માનવ સંસાધન વિકાસ મંત્રાલય
મંત્રીમંડળે વિશ્વ બેંકની સહાયિત પ્રોજેક્ટ STARSને મંજૂરી આપી, અંદાજે રૂ. 5718 કરોડનો ખર્ચ થશે
પ્રોજેક્ટનો ઉદ્દેશ શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે
Posted On:
14 OCT 2020 4:49PM by PIB Ahmedabad
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીમંડળે નીચેની બાબતોને મંજૂરી આપી છેઃ
- રાજ્યોમાં અધ્યાપન-અધ્યયન તથા પરિણામોને સંગીન બનાવવા (STARS – સ્ટ્રેંગ્ધનિંગ ટીચિંગ-લર્નિંગ એન્ડ રિઝલ્ટ્સ ફોર સ્ટેટ્સ) પ્રોજેક્ટનો અમલ કરવો. આ પ્રોજેક્ટ માટે મંત્રીમંડળે રૂ. 5718 કરોડના ખર્ચની મંજૂરી આપી છે, જે માટે વિશ્વ બેંક 500 મિલિયન અમેરિકન ડોલર (અંદાજે રૂ. 3700 કરોડ)ની નાણાકીય મદદ કરશે.
- STARS પ્રોજેક્ટનો અમલ નવી કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના તરીકે શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગનાં નેજા હેઠળ થશે
- શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ અંતર્ગત સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા તરીકે રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખની સ્થાપના કરવી અને એને ટેકો આપવો
પ્રોજેક્ટ 6 રાજ્યોને આવરી લેશે, જેમાં હિમાચલપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને ઓડિશા સામેલ છે. ઓળખ કરાયેલા રાજ્યોને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વિવિધ કાર્યક્રમો માટે સાથસહકાર આપવામાં આવશે. આ પ્રોજેક્ટ ઉપરાંત ગુજરાત, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઝારખંડ અને અમસ એમ 5 રાજ્યોમાં આ જ પ્રકારના એડીબી (એશિયન ડેવલપમેન્ટ બેંક) ફંડના પ્રોજેક્ટનો અમલ કરવાનો વિચાર પણ કરવામાં આવ્યો છે. આ તમામ રાજ્યો તેમના અનુભવો અને શ્રેષ્ઠ રીતો એકબીજા સાથે વહેંચવા માટે જોડાણ કરશે.
STARS પ્રોજેક્ટનો આશય શિક્ષણના પરિણામો સુધારવા અને શ્રમ બજારમાં વધારે અસરકારક પરિણામો મેળવવા શાળામાંથી રોજગારલક્ષી પરિવર્તનને સુધારવા સીધું જોડાણ કરીને વિવિધ કાર્યક્રમો વિકસાવવાનો, એનો અમલ કરવાનો, એનું મૂલ્યાંકન કરવાનો અને એમાં સુધારાવધારા કરવાનો છે. STARS પ્રોજેક્ટના ઘટકો અને એનું સંપૂર્ણપણે ધ્યાન ગુણવત્તા આધારિત શિક્ષણના પરિણામો મેળવવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020ના ઉદ્દેશો સાથે સુસંગત છે.
પ્રોજેક્ટમાં પસંદગીના રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતીય શાળા શિક્ષણ પદ્ધતિમાં સંપૂર્ણ નિરીક્ષણ અને મૂલ્યાંકનની પ્રવૃત્તિઓમાં સુધારો કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. અગાઉ ભારતીય શાળા શિક્ષણ પદ્ધતિમાં ઇનપુટની જોગવાઈ અને પરિણામો જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું, પરંતુ હવે આ પ્રોજેક્ટમાં આ પરિણામો માટે ફંડની પ્રાપ્ત અને વહેંચણીને જોડીને વાસ્તવિક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
STARS પ્રોજેક્ટ બે મુખ્ય ઘટક ધરાવે છે:
- રાષ્ટ્રીય સ્તરે પ્રોજેક્ટમાં નીચેના કાર્યક્રમોનો વિચાર કરવામાં આવ્યો છે, જેનાથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાભ થશેઃ
- વિદ્યાર્થીઓની શિક્ષણમાં જાળવણી, પ્રગતિ અને અભ્યાસ પૂર્ણ કરવાના દર પર મજબૂત અને અધિકૃત આંકડા મેળવવા શિક્ષણ મંત્રાલયની રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થાને મજબૂત કરવી
- એસઆઇજી (સ્ટેટ ઇન્સેન્ટિવ ગ્રાન્ટ્સ – રાજ્ય પ્રોત્સાહન અનુદાન) દ્વારા રાજ્યોને વહીવટી સુધારાના કાર્યોને આગળ વધારવા પ્રોત્સાહન આપીને રાજ્યોના પીજીઆઈ સ્કોર સુધારવા શિક્ષણ મંત્રાલયને સાથસહકાર આપવો
- શિક્ષણની મૂલ્યાંકન પદ્ધતિઓને મજબૂત કરવા સાથસહકાર આપવો
- રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર (પરખ) સ્થાપિત કરવા શિક્ષણ મંત્રાલયના પ્રયાસોને ટેકો આપવો. આ પ્રકારનાં કેન્દ્રની કામગીરીઓમાં કામગીરી માટે પસંદ થયેલા રાજ્યોના અનુભવોનો ઉપયોગ કરવામાં આવશે, જે માટે ઓનલાઇન પોર્ટલ્સ (ઉદાહરણ તરીકે શગુન અને દિક્ષા), સોશિયલ અને અન્ય મીડિયા જોડાણ, ટેકનિકલ વર્કશોપ્સ, રાજ્યની મુલાકાતો અને સમારંભો દ્વારા અન્ય રાજ્યોના અનુભવો મેળવવામાં આવશે અને એકબીજા સાથે વહેંચવામાં આવશે.
