પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 28 ડિસેમ્બરના રોજ દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇન પર ભારતની સૌપ્રથમ ડ્રાઇવર વિનાની ટ્રેનનું ઉદ્ઘઘાટન કરશે
પ્રધાનમંત્રી એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સર્વિસની સંપૂર્ણ સેવાનું ઉદ્ઘાટન પણ કરશે
Posted On:
26 DEC 2020 3:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ડિસેમ્બર, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા સવારે 11 વાગે દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇન (જનકપુરી વેસ્ટ – બોટનિકલ ગાર્ડ) પર ભારતના સૌપ્રથમ ડ્રાઇવર વિનાની ટ્રેનનું ઉદ્ઘાટન કરશે તેમજ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર નેશનલ કોમન મોબિલીટી કાર્ડ સર્વિસને સંપૂર્ણપણે કાર્યરત કરશે.
આ ઇનોવેશન પ્રવાસની સુવિધા અને સંવર્ધિત પરિવહનના નવા યુગની શરૂઆત કરશે. ડ્રાઇવર વિનાની ટ્રેન સંપૂર્ણપણે ઓટોમેટિક હશે, જે માનવીય ખામીની શક્યતા નિવારશે. મેજેન્ટા લાઇન પર ડ્રાઇવર વિનાની સર્વિસ શરૂ કર્યા પછી દિલ્હી મેટ્રોની પિન્ક લાઇન પર વર્ષ 2021ની મધ્યમાં ડ્રાઇવર વિના કામગીરી શરૂ થશે એવી અપેક્ષા છે.
એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સંપૂર્ણપણે કાર્યરત થનાર નેશનલ કોમન મોબિલિટી કાર્ડ એ કાર્ડનો ઉપયોગ કરીને એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર પ્રવાસ કરવા દેશના કોઈ પણ ભાગમાંથી ઇશ્યૂ થયેલા રુપે-ડેબિટ કાર્ડ ધરાવતી કોઈ પણ વ્યક્તિને પરિવહનની સુવિધા આપશે. આ સુવિધા વર્ષ 2022 સુધીમાં સંપૂર્ણ દિલ્હી મેટ્રો નેટવર્ક પર ઉપલબ્ધ થશે.
SD/GP/BT
(Release ID: 1683847)
Visitor Counter : 166
Read this release in:
Punjabi
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam