ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના શિલાન્યાસને બિરદાવ્યો


નવા સંસદ ભવનનો શિલાન્યાસ એ આપણા ઇતિહાસનો એક સુવર્ણ દિવસ છે

હું આ ભવ્ય પ્રસંગે પ્રધાનમંત્રીને અભિનંદન આપું છું

સંસદ ભવન લોકશાહીમાં આપણી શ્રદ્ધાનું પ્રતીક છે, જે આપણને સ્વતંત્રતાના મૂલ્યો અને તેના માટેના સંઘર્ષની યાદ અપાવે છે અને રાષ્ટ્રની સેવા કરવા માટે પણ પ્રેરિત કરે છે

નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતનું પ્રતીક હશે, જે આપણા નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટેનું સ્થાન બનશે

प्रविष्टि तिथि: 10 DEC 2020 8:05PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નવી સંસદ ભવનના શિલાન્યાસને બિરદાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે “નવા સંસદ ભવનનો શિલાન્યાસ આપણા ઇતિહાસનો એક સુવર્ણમય દિવસ છે. હું આ ભવ્ય પ્રસંગે પ્રધાનમંત્રીને અભિનંદન આપું છું. ”

"લોકશાહીમાં સંસદ ભવન આપણી શ્રદ્ધાનું પ્રતીક છે, જે આપણને સ્વતંત્રતાના મૂલ્ય અને તેના માટેના સંઘર્ષની યાદ અપાવે છે અને રાષ્ટ્રની સેવા કરવા પ્રેરણા આપે છે. નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતનું પ્રતીક હશે, જે આપણી આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટેનું કેન્દ્ર બની જશે."

"મોદી સરકાર દેશના ગરીબ અને વંચિત વર્ગના સશક્તિકરણમાં સંપૂર્ણ રીતે સમર્પિત અને સંનિષ્ઠ છે અને આ નવું સંસદ ભવન આ સંકલ્પ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું સાક્ષી બનશે.”

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1679837) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , हिन्दी , Punjabi , Tamil