ઉપરાંત STARS પ્રોજેક્ટમાં રાષ્ટ્રીય ઘટક સાથે આકસ્મિક કટોકટી પ્રતિસાદ ઘટક (સીઇઆરસી) સામેલ છે, જે એને કોઈ પણ કુદરતી, માનવસર્જિત અને આરોગ્યલક્ષી કટોકટીઓમાં વધારે જવાબદારી સાથે કામ કરવા સક્ષમ બનાવશે. આ સરકારને સ્થિતિસંજોગો અનુસાર વધુ સારી રીતે પ્રતિભાવ આપવા માટે પણ મદદરૂપ થશે, ખાસ કરીને શાળા બંધ રહેવાથી/માળખાગત સુવિધાને નુકસાન થવાથી, અપર્યાપ્ત સુવિધાઓને અભાવ જેવી સ્થિતિમાં. આ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને રિમોટ લર્નિંગ (દૂરસ્થ શિક્ષણ)ની સુવિધા આપવામાં આવશે. સીઇઆરસી ઘટક ધિરાણનાં ઝડપી પુનઃવર્ગીકરણની સુવિધા આપશે અને ધિરાણની વિનંતીની પ્રક્રિયાઓનો ઉપયોગ કરશે.
- રાજ્યસ્તરે પ્રોજેક્ટમાં નીચેની બાબતોને આવરી લેવામાં આવશે:
- પ્રારંભિક અને મૂળભૂત શિક્ષણને વધારે મજબૂત કરીને બાળકોનો પાયો મજબૂત કરવો
- શિક્ષણનું મૂલ્યાંકન કરવાની વ્યવસ્થામાં સુધારો કરવો
- શિક્ષણનો વિકાસ અને શાળામાં નેતૃત્વનો વિકાસ કરીને વર્ગખંડમાં વિદ્યાર્થીઓ માટે ઉચિત વાતાવરણ ઊભું કરવું તથા તેમને શિક્ષણમાં રસ લેતા કરવા સૂચનો અને ઉપાયોને વધારે અસરકારક બનાવવા
- શૈક્ષણિક સેવાઓ વધારે સારી રીતે પૂરી પાડવા માટે વહીવટમાં સુધારો કરવો અને વિકેન્દ્રીકૃત વ્યવસ્થાપન કરવું
- મુખ્ય પ્રવાહ વિશે જાણકારી આપી, કારકિર્દી માર્ગદર્શન અને સલાહ આપી, ઇન્ટર્નશિપ અને શાળાની બહારનાં બાળકોને આવરી લઈને શાળામાં રોજગારલક્ષી શિક્ષણને મજબૂત કરવું
STARS પ્રોજેક્ટનો ઉદ્દેશ પીએમ ઇ-વિદ્યા, પાયાની સાક્ષરતા અને આંકડાલક્ષી અભ્યાસનું અભિયાન તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે બાળપણમાં સારસંભાળ અને શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રની પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
આ પ્રોજેક્ટના કેટલાંક મૂલ્યાંકન કરી શકાય એવા પરિણામોમાં પસંદગીના રાજ્યોમાં ધોરણ 3માં ભાષાની લઘુતમ કુશળતા, માધ્યમિક શાળામાં અભ્યાસ પૂર્ણ કરવાના દરમાં સુધારો, વહીવટી સૂચકાંક સ્કોરમાં સુધારો, શિક્ષણનું મૂલ્યાંકન કરવા માટેની વ્યવસ્થાઓને મજબૂત કરવી, રાજ્યો વચ્ચે પારસ્પરિક અનુભવો વહેંચવાની સુવિધા વિકસાવવા જોડાણ તથા BRCs અને CRCsની તાલીમ આપીને વિકેન્દ્રિકૃત વ્યવસ્થાપન માટે આયોજનને મજબૂત કરવું અને વ્યવસ્થાપન ક્ષમતા વધારવા જેવી પ્રાદેશિક સ્તરે સેવાની ડિલિવરીમાં સુધારો કરવો, શૈક્ષણિક સેવા પ્રદાન કરવામાં સુધારા માટે હેડ ટીચર્સ અને આચાર્યોને તાલીમ આપીને શાળાના વ્યવસ્થાપનને મજબૂત કરવું સામેલ છે.
SD/GP/BT
(Release ID: 1664559)
Visitor Counter : 621