યોને અન્ય જહાજના ક્રૂ સભ્યોના સ્થાને નિયુક્ત કરવામાં આવે છે અને તેમાં જહાજ પર સાઇન-ઑન અને જહાજ પરથી સાઇન-ઑફની પ્રક્રિયા પણ સામેલ હોય છે.

સાગરમાલા કાર્યક્રમ

દરિયાકાંઠાનો પૂર્ણ ઉપયોગ કરવા માટે, દેશમાં બંદર આધારિત વિકાસને વેગ આપવાના ઉદ્દેશ સાથે 14,500 કિમીના સંભવિતપણે દિશામાન યોગ્ય જળમાર્ગો અને મુખ્ય આંતરરાષ્ટ્રીય સમુદ્રી વ્યાપાર રૂટ્સ પર આવેલા વ્યૂહાત્મક સ્થળોને ભારત સરકારે મહત્વાકાંક્ષી સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત નિર્ધારિત કર્યાં છે. છેલ્લા 15 મહિનામાં (જુલાઇ 2019થી ઓક્ટોબર 2020) દરમિયાન, રૂપિયા 4,543 કરોડની 20 સાગરમાલા પરિયોજનાઓનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાં રૂપિયા 1,405 કરોડની બંદરોના આધુનિકીકરણની પરિયોજનાઓ, રૂપિયા 2799 કરોડની 7 બંદર કનેક્ટિવિટી પરિયોજનાઓ અને રૂપિયા 339 કરોડની 4 સમુદ્રકાંઠાના સામુદાયિક વિકાસની પરિયોજનાઓ સામેલ છે.

 

ઘોઘા- હજીરા રો-પેક્સ ફેરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2020ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવી તેનો પ્રારંભ કરાવ્યો હતો. સેવાથી ગુજરાતમાં ભાવનગર અને સુરત વચ્ચે નવી સમુદ્રી કનેક્ટિવિટી પ્રસ્થાપિત કરવામાં આવી છે. હજીરા અને ઘોરા વચ્ચે જમીન માર્ગે સામાન્યપણે 10-12 કલાકની મુસાફરી થાય છે જે હવે ઘટીને માત્ર 3-4 કલાકની થઇ ગઇ છે. આનાથી સમય અને ખર્ચ બંનેમાં નોંધનીય ઘટાડો થશે.

 

જહાજ મંત્રાલયનું નવું નામાભિધાન

ઘોઘા- હજીરા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાના ઉદ્ઘાટન વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જહાજ મંત્રાલયનું નવું નામકરણ કરીને તેને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય નામ આપ્યું હતું.

 

ગુજરાતમાં કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાબરમતી રિવરફ્રન્ટ સુધીની દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો

ગુજરાતમાં કેવડિયાથી અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટની વચ્ચે 31 ઓક્ટોબર 2020ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ સી-પ્લેન સેવાના પરિચાલનનું ઉદ્ઘાટન કર્યું હતું. સી-પ્લેનના પરિચાલન માટે ભારતીય આંતરિક જળમાર્ગ સત્તામંડળ (IWAI) દ્વારા તૈયાર કરવામાં આવેલી કોંક્રિટમાંથી બનેલી આવિષ્કારી તરતી જેટ્ટી દ્વારા સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પસંદગીના રૂટ્સ પર સી-પ્લેન સેવાઓનું પરિચાલન કરવામાં રસ ધરાવતા એરલાઇન ઓપરેટર્સની રુચિનું મંત્રાલય દ્વારા અનુમાન કરવામાં આવી રહ્યું છે. આમાં મુખ્યત્વે મુસાફરો, પ્રવાસીઓ અને યાત્રાળુઓને સી-પ્લેનની મદદથી એવા વિવિધ સ્થળો કે જ્યાં હાલમાં લાંબા અને વાંકાચુકા જમીન માર્ગોથી મુસાફરી કરીને પહોંચી શકાય છે ત્યાં ઝડપી અને ઝંઝટમુક્ત મુસાફરી સેવા પૂરી પાડવાનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

 

બંદરો

વ્યાપારની સતત વધી રહેલી જરૂરિયાતોને પૂરી કરવા માટે, બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સારી રીતે હાથ ધરવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની પરિયોજનાઓની મદદથી બંદરોની ક્ષમતાનું વિસ્તરણ કરવાની કામગીરીઓને સર્વાધિક પ્રાથમિકતા આપવામાં આવી છે. માર્ચ 2014ના અંત સુધીમાં જે મુખ્ય બંદરોની ક્ષમતા 871.52 MTPA હતી તે માર્ચ 2020ના અંત સુધીમાં વધીને 1534.91 MTPA કરવામાં આવી છે. દેશમાં મુખ્ય બંદરો પર માર્ચ 2020 સુધીમાં 1534.91 MTPAની સ્થાપિત ક્ષમતા છે અને 2019-20 દરમિયાન 704.92 MTના ટ્રાફિકનું નિયંત્રણ કર્યું છે.

