પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રસી વિકસાવવા અને ઉત્પાદન પર કાર્યરત ત્રણ ટીમો સાથે સંવાદ કર્યો

Posted On: 30 NOV 2020 1:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ સોમવારે કોવિડ-19 માટે રસી વિકસાવવા અને તેના ઉત્પાદન પર કામ કરતી 3 ટીમો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. આ ટીમ પુણેની જેનોવા બાયોફર્માસ્યુટિકલ્સ લિમિટેડ, હૈદરાબાદની બાયોલોજિકલ ઇ લિમિટેડ અને ડો રેડ્ડિઝ લેબોરેટરીઝ લિમિટેડની હતી.

 

 

પ્રધાનમંત્રીએ આ કંપનીઓમાં વૈજ્ઞાનિકો દ્વારા કોવિડ -19નો સામનો કરવા માટે રસી વિકસાવીને નિરાકરણ લાવવાના પ્રયાસોની પ્રશંસા કરી. રસી વિકાસ માટે વિવિધ મંચની સંભાવનાઓ વિશે પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ કંપનીઓને નિયમન પ્રક્રિયાઓ અને સંબંધિત બાબતો અંગેના તેમના સૂચનો અને વિચારો આપવા જણાવ્યું હતું. તેમણે એમ પણ સૂચવ્યું કે રસી અને તેની અસરકારકતા વગેરે જેવી સામાન્ય બાબતો વિશે સામાન્ય લોકોને માહિતગાર કરવા માટે વધારાના પ્રયત્નો કરવા જોઈએ. રસી પહોંચાડવાના સંદર્ભમાં લોજિસ્ટિક્સ, પરિવહન, કોલ્ડ ચેઇન વગેરે બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ચર્ચાધીન તમામ ઉત્પાદકતાની રસી અજમાયશના વિભિન્ન તબક્કે છે અને વિગતવાર આંકડાકીય માહિતી અને પરિણામો આવતા વર્ષના પ્રારંભમાં અપેક્ષિત છે.

પ્રધાનમંત્રીએ સંબંધિત તમામ વિભાગોને ઉત્પાદકો સાથે જોડાવા અને તે બાબતોને આવરીને તેનું નિરાકરણ લાવવાની સલાહ આપી હતી જેથી દેશ અને સમગ્ર વિશ્વની જરૂરિયાતોને પહોંચી વળવા આ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો ફળશ્રુતિ પામે.

 

SD/GP/BT



(Release ID: 1677153) Visitor Counter : 224