ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે નિરીક્ષણ, નિવારણ અને તકેદારી માટેની માર્ગદર્શિકા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ વિવિધ પ્રવૃત્તિઓ પર એસઓપી, નિયંત્રણ માટેના પગલાંનું કડકપણે પાલન કરવું પડશે તથા કોવિડ કેસ નિયંત્રણમાં જળવાઈ રહે એવા અભિગમને પ્રોત્સાહન આપવું પડશે તેમજ સતર્કતા દાખવવી પડશે અને નિયમોનું કડક પાલન કરાવવું પડશે

Posted On: 28 DEC 2020 6:37PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ આજે નિરીક્ષણ માટેની અગાઉની માર્ગદર્શિકાને 31.01.2021 સુધી લંબાવવા માટે ઓર્ડર જાહેર કર્યો હતો.

જ્યારે સક્રિય અને નવા કોવિડ-19 કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કેસમાં થઈ રહેલા વધારા, બ્રિટન (યુકે)માં વાયરસનું નવું સ્વરૂપ બહાર આવવાની બાબતને ધ્યાનમાં રાખીને નિરીક્ષણ, નિયંત્રણ અને સતર્કતા જાળવવાની જરૂર છે.

આ માર્ગદર્શિકા મુજબ, નિયંત્રણ ઝોનોને કાળજીપૂર્વક રેખાંકિત કરવાની કામગીરી જાળવી રાખવામાં આવશે; આ પ્રકારના ઝોનની અંદર નિયંત્રણ માટે સૂચિત પગલાનું કડકપણે પાલન કરાવવામાં આવશે; કોવિડને નિયંત્રણમાં જાળવવા અનુરૂપ અભિગમને પ્રોત્સાહન આપવામાં આવશે અને આ પ્રકારની વર્તણૂંકનું કડકપણ પાલન થશે; અને મંજૂર કરેલ વિવિધ પ્રવૃત્તિઓના સંબંધમાં માનક કાર્યકારી પ્રક્રિયાઓ (એસઓપી)નું પાલન થશે.

એટલે એમએચએ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ)એ 25.11.2020ના રોજ જાહેર કરેલી માર્ગદર્શિકામાં જાહેર કરેલી માર્ગદર્શિકા/એસઓપીનું પાલન કરાવવા, કોવિડ કેસ પર નજર રાખવા અને નિયંત્રણમાં લેવાના અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તથા આ માર્ગદર્શિકા/એસઓપીનું રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલ કરવો પડશે.

 

SD/GP/BT

 




(Release ID: 1684193) Visitor Counter : 331