 

જહાજ ક્ષેત્ર: જહાજ ક્ષેત્રમાં પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓ

  1. સરકારે સમુદ્રકાંઠાના જહાજો અને વિદેશમાં જઇ રહેલા જહાજો બંને માટે બંકર ઇંધણ પરનો GST 18%થી ઘટાડીને 5% કરી દીધો છે.
  2. સરકારે ભારતીય ફ્લેગ જહાજો તેમજ વિદેશી ફ્લેગ જહાજો બંનેમાં નિયુક્ત કરવામાં આવેલા ભારતીય દરિયાખેડૂ કર્મચારીઓ માટે કરવેરા કાયદામાં સમાનતા કરી આપી છે.
  3. ભારતીય જહાજ ઉદ્યોગને પ્રથમ ઇનકારના અધિકાર દ્વારા કાર્ગો સહાયતા પૂરી પાડવામાં આવી છે.

 

શિપબ્રેકિંગ

  1. સંસદ દ્વારા જહાજ રિસાઇકલિંગ અધિનિયમ, 2019 લાગુ કરવામાં આવ્યો છે અને 16.12.2019ના રોજ સંબંધે અધિસૂચના બહાર પાડવામાં આવી છે.
  2. જહાજોના સલામત અને પર્યાવરણની દ્રષ્ટિએ મજબૂત રિસાઇકલિંગ, 2009 માટે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય સંમેલનને 28.11.2019ના રોજ ભારતે માન્ય રાખ્યું છે.
  3. વૈશ્વિક જહાજ રિસાઇકલિંગ ઉદ્યોગમાં ભારતની ગણના વૈશ્વિક અગ્રણી તરીકે થાય છે અને કુલ બજારમાંથી લગભગ 25%થી 30% હિસ્સો ભારતનો છે..

 

જહાજ નિર્માણ

2016-2026 સુધીના દસ વર્ષના સમયગાળા માટે હસ્તાક્ષર કરવામાં આવેલા કરારો માટે ભારતીય શિપયાર્ડ માટે જહાજ નિર્માણ આર્થિક સહાયતા નીતિ અંતર્ગત 12 જહાજ માટે નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન ભારતીય શિપયાર્ડ્સ માટે રૂ. 29.02 કરોડની રકમ; નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 7 જહાજો માટે રૂપિયા 26.97 કરોડ; વર્ષ 2020-21 દરમિયાન 3 જહાજ માટે રૂ. 5.06 કરોડની રકમ ભારતીય શિપયાર્ડને આપવામાં આવી છે.

જહાજ મંત્રાલયે તમામ મુખ્ય બંદરોને માત્ર ભારતમાં નિર્માણ પામેલી ટગ બોટ્સ ખરીદવા અથવા ચાર્ટર કરવા (ભાડેથી લેવા) માટે નિર્દેશો આપ્યા છે.

 

VTS અને જહાજ ટ્રાફિક દેખરેખ પ્રણાલી (VTMS)

જહાજ ટ્રાફિક સેવાઓ (VTS) માટે સ્વદેશી સોફ્ટવેર ઉકેલ વિભાગ અને જહાજ ટ્રફિક દેખરેખ પ્રણાલી (VTMS)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. VTS અને VTMS એવા સોફ્ટવેર છે જે જહાજની સ્થિતિ, અન્ય ટ્રાફિકની સ્થિતિ અથવા હવામાન સંબંધિત જોખમોની ચેતવણીઓ અને બંદરો અથવા જળમાર્ગોમાં સઘન ટ્રાફિક વ્યવસ્થાપન નિર્ધારિત કરે છે.

 

જહાજોના રિસાઇકલિંગ માટે રાષ્ટ્રીય સત્તામંડળ:

જહાજ મહાનિદેશાલયને જહાજોના રિસાઇકલિંગ માટે રાષ્ટ્રીય સત્તામંડળ તરીકે અધિસૂચિત કરવામાં આવ્યું છે.

શિપિંગના મહાનિદેશકને જહાજ રિસાઇકલિંગ અધિનિયમ, 2019 અંતર્ગત ભારતમાં જહાજ રિસાઇકલિંગ ઉદ્યોગના સર્વોચ્ચ સત્તાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સત્તામંડળની કચેરી ગુજરાતમાં ગાંધીનગર ખાતે ઉભી કરવામાં આવશે.

 

દીવાદાંડીનો પ્રવાસન આકર્ષણ તરીકે વિકાસ

સમગ્ર ભારતમાં આવેલી લગભગ 194 દીવાદાંડી (લાઇટહાઉસ)નો વિકાસ કરીને મુખ્ય પ્રવાસન આકર્ષણો તરીકે તૈયાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, આનાથી દીવાદાંડીના આસપાસના વિસ્તારોમાં પ્રવાસનની પ્રવૃત્તિઓને વેગ મળશે અને લોકોને દીવાદાંડીના ભવ્ય ઇતિહાસ અંગે જાણવાની તક પ્રાપ્ત થશે.

 

રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર ભવન

ગુજરાતમાં લોથલ ખાતે વિશ્વ કક્ષાના રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર ભવનનો વિકાસ કરવામાં આવશે. ભારત સરકારના જહાજ મંત્રાલય અને પોર્ટુગલ પ્રજાસત્તાકના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય વચ્ચે અંગે સમજૂતી કરાર  (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

વધુ માહિતી માટે આપ અહીં અપેલ લિંક પર ક્લીક કરો : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684394

 

SD/GP


(Release ID: 1684601) Visitor Counter : 315


Read this release in: English , Hindi , Punjabi , Tamil