જળશક્તિ મંત્રાલય
મંત્રીમંડળે બાહ્ય અનુદાનિત ડેમ પુન:ર્વસન અને સુધાર પરિયોજના – ફેઝ II અને ફેઝ III ને મંજૂરી આપી
Posted On:
29 OCT 2020 3:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ આર્થિક બાબતો ઉપરની મંત્રીમંડળ સમિતિએ સિસ્ટમ વાઈડ મેનેજમેન્ટ અભિગમ સાથે સંસ્થાગત મજબૂતીકરણ સહિત સમગ્ર દેશના પસંદ કરાયેલ ડેમની સુરક્ષા અને કાર્યન્વયન પ્રદર્શનને સુધારવા માટે વિશ્વ બેંક (WB) અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ની નાણાકીય સહાયતા સાથે ડેમ પુન:ર્વસન અને સુધાર પરિયોજના (DRIP) ફેઝ ii અને ફેઝ iii ને મંજૂરી આપી દીધી છે.
આ પરિયોજનાનો ખર્ચ 10,211 કરોડ રૂપિયા છે. આ પરિયોજના બે તબક્કામાં પ્રત્યેક છ વર્ષના સમયગાળા ઉપર એપ્રિલ 2021થી માર્ચ 2031 સુધી બે વર્ષના ઓવરલેપિંગ સાથે 10 વર્ષના સમયગાળા દરમિયાન લાગુ થશે. આ પરિયોજનાના કુલ ખર્ચમાંથી બાહ્ય અનુદાનનો ભાગ 7000 કરોડ રૂપિયા છે અને બાકીના 3211 કરોડ રૂપિયા સંલગ્ન અમલીકરણ સંસ્થાઓ (IAs) દ્વારા વહન કરવામાં આવશે. તેમાં લોન લાયેબીલીટી તરીકે કેન્દ્ર સરકારનું યોગદાન 1024 કરોડ રૂપિયાનું અને સેન્ટ્રલ કોમ્પોનન્ટ માટે સહયોગી અનુદાન તરીકે 285 કરોડ રૂપિયા છે.
DRIP ફેઝ ii અને ફેઝ iii એ નીચેના લક્ષ્યાંકો ધરાવે છે:
- સંતુલિત રીતે વર્તમાન સમયમાં ઉપસ્થિત પસંદ કરાયેલા ડેમ અને તેને સંલગ્ન સાધનોની સુરક્ષા અને પ્રદર્શનમાં સુધારો કરવા માટે.
- ભાગ લઈ રહેલા રાજ્યો અને કેન્દ્રીય સ્તરે ડેમ સુરક્ષાના સંસ્થાગત સેટઅપને મજબૂત કરવું અને
- અમુક પસંદ કરાયેલ ડેમ ખાતે સંતુલિત કામગીરી અને ડેમની જાળવણી માટે આકસ્મિક ખર્ચ એકત્રિત કરવા માટે વૈકલ્પિક આકસ્મિક સાધનો શોધવા.
ઉપરોક્ત લક્ષ્યાંકો હાંસલ કરવા માટે DRIP ફેઝ ii અને ફેઝ iii માં નીચેના ઘટકો છે:
-
- ડેમ અને તેને સંલગ્ન સાધનોનું પુન:ર્વસન અને સુધારીકરણ
- ભાગ લઈ રહેલા રાજ્યો અને કેન્દ્રીય સંસ્થાઓમાં ડેમની સુરક્ષા માટે સંસ્થાગત મજબૂતીકરણ
- સંતુલિત કામગીરી અને ડેમની જાળવણી માટે આકસ્મિક ભંડોળ ઊભું કરવા માટે અમુક પસંદ કરાયેલ ડેમ ખાતે વૈકલ્પિક આકસ્મિક સાધનોનું સંશોધન અને
- પરિયોજના વ્યવસ્થાપન.
આ યોજના સમગ્ર દેશમાં વ્યાપ્ત 736 વર્તમાન સમયે ઉપસ્થિત ડેમના વ્યાપક પુનર્વસનનો લક્ષ્યાંક ધરાવે છે. પુનર્વસન માટે હાથમાં લેવામાં આવનાર અમલીકરણ સંસ્થા સાથેના કુલ ડેમની સંખ્યાનું વિવરણ નીચે મુજબ છે:
ક્રમ
|
રાજ્ય/સંસ્થા
|
ડેમની સંખ્યા
|
1
|
આંધ્ર પ્રદેશ
|
31
|
2
|
ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB)
|
2
|
3
|
છત્તીસગઢ
|
5
|
4
|
સેન્ટ્રલ વોટર કમિશન
|
|
5
|
દામોદર વેલી કો-ઓપરેશન
|
5
|
6
|
ગોવા
|
2
|
7
|
ગુજરાત
|
6
|
8
|
ઝારખંડ
|
35
|
9
|
કર્ણાટક
|
41
|
10
|
કેરળ
|
28
|
11.
|
મધ્ય પ્રદેશ
|
27
|
12.
|
મહારાષ્ટ્ર
|
167
|
13.
|
મણિપુર
|
2
|
14.
|
મેઘાલય
|
6
|
15.
|
ઓડિશા
|
36
|
16.
|
પંજાબ
|
12
|
17.
|
રાજસ્થાન
|
189
|
18.
|
તમિલનાડુ
|
59
|
19.
|
તેલંગાણા
|
29
|
20.
|
ઉત્તર પ્રદેશ
|
39
|
21.
|
ઉત્તરાખંડ
|
6
|
22.
|
પશ્ચિમ બંગાળ
|
9
|
|
કુલ
|
736
|
SD/GP/BT
(Release ID: 1668485)
Visitor Counter : 151